કર્ણાટકમાં આવેલ ફરવા લાયક સ્થળો અને તેના હિલ સ્ટેશન છે ખુબજ સરસ

કર્ણાટકમાં આવેલ ફરવા લાયક સ્થળ અને તેના હિલ સ્ટેશન છે ખુબજ સરસ જો તમે ફરવા જવાનું વિચારતા હો તો આ છે સરસ ફરવા માટે ના બેસ્ટ સ્થળો જે તમને નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે

કર્ણાટકમાં આવેલ ફરવા લાયક સ્થળો

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની છે. અહીં કબ્બન પાર્ક, લાલબાગ, નંદી મંદિર, ટીપુ સુલતાનનો મહેલ, વિશ્વેશ્વરૈયા ઔદ્યોગિક મ્યુઝિયમ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સની ફૅક્ટરી, રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, વિમાનનું કારખાનું, નેહરુ પ્લૅનેટોરિયમ, ઉલસુર સરોવર, માહિતી તંત્રજ્ઞાન કેન્દ્ર (ભારતનું સિલિકોનવેલી) આવેલું છે. આ શહેર રેશમ, કાષ્ઠ, ચંદન, કાપડ, હાથીદાંત અને બીજા હસ્તકલાના ઉદ્યોગો માટે જાણીતું છે. બેંગલૂર પાસે બન્નીર ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જોવાલાયક છે.

અઈયોળઃ વાતાપિના ચાલુક્યોના સ્થાપત્યના અવશેષો જોવાલાયક છે. આ નગરમાં બંધાયેલાં સિત્તેર જેટલાં મંદિરોનો ઇતિહાસ, પુરાતત્ત્વ તેમજ કલાની દૃષ્ટિએ મહત્ત્વનો છે. અહીં લાડખાન મંદિર, સૂર્યનારાયણ મંદિર જોવાલાયક છે.

ઉડુપી : હિન્દુ ધર્મનું તીર્થસ્થળ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય મંદિર છે.

કૃષ્ણરાજસાગર : કાવેરી નદી પર બાંધવામાં આવેલી બંધ તેમજ વૃંદાવન ઉદ્યાન જોવાલાયક છે.

કેમ્મુન્ગુંડી: હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે.

કોલારઃ સોનાની ખાણ આવેલી છે.

ગાણગાપૂર : હિન્દુ ધર્મનું તીર્થસ્થળ છે. દત્ત સંપ્રદાયનું કેન્દ્ર તેમજ દત્ત મંદિર છે. કલબુરિંગ (ગુલબર્ગા) : પ્રસિદ્ધ કિલ્લો તથા ચિશ્તી સંત બંદનવાઝની દરગાહ આવેલી છે.

ગોકર્ણ મહાબળેશ્વરઃ હિન્દુ ધર્મનું તીર્થસ્થળ તેમજ મહાબળેશ્વર શિવજીનું દેવાલય છે.

ગોકાક : જળધોધ તેમજ ઘટપ્રભા બંધનું સ્થળ હોવાના કારણે પર્યટન મથક તરીકે વિકસ્યું છે.

ચિક્કમગલૂરુ (ચિકમગલૂર): બાબાબુદાન નામનું હિન્દુ અને મુસ્લિમનું તીર્થસ્થળ છે. અહીં કૉફીનું ઉત્પાદન થાય છે.

તલકાવેરીઃ હિન્દુ ધર્મનું તીર્થસ્થળ છે. અહીં કાવેરી નદીનું ઉદ્ગમસ્થળ (બ્રહ્મગિરિ) છે.

ધર્મપુરી: હિન્દુ ધર્મનું તીર્થક્ષેત્ર છે. નેત્રાવતી નદીની પાસે ભગવાન શિવનું મંજુનાથ મંદિર છે.

નંદી હિલ્સઃ બેંગલૂરુ પાસે આવેલું ગિરિમથક છે. અહીં યોગનંદીશ્વર મંદિર, અમૃત સરોવર તથા નેહરુ નિલય જોવાલાયક છે.

પટ્ટદકલ : ચાલુક્ય વંશના વિપાક્ષ મંદિર, મલ્લિકાર્જુન મંદિર તથા સંગમેશ્વર મંદિર જોવાલાયક છે.

બંડીપુરઃ અહીં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે.

બદામીઃ ચાલુક્ય વંશનું શાકંભરી મંદિર જોવાલાયક છે.

બીદર : કિલ્લો, રંગીન મહેલ, તખ્ત મહેલ, મદરેસા તેમજ મસ્જિદો જોવાલાયક છે.

બેળુર : હોયસળ શૈલીનાં હિન્દુ મંદિરો આવેલા છે. અહીંનું ચન્નકેશવ મંદિર જોવાલાયક છે.

મડીકેરી : હવા ખાવાનું સ્થળ છે. અહીં ઈરુપ્પુ તથા અમ્બ નામનો ધોધ જોવા જેવો છે.

મેકેદાદુઃ કાવેરી તથા અકવિતી નદીનું સંગમસ્થળ છે.

મંગલૂરુ (મૈગલોર) : ટેકરી પર વસેલું બંદર અને શહેર છે. જહાજવાડો છે. અહીંનો નિકાસ વેપાર નોંધપાત્ર છે. અહીં સુલતાન બૅટરી, સરકારી સંગ્રહાલય, મંગલાદેવી મંદિર, દેવળ વગેરે જોવાલાયક છે.

મૈસૂર (મૈસૂર) : કર્ણાટકનું જૂનું રાજધાનીનું શહેર છે. અહીં કલાવિથી, ચામુંડા ટેકરી તથા તેના પર મહિષાસુરની વિરાટ પ્રતિમા અને ચામુંડા માતાનું સુંદર ભવ્ય મંદિર, લક્ષ્મીવિલાસ પૅલેસ, જગમોહન પૅલેસ, એક પથ્થરમાંથી કોતરવામાં આવેલી નંદીની ભવ્ય મૂર્તિ, ફિલોમિના ચર્ચ તેમજ વૃંદાવન ગાર્ડન જોવાલાયક છે.

રામનગરઃ બેંગલૂરુથી પચાસ કિમીના અંતરે આવેલાં આ શહેરમાં રેશમના કાપડનું મોટું બજાર છે.

વિજયાપુરા (બિજાપુર) : ઉદ્યાનો, મસ્જિદો, મકબરાઓ, મહેલો તથા કિલ્લાઓનું શહેર છે. અહીંનો ઈ.સ. 1659નો ગોળગુંબજ વિશ્વપ્રસિદ્ધ છે. તેનો પ્રતિઘોષકક્ષ આકર્ષણ ધરાવે છે. અહીં સાત માળ ધરાવતો ચાર મિનાર, મુલુખમેદાન, જુમ્મા મસ્જિદ, અસર મહેલ, યાકૂત મહેલ, ગગન મહેલ તેમજ ચાંદબાવડી પ્રખ્યાત છે.

શ્રવણબેળગોળઃ જૈનોનું તીર્થસ્થળ છે. અહીં ઇન્દ્રગિરિ પર્વત પર ગોમટેશ્વરની 53 મીટર ઊંચી મૂર્તિ છે.

શ્રીરંગપટ્ટનમ્ઃ આ શહેર ટીપુ સુલતાનની રાજધાની હતી. અહીં ટીપુ સુલતાનનો ‘દરિયા દૌલત’ મહેલ, ટીપુ સુલતાન તથા હૈદરઅલીની કબર તેમજ શ્રીરંગ મંદિર જોવાલાયક છે.

શૃંગેરીઃ શ્રી આદિ શંકરાચાર્યનો મઠ આવેલો છે.

હમ્પીઃ ઐતિહાસિક શહેર છે, જેમધ્ય યુગમાં વિજયનગર મહારાજ્યની રાજધાની હતું. યુનેસ્કોની સૂચિ અનુસાર આ વિશ્વવારસો છે. મહેલ, રાણીનું સ્નાનાગાર, કમલમહાલય, હજારામ મંદિર, પંપાવતી મંદિર, એકશિલ ઉગ્રનરસિંહની 22 ફૂટ ઊંચી મૂર્તિ, વિઠ્ઠલ મંદિર, વિરૂપાક્ષ મંદિર, શિલારથ તથા સંગ્રહાલય જોવાલાયક છે. © હળેબિડુઃપ્રસિદ્ધ શિવમંદિર જોવાલાયક છે.

Socioeducation HomepageClick Here

કર્ણાટકમાં આવેલ ફરવા લાયક સ્થળો અને તેના હિલ સ્ટેશન છે ખુબજ સરસ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!