જીગ્નેશ કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની?

મહેસાણાના ખેરાલુના વતની અને ગુજરાતના જાણિતા ગાયક જીગ્નેશ બારોટ ઉર્ફે જીગ્નેશ કવિરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જિગ્નેશ કવિરાજને પાણીમાં બેસી જવાનું રહેશે. ભાજપમાંથી જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે પણ સંગઠનમાં કામગીરી કરવા માટે જવાબદારીઓ દેવાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

જીગ્નેશ કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની
જીગ્નેશ કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની? 2

જીગ્નેશ કવિરાજને પાણીમાં બેસાડશે ભાજપ?


અગાઉ જીગ્નેશ બારોટ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાના છે તેવા સમાચાર ચાલી રહ્યા છે પરંતુ પક્ષ મામલે હજુ કોઈ જાહેરાત નહોતી થઈ. થોડા દિવસો અગાઉ સમાચાર ચાલી રહ્યા હતા કે જીગ્નેશ કવિરાજ અપક્ષમાં લડશે. જીગ્નેશ કવિરાજ મૂળ ખેરાલુના છે અને તેમની ફેન ફોલોવિંગ ખેરાલુ વિસ્તારમાં વધારે છે. માટે ખેરાલુ વિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી સંભાવાનાઓ ચાલી રહી હતી પરંતુ હવે બધી સંભાવનાઓ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભાજપમાં જોડાયા બાદ જીગ્નેશ બારોટને ચૂંટણી લડવા નહીં મળે અને કવિરાજને પક્ષને મજબૂત કરવા અને મતદાન પહેલા ભાજપને જીતાડવાની કામગીરી કરવાની રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા શિસ્તબદ્ધ ગણાતી ભાજપ ઘણી નવાજૂની કરે તેવા એંધાણ છે. બે જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ભાજપે પોતાના પક્ષમાં જોડી લીધા છે ત્યારે હવે ભાજપ કઈ નવી ચાલો ચાલશે તે જોવાનું રહેશે.

કોણ છે જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ)?

  • જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.
  • તેમના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.
  • તેમને પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો.
  • જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે.
  • આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છવાયેલું છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!