ગુજરાતની ચિત્રકળા વિષે માહિતી ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારો

ગુજરાતની ચિત્રકળા વિષે માહિતી :- ગુજરાતના કલાગુરુ તરીકે પ્રખ્યાત થયેલ શ્રી રવિશંકર રાવળનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૮૯૨ના રોજ ભાવનગરમાં રાવસાહેબ મહાશંકરને ત્યાં થયો હતો. રવિશંકર રાવળને ચિત્રકલામાં ઊંડો રસ હતો પરંતુ ચિત્રકામ અંગેની સાચી દિશા તો એમને પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા પ્રાપ્ત થઈ.

ગુજરાતની ચિત્રકળા વિષે માહિતી

ભારતની ચિત્રકળાની પરંપરા ખૂબ જ જૂની છે. પ્રાગૈતિહાસિક ગુફાવાસી માનવોએ પોતાની કલાભાવના વ્યકત કરવા હજારો વર્ષ પૂર્વે અંધારી ગુફાઓમાં ચિત્રાંકન કર્યા છે. મધ્યપ્રદેશના ભીમબેટકાની ચિત્રકળામાં વાઘ, સિંહ, વન્ય પ્રાણીઓ વગેરેનું ચિત્રાંકન ખૂબ જ વધુ જોવાં મળે છે. અહીં માનવનું ચિત્રણ સદ્દેશ ચિત્રોમાં જોવા મળે છે. આ ચિત્રોમાં લાલ, શ્વેત, પીળો વગેરે રંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આમનું ચિત્રણ રૈખિક છે. સિંધુખીણ કાળ (હડપ્પા સભ્યતા) ની ચિત્રકળાના પ્રમાણ માટીના વાસણો અને મુદ્દાઓથી મળ્યા છે. હડપ્પા કાળના

મળી આવેલા માટીનાં વાસણો પરની ફુલ-પાનની ભાત, મોર, બળદ, પીપળાના પાન અને માછલીના કાળા રંગમાં કરેલા સંવેદનશીલ રેખાંકનો તે સમયના ચિત્રકારોની રેખા પરનો અંકુશ અને કળાની કુશળતા દર્શાવી જાય છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લાના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટાછવાયાં અવશેષો મળ્યા છે, જેમાં પશુઓની પીઠ તેમજ પૂંછડીની તૂટક રેખાઓ બારીક નજરે જોઈ શકાય છે. ગુજરાત શૈલી ગુજરાત અને બાજુના પ્રદેશોની ભૌગોલિક સ્થિતિએ તેઓને ભારે આંતરરાષ્ટ્રીય વેપારના કેન્દ્ર બનાવ્યાં,

જ્યાંથી ઉત્તર ભારતના કેંદ્રભાગ તરફના ધોરીમાર્ગ માળવા અને રાજસ્થાનમાં થઈને જતા. અગિયારમી સદીથી ૧૫મી સદીના મધ્યકાળ સુધીના અમદાવાદ, મારવાડ, માળવા, જૌનપુર, અવધ, પંજાબ, નેપાળ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને મ્યાનમારથી ગુજરાત શૈલીના સચિત્ર તાડપત્ર-ગ્રંથો તથા કાગળની પોથીઓ પ્રાપ્ત થાય છે જેનાથી સાબિત થાય છે કે આનો પ્રભાવ ક્ષેત્ર કેટલો વિશાળ હતો. ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની

ઉપલભ્ય પ્રત ઈ.સ.૧૧૮૨ની ‘નીશીથ ચૂર્ણિની’” છે. આ પ્રતમાં ચિત્રિત આકૃતિઓ પરંપરિત પ્રકારની હોવા છતાં તેના

સુશોભન, રંગાવટ અને રેખાંકનમાં લોકકલાની પરિપાટી દેખાય છે.

ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારો

કલા ગુરુ શ્રી રવિશંકર રાવળ (૧૮૯૨-૧૯૭૭)

ગુજરાતના કલાગુરુ તરીકે પ્રખ્યાત થયેલ શ્રી રવિશંકર રાવળનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૮૯૨ના રોજ ભાવનગરમાં રાવસાહેબ મહાશંકરને ત્યાં થયો હતો. રવિશંકર રાવળને ચિત્રકલામાં ઊંડો રસ હતો પરંતુ ચિત્રકામ અંગેની સાચી દિશા તો એમને પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા પ્રાપ્ત થઈ. તેમણે અનેક સુંદર ચિત્રો, વ્યક્તિચિત્રો, પ્રસંગચિત્રો કરી ગુજરાતની કલાસમૃદ્ધિમાં બહુમૂલ્ય ઉમેરો કર્યો તેમજ સાંપ્રત સાંસ્કૃતિક ઘટનાઓમાં સહભાગી થઈ ઉલ્લેખનીય ફાળો આપ્યો. બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમના ‘‘બીલ્વમંગલ’’ નામના શ્રેષ્ઠ ચિત્ર માટે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. ઈ.સ.૧૯૧૯માં તેઓ અમદાવાદ આવીને સ્થિર થયા. કલાસર્જનની સાથો-સાથ ઘરઆંગણે ગુરુકુલ શરૂ કરી કલાશિક્ષણ શરૂ કર્યું અને “ગુજરાત કલાસંઘ” નામની સંસ્થાની

સ્થાપના કરી. રવિશંકર રાવળનું ઉલ્લેખનીય કાર્ય ઈ.સ.૧૯૨૪માં “કુમાર’’ માસિકની સ્થાપનાનું છે. કુમાર માસિકના પ્રકાશને ગુજરાતમાં કલાની પ્રવૃત્તિઓનો આરંભ કરવામાં તેમજ તેને ગતિશીલ કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે.

ઈ.સ.૧૯૨૬માં અજંતા જઈ ત્યાંના ગુફાચિત્રોની કલાશૈલીનો અભ્યાસ કરી તે પર ‘અજંતાના કલામંડપો’

નામનું સચિત્ર પુસ્તક પ્રકાશિત કર્યુ તે ઉપરાંત ‘કલાચિંતન’, ‘કલાકારની સંસ્કારયાત્રા’ અને ‘આત્મકથાનક’ નામના પુસ્તકો લખ્યાં છે.

કલાપ્રવૃત્તિઓ માટે તેમણે દેશ-વિદેશનો પ્રવાસ ખેડયો હતો. ૧૯૩૦માં રણજિતરામ સુવર્ણચંદ્ર, ૧૯૬૫માં પદ્મશ્રી તેમજ ૧૯૭૦માં ભારતીય લલિતકલા અકાદમીએ ‘ફૈલો’ બનાવીને તેમનું બહુમાન કર્યુ હતું. તેમના જાણીતા ચિત્રોમાં કૈલાસમાં રાત્રિ, હેમચંદ્રાચાર્ય, કૃષિ કન્યા વગેરે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમનું અવસાન ૯ ડિસેમ્બર, ૧૯૭૭ના રોજ થયું હતું. તેમની સ્મૃતિમાં અમદાવાદમાં આવેલી આર્ટ ગેલેરીને

‘શ્રીરવિશંકર રાવળ આર્ટ ગેલેરી’ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:-

કનુ દેસાઈ (૧૯૦૩-૧૯૮૦)

ગુજરાતને કલાભિમુખ કરનાર કલાકાર કનુ દેસાઈનો જન્મ ૧૨ માર્ચ, ૧૯૦૭ના રોજ અમદાવાદમાં થયો હતો. કનુભાઈએ કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકલાની તાલીમ લીધી હતી અને વિદ્યાપીઠમાં તેમના શિક્ષક આચાર્ય કૃપલાણીએ કનુભાઈની પ્રતિભાને જોઈને તેમને શાંતિનિકેતનમાં કલાનો અભ્યાસ કરવા મોકલ્યા. જયાં તેઓ રવીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ જેવી વિશિષ્ટ પ્રતિભાના સંપર્કમાં આવ્યા. તેમનો પ્રથમ ચિત્રસંપુટ ‘સત્તર છાયાચિત્રો’” પ્રગટ થયો અને ત્યારબાદ લગભગ ત્રીસ જેટલાં આલબમો પ્રગટ થયા

જેમાં દિવાળી અંકોના મુખપૃષ્ઠો, દિવાળી કાર્ડો, કેલેન્ડર ચિત્રો, અર્ધશિલ્પો વગેરે અનેક પ્રકારની કલા અભિવ્યક્તિથી તેઓ ગુજરાતભરમાં છવાઈ ગયા.

શ્રી સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪)

શ્રી સોમાલાલ શાહનો જન્મ૧૪ ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા બાદ રવિશંકર રાવળના માર્ગદર્શને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ માં કલાનો અભ્યાસ કર્યો ત્યારબાદ વડોદરામાં શ્રી પ્રમોદકુમાર ચેટરજી તેમજ કોલકાતાની શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ

ટાગોરના સાનિધ્યમાં કલાનું વિશેષ શિક્ષણ મેળવ્યું. તેઓ ભાવનગરની આલ્ફેડ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા અને નિવૃત્ત થતાં સુધી તેમણે સેવાઓ આપી.

તેમણે અત્યંત મીઠા રંગોનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતનું ગ્રામ્યજીવન પોતાની શૈલીમાં આલેખ્યું છે. તેમનાં ચિત્રોના વિષયોમાં મુખ્યત્વે ગુજરાતનું લોકજીવન, પૌરાણિક-ઐતિહાસિક વિષયો વગેરે લઈને સંખ્યાબંધ ચિત્રો કર્યાં. ભાવનગરના નરેશ માટે તૈયાર કરેલ પક્ષીચિત્રોનો સંપુટ તેમની સિદ્ધિ છે. તેમના પ્રખ્યાત ચિત્રોમાં યજ્ઞકાન્તા, ગોવાલણો, વીણાનો મૃગ, ભયગ્રસ્ત હરણાં, મારગને કાંઠે વગેરે છે.

શ્રી છગનલાલ જાદવ (૧૯૦૩-૧૯૮૭)

શ્રી છગનલાલ જાદવનો જન્મ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૦૩ના રોજ અમદાવાદ માં થયો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠની રાત્રિશાળામાં અભ્યાસ કરી ત્યાં જ ચિત્રશિક્ષક તરીકે જોડાયાં. ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઇના છાયાચિત્રોના પ્રભાવે ચિત્રસર્જનની શરૂઆત કરી ત્યારબાદ કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકાર્યની દીક્ષા લીધી. પાછળથી ચિત્રકલાના ઉચ્ચ અભ્યાસ માટે ઈન્દોર અને લખનૌ ગયા. આ સમયગાળા દરમિયાન સુપ્રસિદ્ધ
કલાકાર નારાયણ શ્રીધર બેન્દ્રેના સંપર્કમાં આવ્યા.

ઈ.સ.૧૯૪૪માં છગનભાઈએ હિમાલય યાત્રા આરંભી અને આ યાત્રા દરમિયાન નિસર્ગ ચિત્રો “લેન્ડ સ્કે કર્યા. તેમને આધુનિક કલા મોર્ડન આર્ટના ચિત્રસર્જનો, અવનવા પ્રયોગો સાથે કર્યા. તેમના ચિત્રોમાં વસંતવૈભવ, બે બહેનો, ભારતની અન્નપૂર્ણ-ધી મધર્સ, સમર્પણ મુખ્ય છે.

શ્રી રસિકલાલ પરીખ (૧૯૧૦-૧૯૮૨)

શ્રી રસિકલાલ પરીખનો જન્મ રાજપીપળા જિલ્લાના વાલિયા ગામે ૧૬ મે, ૧૯૬૦ના રોજ થયો હતો.

રસિકભાઈએ નાનપણથી ચિત્રકલામાં ઊંડો રસ હતો. તેમને કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી ચિત્રકલા શીખવાની

તક મળી અને તેઓ “ગુજરાત કલાસંઘ ચિત્રશાળા” માં ઈ.સ. ૧૯૨૬માં જોડાઈ ગયા.

રવિશંકર રાવળ પાસેથી અભ્યાસ પૂર્ણ કરી તેઓ મદ્રાસના સરકારી કલારશાળાના આચાર્ય દેવીપ્રસાદ રાયચૌધરી પાસે ઉચ્ચ અભ્યાસ માટે ગયા. ત્યારબાદ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાંથી શ્રી જગન્નાય અહિવાસી પાસેથી કલા શિક્ષણ મેળવ્યું. આમ, રસિકભાઈએ તે સમયના પ્રખ્યાત ગુરુઓ પાસેથી કલાની તાલીમમેળવી હતી. અમદાવાદ આવીને તેઓ શેઠ સી. એન. કોલેજ ઑફ ફાઈન આર્ટ્સના સ્થાપક આચાર્ય બન્યા. તેમના પ્રખ્યાત ચિત્રોમાં દેવદાસી, ઢીંગલી, ગરીબોનું સ્વર્ગ, ઘરનો પોપટ, ઝરૂખો વગેરે છે. તેમણે પાઠ્ય

પુસ્તકોમાં પણ સેંકડોની સંખ્યામાં ચિત્રો કર્યા છે.

શ્રી ખોડીદાસ પરમાર (૧૯૩૦-૨૦૦૪)

શ્રી ખોડીદાસ ભાયાભાઈ પરમારનો જન્મ ભાવનગરમાં ૩૧ જુલાઈ, ૧૯૩૦ના રોજ થયો હતો. શ્રી સોમાલાલ

શાહ પાસેથી કલાશિક્ષણની તાલીમ લીધી. ચિત્રકલામાં સામાન્ય માર્ગ પકડવા કરતાં એમણે જુદો જ ચીલો પાડ્યો.

પોતાની પૂર્ણ નિષ્ઠા અને કૌશલથી લોકીલીની ચિત્રકલા પર હાથ અજમાવી તેમણે ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમના ચિત્રોનો વિષય સૌરાષ્ટ્ર-કચ્છમાં જીવાતાં લોકજીવન અને લૌકિક કલાકારી તેમનો પ્રેરણાસ્રોત રહધો. તેમજ લગ્ન, ફૂલેકું, રાંદલ, ગોપજીવન,મેળા,રામકથા, કૃષ્ણલીલા અને કાલિદાસની રચનાઓનાં પાત્રો મુખ્ય રહયા . લોકોલીમાં ચિત્રકળા કરનાર ખોડીદાસ પરમાર અગ્રણી ગણાય છે. તેમણે લોકકલા અને લોક સાહિત્યનો

અભ્યાસ કરી ૧૮ પુસ્તકો લખ્યાં છે તેમણે ‘ધરતીના ચિત્રકાર’ નામના પુસ્તકમાં પોતાના સંસ્મરણો લખ્યાં છે.

શ્રી બંસીલાલ વર્મા ‘ચકોર’ (૧૯૧૭-૨૦૦૩)

શ્રી બંસીલાલ વર્માનો જન્મ૨૩ નવેમ્બર, ૧૯૧૭ના રોજ ઉત્તર ગુજરાતના તારંગાહિલ પાસેના ચોટિયા ગામે

થયો હતા. કાર્ટૂનિસ્ટ તરીકે પ્રખ્યાત બંસીભાઈ, તેમના ઉપનામ ‘ચકોર’ના નામે સવિશેષ જાણીતા છે. ઈ.સ.૧૯૩૩માં અમદાવાદ આવ્યા અને કલાગુરુ રવિશંકર રાવળને ત્યા ચિત્ર-સાધના આરંભી. શંકરલાલ બેન્કર અને ગુલઝારીલાલ નંદાના આગ્રહથી કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં ચિત્રકાર તરીકે સેવાઓ આપી. ૧૯૪૨ થી ૧૯૪૫ સુધી ભારત છોડો આંદોલનમાં કટાક્ષ ચિત્રો દોરી દેશ સેવા કરી હતી. ઈ.સ.૧૯૪૮માં

મુંબઈમાં જન્મભૂમિ, જનશક્તિ અને હિન્દુસ્તાન અને સમાજવિરોધી તત્વોને પત્રોમાં કાર્ટુનો દ્વારા રાજકારણીઓ હલાવી મૂકયા. તેમણે ઈ.સ.૧૯૪૪માં ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસોસિયેશનની સ્થાપના કરી હતી. કાર્ટુનકલામાં અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી ૧૯૭૮માં અમદાવાદ આવી ‘સંદેશ’’ સમાચારપત્રમાં કાર્ટુનિસ્ટ તરીકે સેવા બજાવી. કાર્ટુન ઉપરાંત તેમણે પુસ્તકો-સામયિકો માટે હજારો પ્રસંગચિત્રો પણ કર્યાં છે. ‘નમસ્તે કરતી સ્ત્રી’ નું રેખાચિત્ર તેમનાં ચિત્રોમાં ખૂબ જ જાણીતું ચિત્ર છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી યોજના અને નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો
ગુજરાતની ચિત્રકળા વિષે માહિતી ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારો

Leave a Comment