ઓછા મતદાન વચ્ચે આ ગામમાં થયું 92 ટકા વોટિંગ, આ એક નિયમે લોકોને દોડતા કરી દીધા!

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પુરુ થયું છે. રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે સરેરાશ 60.35 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે આજે અમે આપને ગુજરાતના એક એવા ગામ વિશે જણાવીશું, જ્યાં 92 ટકા મતદાન થયું છે. આ ગામ તેના કેટલાક નિયમોને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

રાજસમઢીયાળા ગામે 92 ટકા મતદાન થયું

રાજસમઢીયાળા ગામે 92 ટકા મતદાન થયું
ઓછા મતદાન વચ્ચે આ ગામમાં થયું 92 ટકા વોટિંગ, આ એક નિયમે લોકોને દોડતા કરી દીધા! 3

પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 12 ટકા ઓછું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ઓછા મતદાન વચ્ચે રાજસમઢીયાળા મતદાન જાગૃતિમાં મોખરે છે. રાજકોટનું રાજસમઢીયાળા ગામ મતદાનમાં આદર્શ ગામ છે. રાજસમઢીયાળા ગામે 92 ટકા મતદાન થયું છે. આ ગામમાં દરેકે મતદાન કરવું ફરજિયાત છે, દરેક લોકો ફરજિયાત મતદાન કરે એ માટે આ ગામમાં એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે.

રાજસમઢીયાળા ગામમાં 923 મત પડ્યા

રાજસમઢીયાળા ગામમાં 923 મત પડ્યા
ઓછા મતદાન વચ્ચે આ ગામમાં થયું 92 ટકા વોટિંગ, આ એક નિયમે લોકોને દોડતા કરી દીધા! 4

રાજસમઢીયાળા ગામના અગ્રણી હરદેવસિંહ જાડેજાએ કહ્યું કે, ‘અહીં વર્ષોથી મતદાન ફરજિયાત છે અને મતદાન ન કરે તેને રૂ.51થી લઈને 1000 સુધીનો દંડ ફટાકરવામાં આવે છે. રાજસમઢીયાળામાં કુલ 996 મતોમાંથી 923 મત પડ્યા છે. ગામમાં તમામ લોકોએ મતદાન કર્યુ છે. જે લોકો ગામની કમિટીની રજા લઈ ગયેલા તેમણે મતદાન કર્યું નથી.’

મળી ચૂક્યા છે અનેક એવોર્ડ, ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલા રાજસમઢિયાળામાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી જ નથી અને સમરસ જાહેર થાય છે. આ ગામમાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે, અહીં હજુ સુધી એક પણ ગુનો નોંધાયો નથી અને નિયમભંગ કરનારને ગ્રામ પંચાયત દંડ કરે છે. આ ગામને અત્યાર સુધીમાં અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં નેશનલ કક્ષાનો વિલેજ ડેવલપમેન્ટ એવોર્ડ, રાજ્યકક્ષાનો બેસ્ટ વોટર હાર્વેસ્ટિંગ-બેસ્ટ ખેડૂત એવોર્ડ, જિલ્લા કક્ષાનો બેસ્ટ સરપંચ એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ, નિર્મલ ગ્રામ એવોર્ડ, તીથગ્રામ એવોર્ડ, સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, સ્વર્ણિમ ગ્રામ એવોર્ડનો સમાવેશ થાય છે.

ગામ લોકોએ મતદાન કરવું ફરજીયાત છે, મત નહીં કરનારને રૂપિયા 51થી 1000નો દંડ: હરદેવસિંહ જાડેજા

રાજસમઢિયાળા ગામન અધ્યક્ષ હરદેવસિંહ જાડેજાએ Khabarchhe.com સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એવું કોઈ ગામ ન હોય શકે જ્યાં ક્રાઈમ રેટ સંપૂર્ણ જીરો પ્રતિશત હોય. ઘરે ઘરે વાઈફાઈ, મિનરલ વોટરથી લઇને તમામ સુવિધા ગામનાં લોકોને મળે છે. ચૂંટણી દરમિયાન ગામના દરેક લોકોને મત આપવો ફરજીયાત છે. કારણ કે આ વર્ષોથી ગ્રામ પંચાયતે નિયમ બનાવ્યો છે કે જો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને રૂપિયા 51થી લઇને 1000 સુધીનો દંડ ભરવાનો રહેશે. અત્યાર સુધી ગામનું મતદાન 100 ટકા રહે છે. 2004માં ગામને ‘ક્લિનેસ્ટ સીટી ઓફ ધ સ્ટેટ’નો એવોર્ડ ડો કલામ સાહેબના હસ્તે મળ્યો છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!