આગામી 72 કલાક આગાહી: ગુજરાતનાં આ જિલ્લાઓમાં હવામાનનું એલર્ટ, જુઓ તમારા કેવું રહેશે વાતાવરણ

Heavy rain forecast in next 72 hours: દેશના દરેક રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી રહી છે. આઠ જૂને કેરળમાં મોનસૂને દસ્તક દીધા બાદ મોટા ભાગના રાજ્યમાં વરસાદ પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાઉથ વેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. જેના કારણે સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસું પહોંચ્યું ન હોય તેવો કોઈ વિસ્તાર બાકી નથી. બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતનાં આ જિલ્લાઓમાં હવામાનનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગાણી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે. 4 જુલાઈથી પવનની ગતિમાં વધારો થઈ શકે છે. જ્યારે 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડશે. આગામી 4થી 7 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Heavy rain forecast in next 72 hours
આગામી 72 કલાક આગાહી: ગુજરાતનાં આ જિલ્લાઓમાં હવામાનનું એલર્ટ, જુઓ તમારા કેવું રહેશે વાતાવરણ 2

વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે


આગામી 6 જુલાઈથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.

ક્યાં ઝોનમાં કેટલા ટકા ભરાયા ડેમ

ઝોનનું નામકેટલા ટકા
ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો48.72 ટકા ભરાયા
મધ્યગુજરાતના 17 જળાશયો30.89 ટકા ભરાયા
દક્ષિણ ગુજરાતના 13 જળાશયો35.39 ટકા ભરાયા
સૌરાષ્ટ્રના 141 જળાશયો47.18 ટકા ભરાયા
કચ્છના 20 જળાશયો50.95 ટકા ભરાયા

રાજકોટના જસદણ અને ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

રાજકોટના જસદણ અને ગોંડલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં જસદણના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ યથાવત રહ્યો છે. આ તરફ ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં બાંદરા ગામે 1 કલાકમાં સાંબેલાધાર 5 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત આટકોટ ગઢડીયા શિવરાજપુર લાલકા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેની સાથે જ જસદણમાં અંદર ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થયો છે. જ્યારે જસદણ શહેરની અંદર નાના નાના બાળકો પણ વરસાદનો આનંદ લઈ રહ્યા છે. તેમજ ધોધમાર વરસાદ થી રસ્તા પર નદીઓ વહેતી થઈ છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!