Govt Scheme: વ્હાલી દીકરી યોજના 2023 – અહીંથી ફોર્મ મેળવો

વ્હાલી દીકરી યોજના 2023: ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આજ પ્રતિબદ્ધતા ને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નની જરૂર હોઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019-20 ના બજેટમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દીકરીઓના જન્મને વધાવવા અને શિક્ષણને સુનિશ્ચિત કરવા માટે થઈને શરૂ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના 2023

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા અને ભૃણ હત્યા રોકવા માટે વ્હાલી દીકરી યોજના વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. દિકરીઓમાં શિક્ષણ નું પ્રમાણ વધે અને ઉચ્ચ અભ્યાસ કરવાનો થાય ત્યારે શિક્ષણમાં આર્થિક બોજ ન લાગે એ માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવી છે. શિક્ષણમાં થતા ડ્રોપ આઉટ રેશિયા ને ઘટાડવા માટે પણ આ યોજના ખુબજ ઉપયોગી થશે.

વ્હાલી દીકરી યોજના


વ્હાલી દીકરી યોજના બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દીકરીઓના જન્મ દરમાં વધારો કરવો, દીકરીના માતા પિતાની આર્થિક સ્થિતિ માં સુધારો કરવા અને દીકરીને ઉચ્ચ અભ્યાસ આર્થિક રીતે મદદ કરવા માટે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત દીકરીને 3 હપ્તામાં સહાયની રકમ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે ધોરણ 1 માં પ્રવેશ કરે ત્યારે 4 હજાર રૂપિયા નો પ્રથમ હપ્તો, દીકરી ધોરણ 9 એટલે કે માધ્યમિક શાળામાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6 હજારનો બીજો હપ્તો અને દીકરી ના 18 વર્ષ પૂર્ણ થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે દીકરીને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ, કુલ દીકરીને 1 લાખ 10 હજાર રૂપિયા ની કુલ સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે.

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય
રાજ્યગુજરાત
અરજી પક્રિયાઓફલાઇન
લાભ કોને મળશે2/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને
યોજના નો ઉદ્દેશદિકરીઓનું જન્મ પ્રમાણપત્ર વધારવું
સહાયની રકમરૂ.1 લાખ 10 હજાર

વ્હાલી દીકરી યોજના ના ઉદ્દેશ

  • દિકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું
  • દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો
  • દીકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળ લગ્ન અટકાવવા

વ્હાલી દીકરી યોજના પરિપત્ર


મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 31/07/2019 ના રોજ વ્હાલી દીકરી યોજના નો ઓફિશિયલ પરિપત્ર કરીને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દિકરીઓનું શિક્ષણ સુધરે, બાળ લગ્નમાં ઘટાડો થાય તેમજ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરણ થાય એ ઉદ્દેશ થી આ યોજના ને શરુ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા

  • તારીખ 02/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
  • દંપતી ની વધુમાં વધુ 2 દીકરીઓને આ યોજના નો લાભ મળશે.
  • દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ બીજી દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરી અને બીજી બંને દીકરી (જોડિયા) કે તેથી વધુ સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર લાભ


વ્હાલી દીકરી યોજનામાં દીકરીને ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવશે,જે નીચે મુજબ છે..

  • પ્રથમ હપ્તો: દીકરીઓના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000/- મળવાપાત્ર થશે.
  • બીજો હપ્તો: દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • ત્રીજો હપ્તો: 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂપિયા 1 લાખ ની સહાય મળવાપાત્ર થશે, પણ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ.

વ્હાલી દીકરી યોજના ફોર્મ


વ્હાલી દીકરી યોજના નું ફોર્મ આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ની કચેરી માં વિનામૂલ્યે આપવામાં આવશે. જે લાભાર્થી આ યોજના નું ફોર્મ ભરવા માંગે છે તે ઉપર આપેલ કોઈપણ કચેરીમાં થી વિનામૂલ્યે ફોર્મ લઈને આ યોજના માટે ઓફલાઇન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ યાદી

  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા પિતાનું આધારકાર્ડ
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતા ની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • કુટુંબમાં જન્મેલા અને હયાત હોય તેવા બાળકોના જન્મના દાખલા
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજું બાળક હોય ત્યારે)
  • નિયત નમુનાનું સક્ષમ અધિકારી જોડે કરેલ દંપતી નું સોગંદનામું

વ્હાલી દીકરી યોજના અરજી પક્રિયા


વ્હાલી દીકરી યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નજીકના આંગણવાડી કેન્દ્ર કે ગ્રામ પંચાયત અથવા સીડીપીઓ કચેરી કે મહિલા બાળ વિકાસ ની કચેરીમાંથી ઓફલાઇન ફોર્મ વિનામૂલ્યે મેળવી શકે છે. ફોર્મ માં માંગેલી તમામ વિગતો સચોટ રીતે ભરી ને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આંગણવાડી કેન્દ્ર અથવા નજીકની લાગુ પડતી કચેરીમાં જમા કરવાવવાનું રહેશે. અરજી કર્યાના 15 દિવસ માં અરજદાર ને અરજી મંજુર થઈ કે નહીં તેની જાણ કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના પરિપત્રઅહીં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના ફોર્મઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના વારંવાર પુછાતા પ્રશ્નો

  1. વ્હાલી દીકરી યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

    વ્હાલી દીકરી યોજના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

  2. વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

    વ્હાલી દીકરી યોજના માં 1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે છે.

  3. વ્હાલી દીકરી યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    વ્હાલી દીકરી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

  4. વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

    વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને વધાવવા, દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.

  5. વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

    દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

Leave a Comment