ભાજપની બીજી યાદી જાહેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ આપવામાં આવી છે.
ભાજપની બીજી યાદી જાહેર
BJP Gujarat Candidate List 2022: ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ બીજી ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડવાનાં છે.

જુઓ આખું લિસ્ટ
વિધાનસભા બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
---|---|
ધોરાજી | મહેન્દ્ર પાડલિયા |
ખંભાળિયા | મૂળુભાઈ બેરા |
ભાવનગર | સેજલબેન પંડ્યા |
ડેડીયાપાડા | હિતેશ વસાવા |
ચોર્યાસી | સંદીપ દેસાઈ |
કુતિયાણા | ઢેલીબેન ઓડેદરા |