ગુજરાતની સંસ્કૃતિ, કળા અને સંસ્કૃતિ, ગુજરાતમાં ભરતનાટ્યમ

ગુજરાતની સંસ્કૃતિ, કળા અને સંસ્કૃતિ, ગુજરાતમાં ભરતનાટ્યમ

ગુજરાતની સંસ્કૃતિ, કળા અને સંસ્કૃતિ, ગુજરાતમાં ભરતનાટ્યમ

ગુજરાતની સંસ્કૃતિ, શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટયમ, ગુજરાતમાં ભરતનાટ્યમ, કથક, કથકલી, કુચીપુડી, મણિપુરી, મોહિની અટ્ટમ, ઓડિસી ગુજરાતમાં ભરતનાટ્યમ

ભારતમાં જેટલા પ્રદેશો છે તેટલાં નૃત્યો છે. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી તથા સૌરાષ્ટ્રથી માંડી આસામ સુધી પ્રસરેલા પ્રદેશોમાં વિવિધ પ્રકારનાં લોકનૃત્યોનો સમાવેશ થાય છે. જેવો પ્રદેશ અને જેવું વાતાવરણ તેવી જ અસરો ત્યાંના લોકનૃત્યમાં પડેલી જણાય છે. ભરત મુનિનો ‘નાટ્યશાસ્ત્ર’ નૃત્ય કળાનો પ્રથમ પ્રામાણિક બંધ માનવામાં આવે છે. નાનું પંચવેદ’ પણ કહેવાય

છે. નાટ્યશાસ બધા માનવીય ભાવોને ૯ (નવ) રસોમાં વિભાજિત કરે છે.

1 શ્રૃંગાર રસ
2વીર રસ
3રુદ્ર રસ
4ભ્રષ રસ
5બિમૃત્સ રસ
6હાસ્ય રસ
7કરુણ રસ
8અદ્ભુત રસ
9શાંત રસ

ગુજરાતની સંસ્કૃતિ

શાસ્ત્રીય નૃત્ય

(૧) ભરતનાટયમ

ભરતમુનિ રચિત ‘નાટયશાસ્ત્ર’ અને નંદીકેશ્વર રચિત “અભિનવ દર્પણ” એ બે ગ્રંથો ભરતનાટ્યમના આધારોન છે. હડપ્પા સભ્યતાના સ્થળ મોહે-જો-દડો માંથી મળેલ નૃત્ય કરતી મહિલાની મૂર્તિ’ માં પણ આ નૃત્ય જોવાં મળે છે.

તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યશૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલાં ૧૦૮ નૃત્યકરણોમાંથી ઊતરી આવેલી નૃત્યકલા મોઢેરા, રાાકી વાવ અને જૈન દેરાસરોમાં જોવાં મળે છે. દેલવાડાનાં જૈન દેરાસરોમાં પણ આ કરણો જોવા મળે છે. ખાસ કરીને વસ્તુપાળના દેરાસરમાં સભામંડપની છતમાં ૧૦૮ કરણો કોતરેલાં દેખાય છે. આ ઉપરથી એવું તારણ કાઢી શકાય કે તે યુગમાં શાસ્ત્રીય નૃત્યપ્રકાર ગુજરાતમાં પ્રચલિત હતો.

ગુજરાતમાં ભરતનાટ્યમ

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં નૃત્ય માટે તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના

નિષ્ણાંત ગુરુઓને બોલાવવામાં આવે છે. તે ગુરુઓ વડોદરામાં સ્થાયી થઈ જાય છે. તે ગુરુઓમાંથી કુબેરનાથ

તંજાવરકર થકી ગુજરાતમાં પ્રથમવાર ભરતનાટ્યમનો ઉદય થાય છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં

ભરતનાટ્યમમાં અધ્યક્ષ તરીકે ‘અંજિલ મેઢ’ હતાં. તે મુંબઈમાં ભરતનાટ્યમના વર્ગો ચલાવતાં હતા.

મૃણાલિની સારાભાઈ અને દર્પણ : – કેરળપુત્રી તરીકે પ્રખ્યાત મૃણાલિની સારાભાઈના લગ્ન ડૉ. વિક્રમ સારાભાઈ સાથે થતાં ગુજરાતમાં તેઓ સ્થાયી થયાં અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. વિખ્યાત નૃત્યગુરુ મીનાક્ષી સુંદરમ્ પિલ્લાઈ પાસેથી તેમણે ભરતનાટ્યમની નૃત્યદીક્ષા લીધી હતી. તેમના નૃત્યમાં ભરતનાટ્યમનું શુદ્ધ સ્વરૂપ જોવા મળે છે.- મૃણાલિની સારાભાઈએ ઈ.સ.૧૯૪૯માં અમદાવાદમાં “દર્પણ” નામની સંસ્થાની સ્થાપના કરી, દર્પણ સંસ્થા

દ્વારા દક્ષિણ ભારતના ભરતનાટ્યમ ઉપરાંત કથકલી, મોહિનીઅક્રમ અને કુચીપુડી નૃત્ય પ્રચલિત કર્યા છે. ‘નટરાણી’- દર્પણનું થિયેટર છે, તેમાં નાટય પ્રયોગો થાય છે. – નટરાણી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ધ વિક્રમસારાભાઈ ઈન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટીવલ ઊજવે છે. ભરતનાટથમની બીજી પણ સંસ્થાઓનો પછી ઉદય થયો છે. તેમાં ઈલાક્ષી ઠાકોરની ‘નૃત્યભારતી’ સંસ્થા, તેમની શિષ્યા હરિણાલી દેસાઈની ‘ભરત નૃત્યકલાંજલિ’, ઉપરાંત કેરળથી જ ખાવી ગુજરાતમાં સ્થિત થયેલાં ભાસ્કર અને રાધા મેનની મુદ્રા સ્કૂલ ઑફ કલાસિકલ ડાન્સીંગ”જાણીતી છે. ભરતનાટ્યમના અન્ય ગુરુ તરીકે વડોદરાની મ્યુઝિક કોલેજમાં વારાણસીથી ચંદ્રશેખરને બોલાવવામાં આવ્યા હતા.

(૨) કથક :

‘કથા કર્યો સો કથક કહાવે’ એમ ઉત્તર ભારતમાં કહેત છે,

અઢારમી સદીના ઉતરાર્ધમાં અવધના નવાબ ‘યાદિની શાહૈ’ પોતાના દરબારમાં કુલક નૃત્યને આશ્રય આપીને

આ કલાને પુનર્જીવન બહ્યું. તેમના જ શાસનકાળ દરમિયાન કથક નૃત્યના લખનૌ ધરાણાનો ઉદય થવો, કથક નૃત્યનો કમ નીચે મુજબ હોય છે –

  • (૧) ઠાઠ – નૃત્યની શરૂઆત, ઠાઠ મુખ્ય નૃત્યની રજૂઆતની માનસિક અને શારીરિક પૂર્વતૈયારી રૂપે હોય છે.
  • (૨) આમદ – નૃત્યનું પ્રગટીકરણ, આમદમાં ધીમા લયમાં નૃત્ય કરવામાં આવે છે.
  • (૩) ટુકડા – બોલોની બંદિશો, તબલાંની સંગત સાથે સશબ્દ અથવા નિઃશબ્દ કિયાઓ કરીને બોલી બતાવે છે.
  • (૪) પરમલુ – આની રચના વિવિધ વાદ્યોના અવાજ અને નૃત્તના બોલના મિશ્રણમાંથી કરવામાં આવે છે.
  • (૫) પરનુ – આની રચના પખવાજ નામના વાઘ પરના બોલ દ્વારા રજૂ થાય છે.

(૬) તત્કાર – કથકની તાલીમજ તત્કારથી શરૂ થાય છે. આ કથક નૃત્યમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જેનો અર્થ થાય છે. પૅર બજાના

ગુજરાતમાં કથક

કુમુદિની લાખિયા અને કદંબ

કુમુદિની લાખિયા એ કથકના સુપ્રસિદ્ધ કલાગુરુ શંભુ મહારાજ પાસેથી બે વર્ષ સુધી લખનૌ ધરાણાની તાલીમ લીધી હતી. ઈ.સ.૧૯૯૭માં અમદાવાદમાં “કદંબ” નામની કથક નૃત્યની સંસ્થા કુમુદિની લાખિયાએ સ્થાપી.

(૩) કથકલી

કથકલીનું મૂળ પામ’કેરળ’ છે. આ નૃત્ય કેરલની ઘોઢા જનજાતિ નાયરમાં પ્રચલિત એક પુરુષ- પ્રધાન નૃત્ય છે.

કથકલી શાબ્દમાં કથ એટલે કથા અથવા વાર્તા અને કલી એટલે નૃત્ય (નાટ્ય). કેરળના આ નૃત્યપ્રકારનો શબ્દાર્થ

નાટથવાનું થાય છે. આ નૃત્ય શૈલીમાં બે પ્રકારના પાત્ર હોય છે. પ્રથમ વર્ગ પાચા’ (ઉદાત્ત નાયક) નું હોય છે અને બીજું વર્ગ ‘કેટી'(રાક્ષસ) નું હોય છે. આ બન્ને પાત્રોના માધ્યમથી અસત્ય પર સત્વની વિજ્યનો સંદેશ આપવામાં આવે છે. આ નૃત્યશૈલીમાં કથાવસ્તુમાં મુખ્યત્વે રામ-રાવણ યુદ્ધ, જટાયુ-વધ, રાવણ-મંદોદરીનો સંવાદ, નળ દમયંતીની કથા ર્દષ્ટિગોચર થાય છે. કથકલીના ગીતોની ભાષા ‘મલયાલમ’ છે.

(૪) કુચીપુડી

આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પર કુચિપુડી નામના ગામમાં જ કુચિપુડી નૃત્યશૈલી વિકસી અને પ્રસાર પામી. ગામના નામ ઉપરથી જ આ શૈલીનું નામ પડ્યું છે. તીર્થનારાયણ પતિ અને તેમના શિષ્ય સિદ્વેન્દ્ર યોગી એ કુચિપુડીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બન્ને કૃષ્ણ ભકત હતા. આ બન્ને ઉચ્ચ કોટીના નૃત્ય અને સંગીતના
વિશારદો હતા. તીર્થનારાયણએ રચેલી ‘કૃષ્ણલીલા તરંગિની’ અને સિક્રેન્દ્ર યોગીએ રચેલી ‘શ્રૃંગાર પારિજાતાપહરણ’ કૃતિઓ સૂક્ષ્મ લય અને તાલ માટે ખૂબ અનુકૂળ હતી.

ગુજરાતમાં કુચિપુદી
આંધ્રથી પરંપરાગત ઉત્તરી આવેલા કુચિપુડી નૃત્યના ગુરુ આચાયુંલુને અમદાવાદ આવ્યા અને તે પણ અહીં જ સ્થાયી થઈ ગયા. એમની પાસેથી કુચિપુડી શૈલીની તાલીમ પાયેલી શિષ્યાઓમાં મલ્લિકા સારાભાઈ તથા સ્મિતા શાસ્ત્રી છે. સ્મિતા શાસ્ત્રીએ ‘નર્તન સ્કૂલ ઑફ કલાસિકલ ડાન્સિસ’ નામે પોતાની સ્વતંત્ર સંસ્થા સ્થાપી છે.

(૫) મણિપુરી

પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં ઉદય પામેલું મણિપુરી નૃત્ય આ રાજ્યની ઓળખ છે.

આશરે પંદરમી સદીની આસપાસ ચૈતન્ય મહાપ્રભુનો ગૌડીય સંપ્રદાય અહીં પ્રસર્યો અને મણિપુરની પ્રજાએ વૈષ્ણવ ધર્મના અનેક પંથોનો અંગીકાર કર્યો. મણિપુરી નૃત્યના માળખાને હાલનું સ્વરૂપ આપવામાં રાજા ભાગ્યચંદ્રે (ઈ.સ.૧૭૬૪) મુખ્ય ભાગ ભજવ્યો છે. રાજા ભાગ્યચંદ્રે નૃત્યશૈલીના પાઠચપુસ્તક જેવું “ગોવિંદ- સંગીત લીલા વિલાસ’’ પુસ્તક લખ્યું છે.

ગુજરાતમાં મણિપુરી નૃત્ય

અમદાવાદમાં સારાભાઈ કુટુંબમાં જ પ્રથમ મણિપુરી નૃત્ય પણ આવ્યું. તેના ગુરુ નબકુમારસિંહે પછી મુંબઈમાં મેધાયોધ અને અન્ય શિષ્યાઓને આ શૈલીમાં તૈયાર કરી.

સવિતાબેન મહેતા – મણિપુરી નૃત્યના રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર પિતાનું નામ નાનજી કાલિદાસ મહેતા .ગુજરાતમાં પોરબંદર સ્થિત પરંતુ મુંબઈને પણ કર્મભૂમિ બનાવનાર સવિતાબેને મણિપુરી શૈલીનાં બધા પલ્લાં આત્મસાત કર્યા છે. તેમને મણિપુરના મહારાજા દ્વારા ‘ઉતમ મણિપુરી નર્તન’નો, ગુજરાત રાજ્ય સંગીત નાટક નૃત્ય અકાદમી દ્વારા તામ્રપત્ર વગેરે અનેક એવોર્ડ- પુરસ્કારો મળ્યા છે.

પ્રીતિ પટેલે પારંપરિક મણિપુરી નૃત્યમાં ‘યાંગ-ટા’ (એક પ્રકારનું માર્શલ આર્ટ) નું સંયોજન પણ કર્યું છે.

ઝવેરી બહેનો : – નયના ઝવેરી, રંજના ઝવેરી, સુવર્ણા ઝવેરી અને દર્શના ઝવેરી બહેનોનું મણિપુરી નર્તનક્ષેત્રમાં મહત્વનું આગવું પ્રદાન છે. આ ઝવેરી બહેનોના ગુરુ બિપિનસિંહ જેવા પ્રતિભાશાળી વ્યક્તિ હતા. ઝવેરી બહેનોએ ગુરુ બિપિનસિંહ તથા કલાવતીદેવીના સાથથી મણિપુરી નૃત્યમાં શિક્ષણ અને સંશોધનના કાર્યને વેગ આપવા મણિપુર, કલકતા અને મુંબઈમાં ‘મણિપુરી નર્તનાલય’ નામની સંસ્થા સ્થાપી.

(૬) મોહિની અટ્ટમ

મોહિની અટ્ટમ નૃત્યનું કેન્દ્ર ‘કેરળ’ છે. મોહિની અટ્ટમ નૃત્ય કેરળની નૃત્યશૈલીનો મહત્વનો પ્રકાર છે. જેમાં લાસ્ય અને તાંડવ નૃત્યમુદ્રાઓ સમાયેલી છે. આ નૃત્યશૈલીમાં કથકલી શૈલીનો આભાસ થાય છે, જે વ્યક્તિગત રૂપે રજૂ કરી શકાય છે. આ નૃત્યનો ઉલ્લેખ ઈ.સ.૯૩૪ ના નંદુમ પુરાતલી શિલાલેખમાં મળે છે. મોહિનીઅટ્ટમનું વિચારબીજ સ્વાતિ તિરુનાલના દરબારમાંથી મળ્યું. ૧૯ મી સદીમાં સ્વાતિ તિરુનાલના દરબારમાં મુખ્ય સંગીતકાર પરમેશ્વર ભર્શાવતારે અને વાડીવેલું બન્નેએ મળીને નૃત્યનો નવો પ્રકાર વિકસાવ્યો, જેમાં

ભરતનાટયમ્ નૃત્યશૈલી અને કથકલી નૃત્યશૈલીના કેટલાંક અંશોને લીધા. આ સમિશ્રણ નૃત્ય એટલે મોહિની અટ્ટમ

(૭) ઓડિસી

ઓડિસી નૃત્યનું કેન્દ્ર ઓડિસા (ઓરિસ્સા) છે.
ઓડિસી શાસ્ત્રીય નૃત્ય છે જે નાટયશાસ્ત્રમાં વર્ણવેલ ઓદ્ર નૃત્ય પર આધારિત છે. જે એક પ્રાચીન નૃત્યશૈલી છે. ઈ.સ. પૂર્વેની પહેલી શતાબ્દીની ઓરિસ્સાની ઉદયગિરિ – ખંડિંગર નામની પહાડીઓની ‘રાનીઝુમ્યા ગુફા’ ની મૂર્તિકલાથી નર્તન કરતી નર્તિકાઓ જોવા મળે છે.

ઓડિસી નૃત્ય હિન્દુ મંદિરોમાં અને શાહી દરબાર બન્નેમાં વિકસિત થયું હતું. ઓડિસાના અસંખ્ય મંદિરો અને તેરમી સદીના કોણાર્ક મંદિરમાં બનેલ નાટયમંડપથી ઓડિસી નૃત્યની એક મહત્વપૂર્ણ પરંપરાની જાણ થાય છે.

અગિયારમી સદીના મહાન કવિ જયદેવ (૧૦૭૭-૧૧૪૭) ના ગીતગોવિંદમાંથી ગીતો ગાવાની પ્રથા હજી અક્ષુણ્ણ રહી છે. ભગવાન જગન્નાથના મંદિરમાં થતા છત્રીસ પ્રકારના નિયોગ દૈનિક પૂજાવિધિ પ્રસંગે માહારીઓનું રોજનું નૃત્ય પણ એક અગત્યનું અંગ હતું. આ માહારીઓના નર્તનમાંથી ઓડિસી નૃત્યનો જન્મ થયો છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
યોજના ને લગતી તમામ માહિતી માટેઅહીં ક્લિક કરો

ગુજરાતની સંસ્કૃતિ, કળા અને સંસ્કૃતિ, ગુજરાતમાં ભરતનાટ્યમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *