PSI ભરતીમાં વિવાદ: હાઈકોર્ટે 1200 PSIની ભરતી પર લગાવી રોક

PSI ભરતીમાં વિવાદ, PSI recruitment 2023: PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ પર આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે 1200 PSIની ભરતી પર લગાવી રોક લગાવી દીધી છે. PSIની ભરતી પર રોક લગાવવા સાથે હાઈકોર્ટે ટકોર કરી છે કે, કોર્ટમાં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકારી ભરતી નહીં થાય. આ સાથે 6 અઠવાડિયામાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

Big News for PSI Recruitment-2023
PSI ભરતીમાં વિવાદ

PSIની ભરતીને લઈને મોટા સમાચાર, હાઈકોર્ટે 1200 PSIની ભરતી પર લગાવી રોક, કોર્ટમાં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી નહીં થાય. અને ત્યાં સુધી ભરતીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવશે.

  • PSI MODE 2ની ભરતી પ્રક્રિયા પર લગાવી રોક
  • હાઈકોર્ટે 1200 PSIની ભરતી પર લગાવી રોક

1200 PSIની ભરતી પર હાઈકોર્ટેની રોક


PSI મોડ 2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. 1200 PSIની ભરતી પર હાઈકોર્ટે રોક લગાવી છે. ખાતાકીય પ્રમોશનના વિવાદને લઈને કોન્સ્ટેબલો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમની પડતર અરજીઓનો નિકાલ ન થવાના કારણે ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. હાઈકોર્ટે 6 સપ્તાહ સુધીમાં આ અરજીનો નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

60થી વધુ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરાઈ હતી અરજી


Gujarat PSI Prelims Result: બાદ તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (MT Department)ના 60થી વધુ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા PSIની ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીને માન્ય રાખી હાઈકોર્ટે તેમને PSIની ફિઝિકલ પરીક્ષામાં આપવા માટે છૂટ આપી હતી.

PSI MAINS પરીક્ષામાં બેસવા દેવા કરાઈ હતી અરજી


PSI MAINS EXAM 2023: પરંતુ તેમની આ માંગ સાથે તમામને મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે તેવી અરજી તેમના દ્વારા કરવામાં આવી હતી. આ અરજી હાઈકોર્ટની સિંગલ જજની બેંચમાં પેન્ડિગ છે. ત્યારે આજે ડિવિઝન બેંચે સિંગલ જજને કહ્યું છે કે, ‘તમે જલ્દી અરજીનો નિકાલ કરો.’

કોન્સ્ટેબલ ને મેઈન પરીક્ષામાં બેસવાની છૂટ આપી હતી.


12 જૂનના રોજ PSIની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા પહેલા થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે પોલીસ ખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલ (MT Section Constable Main Exam)ને મેઈન પરીક્ષામાં બેસવાની છૂટ આપી હતી.

MT વિભાગના પોલીસ કોન્સ્ટેબલોની પણ કોર્ટમાં અરજી


PSI ભરતી વિવાદ મામલે હજુ કોર્ટ સમક્ષ MT વિભાગના પોલીસ કોન્સ્ટેબલોએ પણ અરજી કરી છે. ભરતીમાં તેમને પ્રમોશન આધારે ભરતી કરવા માટેની માંગ કરી હતી. આ સિવાય ભારતીય સેનામાં ફરજ બજાવનારા પૂર્વ જવાનોને પણ અન્યાય હોવાના દાવા સાથે અરજી કરાઈ હતી. જે મામલે હજુ અરજી પેન્ડિંગ છે, જેની સુનાવણી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!