JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, છેલ્લી તારીખ 05/12/2023

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.P.H.C. અને U.C.H.C.ની કુલ 101 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • કુલ 101 જગ્યાઓ માટે ભરતી.
  • ojas.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.
  • 05-12-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023


ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાળે આવેલ U.P.H.C. (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ મંજુર કરેલ છે.

શૈક્ષણીક લાયકાત

  • JMC Recruitment 2023 Education Qualification: પોસ્ટ મુજબ અલગ લાયકાત આપેલ છે તેથી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી માટે આપેલ ઓફિશિયલ જાહેરાત જુઓ.

JMC Recruitment 2023 નોંધ :-

  • (૧) દરેક નિમણુંક માટે લાયકાતના ધોરણો રાજ્ય સરકારના પ્રવર્તમાન ભરતી નિયમો અને સૂચનાઓને આધીન રહેશે.
  • (૨) આ જાહેરાત સંદર્ભે કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે સામાન્ય વહીવટ વિભાગ, બીજો માળ, લાલ બંગલો જ્યુબીલી ગાર્ડન પાસે, જામનગર મહાનગરપાલિકા ખાતે રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૮૮-૨૫૫૦૨૩૧ થી ૨૩૫ (એક્સ્ટે.નં.-૨૦૫ અને ૨૦૭) ઉપર ઓફીસ સમય દરમ્યાન સવારે ૧૧-૦૦ થી ૦૧ : ૦૦ અને બપોરે ૦૩-૦૦ થી ૦૫ : ૦૦ સુધી સંપર્ક કરી શકાશે.
  • (3) જાહેરાત ક્રમાંક : ૧ થી ૬ માં મહિલાઓ માટેની અનામત જગાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહી થાય તો તે જગા જે-તે કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે.
  • (૪) જાહેરાત ક્રમાંક : ૮ સિવાયની તમામ જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગાઓ અનામત ન હોય તો પણ મહિલા ઉમેદવારો જે-તે કેટેગરીમાં અરજી કરી શકે છે.
  • (૫) જાહેરાતમાં જે-તે કેટેગરીમાં કુલ જગાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગાઓ સિવાયની બાકી રહેતી જગાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું રહેશે નહી, આ જગા ઉપર પુરુષ

તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ મેળવેલ માર્કસના મેરીટને ધ્યાને લઇ કરવામાં આવે છે. તેથી આવી જગાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.

વય મર્યાદા

ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વ્ય ઉપર કોષ્ટકમાં આપેલ મુજબ. અનામત વર્ગના ઉમેદવારો નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી

સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 500/- રહેશે. તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સસર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે રૂપિયા 250/- ભરવાની રહેશે. પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે.

નોંધ : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશેની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત ઓફીશીયલ સાઈટપર જઇને તપાસો અને તેમાં આપેલ તમામ વિગતો શાંતિ પૂર્વક વાંચો અને પછી ક અરજી કરો

જામનગર મહાનગરપાલિકા માટેની જાહેરાત અહીં ક્લિક કરી મેળવી શકશો તથા ફોર્મ ભરવા માટે ojas.gujarat.gov.in પર જય ફોર્મ ભરી શકશો.

જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ધરાવતા ઉમેદવારો છેલ્લી સુવર્ણ તક છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડી હતી.