આગાહી: આંબાલાલ પટેલ દ્વારા આગાહી, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન

આંબાલાલ પટેલ દ્વારા આગાહી: હાલ તો આપણાં દેશમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. અને ભયંકર ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમી ની વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. તા. 26 મે ના રોજ વાતાવરણમાં વાદળાં છવાઈ ગયા છે. અને ગુજરાતમાં ક્યાક ક્યાંક વરસાદી ઝાપટાં પણ પડયા છે. આ બધાની વચ્ચે આંબાલાલ પટેલે ફરી એક ...

આંબાલાલ પટેલ દ્વારા આગાહી: હાલ તો આપણાં દેશમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. અને ભયંકર ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમી ની વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. તા. 26 મે ના રોજ વાતાવરણમાં વાદળાં છવાઈ ગયા છે. અને ગુજરાતમાં ક્યાક ક્યાંક વરસાદી ઝાપટાં પણ પડયા છે. આ બધાની વચ્ચે આંબાલાલ પટેલે ફરી એક વખત ચોમાસા બાબત આગાહી કરી છે. ચાલો જાણીએ આ આગાહી વિશે.

અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે, 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે તેમજ 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

આંબાલાલ પટેલ દ્વારા આગાહી

આપણાં ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ મારફત આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, ચોમાસુ અંદમાન નિકોબરથી આવતી કાલે આગળ વધી શકે છે તથા અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. ચોમાસાની શરૂઆત થશે.

ભારે પવન સાથે વરસાદની આગાહી


Monsoon બાબતે અંબાલાલ પટેલે વધુ માં જણાવ્યું હતું કે, તા. 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે અને 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

આંબાલાલ પટેલ દ્વારા આગાહી

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે ?


અંબાલાલ પટેલે દ્વારા જણાવાયું કે, ગુજરાતમાં 15 થી 30 જૂન ની વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ 22 મી જૂન આસપાસ કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આરંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.

ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment