Junior Clerk Exam 2023: કલાર્કની પરીક્ષા આપનારને 254 રૂપિયા મળશે, ફક્ત આ ફોર્મ ભરવાનું

GPSSB Junior Clerk Exam 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2122 જુનીયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. તો કેન્દ્ર ખાતે આવવા જવા ખર્ચ પેટે 254 ચુકવવામાં આવશે. GPSSB Junior Clerk Exam 2023 પોસ્ટનું ટાઇટલ GPSSB Junior ...

GPSSB Junior Clerk Exam 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2122 જુનીયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. તો કેન્દ્ર ખાતે આવવા જવા ખર્ચ પેટે 254 ચુકવવામાં આવશે.

Candidates appearing for Junior Clerk exam will get travel allowance

GPSSB Junior Clerk Exam 2023

પોસ્ટનું ટાઇટલGPSSB Junior Clerk Exam 2023
પોસ્ટનું નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
કેટેગરીસમાચાર
વેબસાઈટgpssb.gujarat.gov.in

કલાર્કની પરીક્ષા આપનારને 254 રૂપિયા મળશે

સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂપિયા 254/- ઉમેદવારોના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.તારીખ 09-04-2023ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે 20 થી 30 એપ્રિલ 2023 દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોક્ત રકમ જમા આપવાનું આયોજન છે.

GPSSB જુનીયર ક્લાર્ક 2023 પરીક્ષા


જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઈટ ઉપરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કાર્ય બાદ OJAS વેબસાઈટ ઉપરથી પોતાના બેંક ખાતાના વિગત અંગેના ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે.

ઓનલાઈન પત્રક ભરવા સમયે ઉમેદવારે વાંચવાની સુચના

  • ઉમેદવારે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપરના NOTICE BOARD ઉપર ક્લિક કરતા Reimbursement Applicationનું ઓનલાઈન ફોર્મ ખુલશે.
  • આ ઓનલાઈન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે.
  • OJAS વેબસાઈટ ઉપર મુકેલ ઓનલાઈન ફોર્મમાં ભરેલ વિગતો જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઈ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
  • ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક / ચેક્બુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતામાં વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક / ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFCS કોડ ભરવાના રહેશે.
ઉમેદવારો માટે જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

કલાર્કની પરીક્ષા આપનારને કેટલા રૂપિયા મળશે ?

કલાર્કની પરીક્ષા આપનારને 254 રૂપિયા મળશે
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment