Junior Clerk New Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ ક્યારે લેવાશે

Junior Clerk New Exam Date 2023: ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક (Junior clerk paper leak) થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. જે બાદમાં હવે IPS હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધતા એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk New Exam) લેવાનો દાવો કર્યો છે.

Junior Clerk New Exam 2023

સંસ્થા નું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
નવા અધ્યક્ષIPS હસમુખ પટેલ
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખએપ્રિલ મહિનામાં પરીક્ષા યોજાઈ શકે.
જુનિયર કલાર્કની કુલ જગ્યાઓ1181
જુનિયર કલાર્ક ઉમેદવારોની સંખ્યા9.53 લાખ
સત્તાવાર વેબસાઈટgpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે.

Junior Clerk New Exam
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર

સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે. આ દરમ્યાન હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, (Junior Clerk New Exam Date 2023) ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!