VMC recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, 101 જગ્યા પર ભરતી, જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી

By Natvar Jadav

Published On:

Follow Us
VMC recruitment 2023

VMC recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે Vadodara Municipal Corporation Recruitmentમાં અલગ અલગ પદો પર કાયમી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

VMC Recruitment 2023 | Vadodara Municipal Corporation Recruitment 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
વેબસાઈટhttps://vmc.gov.in/

મહત્વની તારીખ

વડોદરા મહાનગરપાલિકા ભરતીની નોટિફિકેશન દ્વારા 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 ઓગસ્ટ 2023 (બપોરે 1:00 વાગ્યાથી) છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ 2023 (રાત્રે 12:00 વાગ્યા સુધી) છે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ Vadodara Municipal Corporation દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાતાં તેમને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે. પગાર સંબંધિત માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

101 જગ્યા પર ભરતી

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં ગાયનેકોલોજિસ્ટની 05, પીડિયાટ્રિશિયનની 05, મેડિકલ ઓફિસરની 10, એક્સ-રે ટેક્નિશિયનની 02, લેબ ટેક્નિશયનની 24, ફાર્માસીસ્ટની 20 તથા સ્ટાફ નર્સની 35 જગ્યા આમ કુલ 101 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

જરૂરી દસ્તાવેજો

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Natvar Jadav

Natvar Jadav is a passionate writer and blogger with a deep love for language and storytelling. With a background in literature and a keen interest in various topics, Natvar has honed his writing skills to engage readers and ignite their curiosity.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment