લાંબા વિરામ બાદ મેઘરાજની એન્ટ્રી: ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં મેઘરાજાની સવારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં ઘણા લાંબા વિરામ બાદ આજે પવન સાથે ધીમી ધારે મેઘરાજાની સવારી આવી પોહચી. ધરતીપુત્રો ખુશખુશાલ.
લાંબા વિરામ બાદ દ્વારકા જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લાના અનેક તાલુકા અને ગામડા વિસ્તારોમાં ઘણા સમય બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા, હડમતીયા, હર્ષદ, અને રાવલ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેને લઇને ધરતીપુત્રો ખુશખુશાલ.
આ પણ વાંચો: જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં
- કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ધોધમાર વરસાદની એન્ટ્રી .
વીજળી વેરાન: હડમતીયા ગામે આકાશી વીજળી પડતાં ખેડૂતની બે ભેંસોના કરુણ મોત નિપજયા
કલ્યાણપુર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે હડમતીયા ગામે બાંધાવાડી વિસ્તારમાં આકાશી વીજળી પડતા નીતિનભાઈ મંગાભાઈ ગોજીયાની બે ભેંસોના કરુણ મોત. એકસાથે બે ભેંસોના કરુણ મોતના કારણે ખેડૂત પરિવાર પર દુઃખનું આભ ફાટયું.

લાંબા વિરામ બાદ મેઘરાજની એન્ટ્રી
લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]