ગુજરાતના સુગમ સંગીતકારો વિષે જાણો, અવિનાશ વ્યાસ

ગુજરાતના સુગમ સંગીતકારો વિષે જાણો:- અવિનાશ વ્યાસ:- તેમણે આશરે ૧૨૦૦૦ ગીતો લખ્યાં છે અને એટલાં જ ગીતોને બંદિશ આપી છે. તેમણે જે પ્રથમ હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને ફિલ્મ હિટ ગઈ હતી,

ગુજરાતના સુગમ સંગીતકારો વિષે જાણો

અવિનાશ વ્યાસ

જન્મ- ૨૧ જુલાઈ, ૧૯૧૧ના રોજ અમદાવાદમાં

પિતા – આનંદરાય વ્યાસ માતા – મણિબહેન વ્યાસ

મુંબઈમાં કનૈયાલાલ મુનશીથી સંપર્ક યતાં, કનૈયાલાલે તેમને ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના અધ્યક્ષ બનાવી દીધા. તેમણે ૧૭૫ ગુજરાતી સહિત ૨૫૦ ઉપરાંત ફિલ્મોમાં સંગીત દિગ્દર્શન આપ્યું. તેમણે ૧૦ જેટલા રાસ-ગરબાના કાવ્યસંગ્રહો પણ આપ્યા છે. તેમણે આશરે ૧૨૦૦૦ ગીતો લખ્યાં છે અને એટલાં જ ગીતોને બંદિશ આપી છે. તેમણે જે પ્રથમ હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને ફિલ્મ હિટ ગઈ હતી, તે ફિલ્મનું નામ હતું કે “મહાસતી અનસૂયા’‘મંગળફેરા’ નું ગીત ‘રાખનાં રમકડાં’ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું હતું. આ સિવાય સરદાર ચંદુલાલ રચિત “ગુણસુંદરી”માં પણ તેમણે સંગીત અને ગીતો આપ્યા હતા.

નિતુ મઝમુદાર

જન્મ- ૯ નવેમ્બર, ૧૯૧૫ના રોજ વડોદરામાં

પિતા – નરેન્દ્ર મઝમુદાર
સંગીતની તાલીમ- ઉસ્તાદ ફૈયાઝ ખાં અને ઉસ્તાદ ઈમામઅલી ખાન પાસેથી લીધી. ઈ.સ. ૧૯૩૧માં મુંબઈ જઈ રવીન્દ્ર સંગીત અને બંસરીવાદન શીખ્યા. ઈ.સ. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર હિન્દુસ્તાની લોકસંગીત, ઠુમરી અને દાદરાીલીના સંગીતની તાલીમ વીધી.

ઈ.સ. ૧૯૫૪માં તેઓ સ્વર કિન્નરી ‘કૌમુદી મુનશી’ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ઈ.સ. ૧૯૫૯માં વી. શાંતારામની પ્રેક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતનું લોકસંગીત’માં પણ તેમણે સંગીત-નિર્દેશન કર્યુ. તેમણે ગોપીનાથ’ સહિત અનેક ફિલ્મોમાં સંગીત દિગ્દર્શનનું કામ કર્યું છે, તેમનું બિન ફિલ્મી ગીત “પંખીઓએ કલશોર કર્યો? ખૂબ જ પ્રખ્યાત છે.

દિલીપ ઘોળકિયા

જન્મ-ઈ.સ.૧૯૨૧માં જુનાગઢમાં

૧૯૪૨ થી ૧૯૪૯ સુધી કેન્દ્ર સરકારમાં નોકરી કરી અને પછી તેને છોડીને ફિલ્મ લાઈનમાં આવ્યા. તેમણે સંગીતની તાલીમ મુંબઈમાં પાંડુરંગ આંબેડકર નામના સંગીતકાર પાસેથી લીધી હતી. થોડા સમય બાદ સંગીત નિર્દેશક ચિત્રગુપ્ત અને એસ. એમ. ત્રિપાઠીના સહાયક બન્યા ત્યારબાદ લક્ષ્મીકાંત – પ્યારેલાલના સહાયક બન્યા.

ઈ.સ. ૧૯૫૬માં બગદાદ કી રાતે’ ફિલ્મ માટે પ્રથમ વાર સંગીત-દિગ્દર્શનની તેમને તક મળી.

તેમણે કુલ ૩૫ જેટલી ફિલ્મો (ગુજરાતી અને હિન્દી ફિલ્મો મળાવીને) માં સંગીત નિર્દેશન કર્યું છે એમાં સત્યન સાવિત્રી’, ‘ડાકુરાણી ગંગા’, ‘મેના ગુર્જરી’, ‘કંકુ’ વગેરે મુખ્ય છે.
ફિલ્મ- દીવાદાંડીનું ખૂબ જાણીતું ગુજરાતી ગીત “તારી આંખનો અફીણી’ દિલીપભાઈએ ગાયું છે.

ક્ષેમુ દિવેટિયા

જન્મ- ૧ ઓકટોબર, ૧૯૨૪ના રોજ અમદાવાદમાં ઈ.સ.૧૯૪૨ થી તેમણે નાટકો અને ગરબાના કાર્યક્રમોમાં સંગીત નિર્દેશક તરીકે કામ શરૂ કરી દીધુ હતું.
તેમણે ‘કાશીનો દીકરો’ ફિલ્મમાં કર્ણપ્રિય સંગીત આપ્યું હતું.

તેમણે પ્રવીણ જોશીના ‘સપનાનાં વાવેતર’ ચંદ્રવદન મહેતાના ‘શાંકુતલ’, નરોત્તમશાહના ‘ગોદાન’, શ્રી મૃણાલિની સારાભાઈના ‘નળાખ્યાન” વગેરે અનેક નાટકોમાં સંગીત આપ્યું હતું. ઈસ.૧૯૮૪માં “સંગીત સુધા” નામની ચાર કેસેટો બહાર પાડી હતી, જેમાં સુંદર ગીતો અને ગરબા ગાવામાં આવ્યા છે. આ કેસેટીમાં ૨૬ કલાકારોનો સહયોગ લીધો હતો.

રસિકલાલ ભોજક

જન્મ- ૨૯ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ ભાવનગરમાં સંગીતની પ્રારંભિક તાલીમ દલસુખરામ ભોજક પાસેથી લીધી હતી. ઈ.સ.૧૯૫૧માં આકાશવાણીમાં જોડાયા હતા અને ઈ.સ.૧૯૯૫માં અમદાવાદમાં નિવૃત્ત થયા હતા. ઈ.સ.૧૯૯૨માં ચીનના આક્રમણ વખતે તેમણે શ્રી હરિકૃષ્ણ-પ્રેમી લિખિત ‘શહીદ કી મા’ નામનું દેશપ્રેમનું ગીત સ્વરાંકિત કરેલું, જે ખૂબ જ પ્રશંસા પામ્યું હતું અને ત્રણ મહિના સુધી સતત દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીજા લગભગ ૪૦૦ જેટલા દેશપ્રેમના ગીતો પણ આ સમયે તેમણે સ્વરાંકિત કર્યા હતા.

અજિત શેઠ

જન્મ- ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ મુંબઈમાં ઈ.સ.૧૯૬૭માં ‘એન્ડ્રોઈટ’ નામની વિજ્ઞાપન સંસ્થા સ્થાપી. ઈ.સ. ૧૯૭૧માં “સંગીત ભવન ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેમણે ‘ગુજર ગયા વહ જમાના’ નામનું પુસ્તક લખ્યું છે જે પંકજ મલ્લિકના જીવન પર આધારિત છે, તેમણે ગુજરાતી કવિતા અને સંગીત સાથે દશ્યોનો પણ સહયોગ કરી દશ્ય-શ્રવણ કાર્યક્રમો તૈયાર કરી ભારે પ્રસિદ્ધિ અને પ્રશંસા મેળવી હતી.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી નોકરી અને યોજના વિષેઅહીં ક્લિક કરો

Leave a Comment