તિરુવનંતપુરમ પ્રાકૃતિક તેમજ સ્થાપત્યનાં સૌંદર્યથી ભરેલું આ શહેર કેરલની રાજધાની છે. અહીં પદ્મનાભસ્વામી મંદિર, કુટિરમાલિકા મહેલ સંગ્રહાલય, તારા મંદિર, નેપિયર સંગ્રહાલય, પ્રાણીઉદ્યાન તથા શિવગિરિ મઠ જોવાલાયક છે. નજીકમાં સારાભાઈ સ્પેસ રિચર્ચ સેન્ટર આવેલું છે.
કેરલમાં આવેલા પ્રવાશનના સ્થળો
આલપ્પુઝા: ભારતનું વેનિસ તરીકે જાણીતું આ શહેર ઉત્તર-દક્ષિણ વચ્ચેના જળમાર્ગોનું મિલનસ્થાન છે. અહીં ઓણમ તહેવારના સમયે યોજાતી નૌકાસ્પર્ધા જોવા વિદેશીઓ આવે છે. અહીં પેપર ઉદ્યોગ વિકસ્યો છે.
એલેપીઃ પૂર્વના વેનિસ તરીકે ઓળખાતા આ શહેરમાં પેપર ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
કાલડી: આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ છે.
કોચીઃ આ પશ્ચિમકિનારાનું બંદર છે. અહીં સિનેગોગ, ડચ પૅલેસ, સેંટ ફ્રાન્સિસ ચર્ચ તેમજ રજવાડી સ્થાપત્યો જોવાલાયક છે. અહીં વહાણ બાંધવાનો ઉદ્યોગ તેમજ રિફાઇનરી આવેલી છે.
કોડુંગલૂરઃ ભારતની સૌપ્રથમ મસ્જિદ અહીં આવેલી છે. ♦ કોઝિકોડ (કાલિકટ) : બંદર તેમજ વાસ્કો-દ-ગામાનું આગમન સ્થળ છે.
કોટ્ટયમઃ સેંટ થોમસનું આગમન સ્થળ છે.
કોવળમઃ તિરુવનંતપુરમથી 14 કિમીના અંતરે આવેલાં આ સ્થળે જગપ્રસિદ્ધ સમુદ્રકિનારો આવેલો છે.
ચેરુતરુત્તી; કથકલી તેમજ મોહિનીઅટ્ટમ નૃત્યનું કેન્દ્ર છે.
ત્રિશૂરઃ શહે૨ની પાસે ગુરુવાયૂર છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનું લાકડા તેમજ ગ્રેનાઇટથી બાંધેલું પ્રાચીન મંદિર છે.
થેક્કડી: હાથી, વાઘ, નીલગાય પ્રાણીઓનું ‘પેરિયાર’ નામનું અભયારણ્ય છે ૦ થુમ્બા: ભારતનું રૉકેટ મથક છે. આ સ્થળેથી પરીક્ષણ માટેના રૉકેટ છોડવામાં આવે છે.
પોનમુડી: તિરુવનંતપુરમથી 60 કિમી દૂર આવેલું આ હવા ખાવાનું સ્થળ છે.
મલપ્પુરમઃ બંદર પરનું પર્યટન સ્થળ છે.
મુન્નારઃ હવા ખાવાનું સ્થળ છે. પાસે એરાવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ચિન્નાર અભયારણ્ય આવેલાં છે, જેની પાસે આનૈમુડી શિખર, લવ લેઇક પૉઇન્ટ તથા ઇકો પૉઇન્ટ આવેલાં છે.
વરકલાઃ થોર સમાજસુધારક શ્રી નારાયણગુરુની સમાધિ અહીં આવેલી છે.
વાગામાનઃ કોટ્ટયમથી 65 કિમી દૂર આવેલું ગિરિમથક છે. અહીં થંગલ રોક (મુસ્લિમોનું પવિત્ર સ્થળ), મરુગન હિલ (હિન્દુઓનું પવિત્ર સ્થળ) તથા કુરિસુમાલા હિલ (ખ્રિસ્તીઓનું પવિત્ર સ્થળ) જોવાલાયક છે.
શબરીમાલા: હિન્દુ ધર્મીઓનું તીર્થસ્થળ છે. અહીં હરિહરસુત ભગવાન અયપ્પાનું મંદિર આવેલું છે.
ગોવા આવેલા પ્રવાશનના સ્થળો
પણજી ગોવાની રાજધાની છે. અલ્ટિન્હો હિલ, મિરામાર સમુદ્રકિનારો, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી જોવાલાયક છે. પ્રકૃતિએ ભરપૂર સુંદરતા જંગલો, ખીણો, વાડીઓ, ધોધ વગેરે સ્વરૂપે બક્ષી છે. ♦ ઓલ્ડ ગોવાઃ આ રોમન કૅથલિક ખ્રિસ્તી ધર્મના લોકોનું પવિત્ર સ્થળ છે.
કલંગુટઃ સુંદર સમુદ્રકિનારો છે.
વળેઃ હિન્દુ તીર્થસ્થળ છે. અહીં શાંતાદુર્ગાનું મંદિર છે. ૦ કોલવાઃ૨મણીય સમુદ્રકિનારો છે.
દૂધસાગરઃ જલપ્રપાતવાળું અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ડોના પોલાઃ સુંદર દરિયાકિનારો છે.
વાગાતોરઃ ૨મણીય સમુદ્રકનારો છે.
વાસ્કોઃ બાયના સમુદ્રકિનારો, પિનાકી બેટ, ભારતનું પ્રથમ અંડર વૉટર સી-વૉક કેન્દ્ર, નૅશનલ અંટાર્ટિક મહાસાગર સંશોધન કેન્દ્ર જોવાલાયક છે.
માર્માગોવાઃ આ પશ્ચિમકિનારાનું મહત્ત્વનું બંદર તેમજ સહેલાણીઓ માટેનું સ્વર્ગ છે.
કેરલ અને ગુવામાં આવેલા પ્રવાશનના સ્થળો,
Socioeducation Homepage | Click Here |
