વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ, પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

By Vijay Jadav

Updated On:

Follow Us
Anushka Sharma On Viral Kohli
વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ બાદ પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

વિરાટ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ભારતને ચાર વિકેટથી અવિશ્વસનીય જીત અપાવી હતી. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અને તેને છેલ્લા 9 બોલમાં 29 રન બનાવવા પડ્યા હતા. પરંતુ ભારતના સૌથી મોટા મેચ વિનરે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને ટીમને મહત્વની જીત અપાવી હતી. વિરાટની અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક ઈમોશનલ નોટ લખી છે. અનુષ્કાએ આ મેચને તેના જીવનની અત્યાર સુધીની શ્રેષ્ઠ મેચ ગણાવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

 

વિરાટની પત્ની અનુષ્કા શર્માએ શું લખ્યું?

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કાએ મેચ સમાપ્ત થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આજે દિવાળીની પૂર્વ સંધ્યાએ તમે લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી. તમે એક અદ્ભુત વ્યક્તિ છો મારા પ્રેમ. તમારી ધીરજ, દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ મનને આશ્ચર્યચકિત કરી દે છે!! હું કહી શકું છું કે મેં હમણાં જ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ મેચ જોઈ છે. જો કે આપણી પુત્રી એ સમજવા માટે ખૂબ નાની છે કે તેની માતા તેના રૂમમાં શા માટે નાચતી હતી અને ચીસો પાડી રહી હતી, તે પણ એક દિવસ સમજી જશે કે તે રાત્રે તેના પિતાએ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. એક એવા તબક્કા બાદ જે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તે વધુ મજબૂત બનીને પાછો ફર્યો છે. મને તમારા પર ગર્વ છે.”

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment