હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ, કમ્પ્યુટર નું વર્ગીકરણ, કમ્પ્યુટર શું છે?

હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ :- હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ ને જોવા માટે સંગ્રહ કરી શકાતો નથી.કાયમી પરિણામ માટે તમારે પ્રિન્ટરની જરૂર પડશે જે…

હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ, કમ્પ્યુટર નું વર્ગીકરણ, કમ્પ્યુટર શું છે

હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ :- હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ ને જોવા માટે સંગ્રહ કરી શકાતો નથી.કાયમી પરિણામ માટે તમારે પ્રિન્ટરની જરૂર પડશે જે પણ સામાન્ય ડિવાઈસ છે. પ્રિન્ટરને

વાપરીને તમે કાગળ પર પરિણામ મેળવી શકો છો. પ્રિન્ટર્સ ખૂબ ઝડપથી છાપવા માટે સક્ષમ હોય છે. PC સાથે સામાન્ય રીતે વપરાતા પ્રિન્ટર્સ ડોટમેટ્રિકસ અને લેસર પ્રિન્ટર્સ છે.ડોટમેટ્રિકસ પ્રિન્ટર ઈન્ક – જેટ પ્રિન્ટર લેસર પ્રિન્ટર ટપકાંઓ (ડોટસ ) થી બનેલા અક્ષરો છાપે છે(૨) હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓઃ હાર્ડવેર:

હાર્ડવેર કોમ્પ્યુટરને જ ઓળખવા વપરાતો શબ્દ છે. તમામ વાઘર, માઈક્રોપ્રોસેસર, ઈનપુટ અને આઉટપુટ ડિવાઈસીસ અને જોઈ શકાય અને બદલી શકાય તેવા અન્ય ભાગો ને કમ્પ્યુટરના હાર્ડવેર કહે છે.કમ્પ્યુટરના તમામ ભૌતિક ભાગો હાર્ડવેર છે. ‘ભૌતિક’ એટલે એવા ભાગ જે જોઈ શકાય અને બદલી શકાય.

હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ

સોફ્ટવેર

કમ્પ્યુટરને ઈચ્છિત કાર્ય કરવા સુચના આપવી પડે છે તેથી કમ્પ્યુટરે અનુસરવાની સુચનાઓ તબક્કાવાર નકકી કરવાનું જરૂરી છે. કમ્પ્યુટર દ્વારા સમજી શકાય તેવી ભાષામાં લખાયેલ સૂચનાઓની આવી સિક્વન્સ (શ્રેણી) ને કમ્પ્યુટર પ્રજ્ઞામ કહે છે. સોફટવેર શબ્દ કમ્પ્યુટર પ્રોગ્રામનો સેટ છે.ચોકકસપણે હીએ તો સોફટવેર એટલે એકત્રિત પ્રોગ્રામ જેનો હેતુ હાર્ડવેર મશીનની ક્ષમતાઓ વધારવાનો હોય છે. કમ્પ્યુટર સોફટવેર ત્રણ કક્ષાઓમાં વહેંચી શકાય

  • સિસ્ટમ સોફટવેર
  • સામાન્ય હેતુ માટે ના સોફટવેર
  • એપ્લીકેશન સોફટવેર

કમ્પ્યુટર નું વર્ગીકરણ

કમ્પ્યુટર્સ તેમના કદ અને તેઓ જે હેતુ પૂર્ણ કરે છે તેની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. આખો ઓરડો રોકી શકે તેવા કમ્પ્યુટર્સથી માંડીને નાની પેટીમાં લઈ શકાય તેવા કમ્પ્યુટર્સ હોય છે. આ કમ્પ્યુટર્સ મોટી સંસ્થાઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓ અને વધુ ને વધુ ઘરોમાં વાપરવામાં આવે છે. સંસ્થાઓ વૈજ્ઞાનિકથી વાણિજિયક પ્રકારના વિવિધ વપરાશ માટે કમ્પ્યુટર્સ વાપરે છે. સૌથી વ્યાપકપણે વપરાતા કમ્પ્યુટરને પર્સનલ કમ્પ્યુટર (PC) કહેવાય છે જે સામાન્ય રીતે ટેબલ પર રાખી શકાય છે. કમ્પ્યુટર જે પ્રવૃતિ કરી શકે છે તેના પ્રકારના આધારે તેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.

એનેલોગ કમ્પ્યુટર

આ કમ્પ્યુટર્સ ભૌતિક માપ એટલે કે તાપમાન, જથ્થો, દબાણ વગેરેને માપી શકે છે અને તેને સંખ્યાકીય મૂલ્યોમાં પરીવર્તિત કરે છે. ઉદાહરણ તરીકે, થર્મોમીટર કોઈ ગણતરી કરતુ નથી પણ તેમાં રહેલાં મરક્યુરી(પારા) ના વિસ્તરણથી શરીરનું ઉષ્ણતામાન માપે છે. એનેલોગ કમ્પ્યુટર્સ વૈજ્ઞાનિક અને ઈજનેરી હેતુઓ માટે વાપરવામા આવે છે.

ડિઝિટલ કમ્પ્યુટર

આ કમ્પ્યુટર્સ ડિઝીટલ ડેટાને ચલાવે છે અને તેના પર ગાણિતીક અને તાર્કિક કામ કરે છે. ડિઝીટલ કમ્પ્યુટર્સ વિવિધ પ્રકારના ડેટા સેટર્ન અને સૂચનાઓને સંગૃહ કરી શકે છે તેથી તેને જુદીજુદી એપ્લીકેશનમા વાપરી શકાય છે. ડિઝીટલ કમ્પ્યુટર્સના પ્રકારો : આજના કમ્પ્યુટર્સ આખા ઓરડાને રોકી શકે તેવા પ્રકારથી માંડીને નાની નોટબુક કરતા પણ નાના પ્રકારના અલગ અલગ કદના હોય છે. તેમના કદ અને તેમની સ્પીડ,સંગ્રહક્ષમતા વગેરેને આધારે કમ્પ્યુટર્સને નીચે મુજબના પ્રકારમાં વહેંચી શકાય.

  • સુપર કમ્પ્યુટર
  • મેઈનફ્રેમ કમ્પ્યુટર
  • મીની કમ્પ્યુટર
  • માઈકો કમ્પ્યુટર

સુપર કમ્પ્યુટર

સુપર કમ્પ્યુટર અનેક પ્રોસેસર અને વધુ સારી ટેકનોલોજી વાપરી વધારે ઝડપી પ્રોસેસીંગ સ્પીડ સાથેના આ વિશાળ કમ્પ્યુટર્સ છે. આ કમ્પ્યુટર્સ જેમાં ખૂબ ઓછા સમયમાં વિશાળ ડેટાને ચલાવવાનો હોય તેવા હવામાનની આગાહી અને ઉપગ્રહના દેખરેખ –નિયંત્રણ જેવી અટપટી વેજ્ઞાનિક એપ્લીકેશન ચલાવવા થાય છે. સુપર કમ્પ્યુટર્સમાં અનેક ALU હોય છે જે એક જ સમયે પેરેલલ પ્રોસેસીંગ ”તરીકે ઓળખાતા કામ કરવા સક્ષમ હોય છે. આ કમ્પ્યુટર્સના ઉદાહરણો CRAY, XMP24, NEC500, PARAM ( ભારતે વિકસાવેલ પ્રથમ સુપર કમ્પ્યુટર )

મેઈનફ્રેમ કમ્પ્યુટર

મેઈનફ્રેમ ખૂબ મોટા કમ્પ્યુટર હોય છે જેમા મુખ્ય મેમરી ( યાદશકિત) સંગ્રહક્ષમતા ખૂબ વધુ હોય છે. તે મોટી સંખ્યામાં ડેટાને ઉંચી સ્પીડમાં પ્રોસેસ કરી શકે છે. આમ તેને મોટી કંપનીઓ, સરકારી વિભાગો વગેરે દ્વારા વાપરવામા આવે છે. આ મેઈનકમ કમ્પ્યુટરને નેટવર્ક પર નાના કમ્પ્યુટર્સ સાથે જોડી શકાય છે તેમજ તે વિશાળ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્કના હોસ્ટ તરીકે કામ કરીને હજારો યુજર્સને સહાય કરી શકે છે.

મીની કમ્પ્યુટર

મીની કમ્પ્યુટર મધ્યમ કદનું કમ્પ્યુટર છે, જે માઈક્રોકમ્પ્યુટર કરતા વધુ મોંધુ અને શક્તિશાળી હોય છે. હકીકતમાં તે મેઈનફ્રેમ કમ્પ્યુટરનું નાનુ બનાવેલું વર્ઝન છે. આ કમ્પ્યુટર એક જ સમયે કેટલાક યુઝર્સને સહાય કરી શકે છે. આવુ તે મલ્ટીટર્મિનલ, ટાઈમ શેરીંગ સિસ્ટમથી કરી શકે છે. આજે વાણિજિયક સંસ્થાઓમાં મીની કમ્પ્યુટર લોકપ્રિય ડેટા પ્રોસેસીંગ સિસ્ટમ છે. મીની કમ્પ્યુટર્સનાં વેપારમા પેરોલ પ્રોસેસીંગ, પ્રોસેસ કંટ્રોલ, ઈન્વોઈસીંગ ( બીલ બનાવવા ) અને જથ્થાના નિયંત્રણ જેવા ઘણા ઉપયોગો છે. આ કમ્પ્યુટર્સ મુખ્યત્વે મોટી સંસ્થાઓ, સરકાર અને મધ્યમ કદની સંસ્થાઓ માટે વિભાગીય કમ્પ્યુટર તરીકે વાપરવામા આવે છે.

માઈક્રો કમ્પ્યુટર

આ સૌથી નાના પ્રકારના ઉપલબ્ધ કમ્પ્યુટર્સ છે. માઈક્રો કમ્પ્યુટરમાં માઈક્રો પ્રોસેસર નામની એક ચીપ પર ગણિત અને નિયંત્રણ એકમો જોડાયેલા હોય છે. માઈક્રો કમ્પ્યુટરની કામગીરીની વિવિધ કક્ષાઓને આધારે તેને નીચેનામાં વહેંચી શકીએ :

પર્સનલ કમ્પ્યુટર

આનો ઉદ્યોગ ૧૯૭૭ માં શરૂ થયો જયારે એપલ, રેડીયો શેક અને કોમોડોર ટેબલ પર રાખી શકાય તેવા કમ્પ્યુટર ને ગ્રાહ ક માટેની વસ્તુ તરીકે ઓળખ આપી. પ્રથમયંત્રો માં ૮ બીટ માઈક્રોપ્રોસેસર, મહત્તમ KB મેમરી અને સંગ્રહ માટે ફલોપી ડિસ્ક વપરાયાં હતાં. એપલ ૨, અટારી ૫૦૦ અને કોમોડોર ૬૪ લોકપ્રિય હોમ કમ્પ્યુટર્સ બન્યા તેમજ વિસીકેલ્ક સ્પ્રેડશીટની શરૂઆત થતા આ કંપનીઓમાંથી એપલ સફળ થઈ. આમ છતાં, ૧૯૮૦નાં દસકાની શરૂઆતના વર્ષોમાં વેકટર ગ્રાફિક,ોયસ્ટાર, ઓસર્બોન અને કેપ્રો જેવાં અસંખ્ય વેન્ડર (છુટક વિક્રેતા ) દ્વારા વાપરવામાં આવતા 280 પ્રોસેસર અને CPIM ઓપરેટિંગ સિસ્ટમનું સમગ્ર વાણિજય વિશ્વ પર પ્રભુત્વ સ્થાપિત થયું. ૧૯૮૩ સુધીમાં હાર્ડડિસ્કનો વપરાશ શરૂ થયો પરંતુ CPI ઓપરેટિંગ સિસ્ટમ ઈતિહાસ બની ગઈ.

ડેસ્કટોપ કમ્પ્યુટર

ડેસ્કટોપ કમ્પ્યુટર સ્વતંત્ર પર્સનલ કમ્પ્યુટર છે જે ખાસ કરીને ઘર અથવા ટેબલ પર રાખીને વાપરવા માટે છે. આ શબ્દ મુખ્યત્વે આ પ્રકારનાં પર્સનલ કમ્પ્યુટરને પોંટેબલ કમ્પ્યુટર્સ અથવા લેપટોપ થી અલગ પાડવા વપરાય છે પરંતુ PDA જેવા અન્ય પ્રકારનાં કમ્પ્યુટર, સર્વર અને મેઈનફ્રેમથી અલગ પાડવા વપરાય છે. હાલમા ડેસ્કટોપ વધારે પોષાય તેવા અને સર્વસામાન્ય કમ્પ્યુટર છે જેને વારંવાર વેપાર, શાળા, ઘર અને અન્ય સંસ્થાઓમાં વાપરવામાં આવે છે. લગભગ દરેક આધુનિક ડેસક્ટોપ કમ્પ્યુટર મોડયુલર છે. એટલે કે તેના ભાગ સહેલાઈથી બદલી શકાય છે અથવા તેને અપગ્રેડ કરી શકાય છે.

ડેટા/માહિતીની રજૂઆત / ડેટા પ્રોસેસીંગની લાક્ષણિકતાઓ

કમ્પ્યુટર ઈલેકટ્રોમેકેનીકલ ડિવાઈસ છે જે ડેટાને સંગ્રહ કરેલા સૂચનાકીય કાર્યક્રમ(પ્રોગ્રામ) ની મદદથી અર્થસભર ડેટામાં રૂપાંતરીત કરે છે.

૧. ડેટાનુ કમ્પ્યુટર દ્વારા પ્રોસેસ થઈ શકે તે સ્વરૂપમાં રૂપાંતરણ

૨. કમ્પ્યુટર દ્વારા ડેટાનો સંગ્રહ અથવા પ્રોસેસીંગ

૩. યંત્રો દવારા માહિતીનું પ્રોસેસીંગ, ઈન્ફરમેશન ટેકનોલોજી વ્યવસાય માટે પ્રથમ નામ ડેટા પ્રોસેસીંગ વાપરવામાં આવ્યુ હતું અને હજુ પણ તે મૂળ ટાઈટલ તરીકે વપરાય છે. શરૂઆતના દિવસોમાં તેનો અર્થ ટેબ્યુલેટિંગ મશીનમાં પેચ કાર્ડ દાખલ કરવાનો થતો હતો ત્યાર પછી કમ્પ્યુટર્સ આવ્યાં.

૪. ડેટા પ્રોસેસીંગ : આ સંદર્ભમાં, તે ખાસ કરીને વ્યવસાયના ખરેખર ડેટાના પ્રોસેસીંગનો ઉલ્લેખ કરે છે જે ઓપરેટિંગ સિસ્ટમઅને નેટવર્કના ઓવરહેડના પ્રોસેસીંગથી અલગ છે. ઘણા કિસ્સાઓમાં ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસીંગની સરખામણીએ કમ્પ્યુટર ખૂબ ઓછું ડેટા પ્રોસેસીંગ કરે છે.

માહિતી અને ડેટાની વ્યાખ્યા,ડેટાના મૂળભૂત પ્રકારો

ડેટા : ડેટા એટલે અવ્યવસ્થિત (રો) હકીકતો. તમે જાણો છો કે કમ્પ્યુટર આપણને ઘણી બાબતો કરવામા અને મુશ્કેલીઓ ઉકેલવામા મદદ કરે છે. ડેટા એટલે નામો, આકૃતિઓ અથવા મુશ્કેલી ઉકેલવા જરૂરી કોઈપણ વિગત. માહિતી: ડેટાને યોગ્ય ક્રમમાં પ્રોસેસ કરીને અથવા ડેટા વાપરતા લોકોને અર્થસભર હોય તેવા ઈચ્છિત ર્ફોમેટમાં પ્રોસેસ કરીને મળતી માહિતી. કમ્પ્યુટર પત્રો, અહેવાલો, યાદીઓ અથવા અસંખ્ય અન્ય વિગતોના સ્વરૂપમાં માહિતી આપવા જુદીજુદી રીતે ડેટા પ્રોસેસ કરવા જુદાજુદા પ્રોગ્રામ વાપરી શકે છે.

હોમ પેજ સઅહીં ક્લિક કરો
રકારી નોકરી અને યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

હાર્ડવેર અને સોફટવેર ની લાક્ષણિકતાઓ, કમ્પ્યુટર નું વર્ગીકરણ, કમ્પ્યુટર શું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *