વોટર સ્લીપ આ રીતે સરળતાથી કરો ડાઉનલોડ, ઘરે બેઠા

Digital Photo Voter Slip: ECIએ વોટર લિસ્ટમાં નામ સર્ચ કરવા અને વોટર સ્લીપ ડાઉનલોડ કરવાની પ્રોસેસને ઘણી સરળ બનાવી દીધી છે. પોલિંગ બૂથ, તારીખ અને લોકેશન જેવી તમામ વિગતોની સાથે વોટર સ્લીપને હવે ચૂંટણી પંચની સાઈટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે થવા જઈ રહ્યું છે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જો તમારી ઉંમર 18 વર્ષ થઈ ચૂકી છે તો તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં. જો છે તો વોટર સ્લીપ(Voter Slip) કેવી રીતે મેળવી શકાય છે? આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. વોટર સ્લીપને ઓનલાઈન ડાઉનલોડ કરવાની સરળ રીત આજે અમે આપને જણાવીશું.

વોટર સ્લીપ ડાઉનલોડ કરવી એકદમ સરળ


ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)એ વોટર લિસ્ટમાં નામ સર્ચ કરવા અને વોટર સ્લીપ ડાઉનલોડ કરવાની પ્રોસેસને એકદમ સરળ બનાવી દીધી છે. પોલિંગ બૂથ, તારીખ અને લોકેશન જેવી તમામ વિગતોની સાથે વોટર સ્લીપ હવે ચૂંટણી પંચની સાઈટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. અહીં તમારું નામ સર્ચ કરવા અને વોટર સ્લીપ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ અમે આપને જણાવીશું…

Digital Photo Voter Slip
વોટર સ્લીપ આ રીતે સરળતાથી કરો ડાઉનલોડ, ઘરે બેઠા 2

વોટર સ્લીપ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (NVSP)ની વેબસાઈટ https://www.nvsp.in પર જાવ.
  • સર્ચ ઈન ઇલેક્ટોરલ રોલ ટેબ પર ક્લિક કરો.
  • એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમે બે રીતે વોટર લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો.

પ્રથમ રીત

  • આ વિકલ્પમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર/જન્મ તારીખ અને કેટેગરી દાખલ કરવાની રહેશે.
  • આ માહિતી દાખલ કર્યા બાદ તમારે તમારા રાજ્યનું નામ, જિલ્લો અને વિધાનસભા ક્ષેત્રને સિલેક્ટ કરવાનું રહેશે.

બીજી રીત (EPIC નંબરથી સર્ચ કરો)

  • આ પ્રોસેસમાં તમારે તમારો EPIC નંબર (ચૂંટણી કાર્ડ નંબર) અને રાજ્યનું નામ દાખલ કરવું પડશે.
  • તમને તમારા ચૂંટણી કાર્ડમાં ઉપરની તરફ EPIC નંબર જોવા મળશે.
  • આ બધી વિગતો દાખલ કર્યા પછી સાઇટ તમને તમારી વિગતોના આધારે મતદારની માહિતી બતાવશે.
  • જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો તમને ‘નો રેકોર્ડ’ એવું જોવા મળશે.

SMS દ્વારા મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ

  • મોબાઈલ મેસેજ સેક્શનમાં EPIC ટાઈપ કરો.
  • તમારા ચૂંટણી કાર્ડનો નંબર દાખલ કરો.
  • આ SMS 9211728082 અથવા 1950 પર મોકલો.
  • તમારા મતદાન કેન્દ્રનો નંબર અને નામ તમારા ફોનની સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો તમને ‘નો રેકોર્ડ’ એવું જોવા મળશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!