Lok Sabha Election 2024 Date; 2024ની લોકસભા ચૂંટણી તારીખ જાહેર, 7 તબક્કામાં મતદાન

Lok Sabha Election 2024 Date: ભારતીય ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7 મે એ ચૂંટણી,…

2024 India general election

Lok Sabha Election 2024 Date: ભારતીય ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7 મે એ ચૂંટણી, 4 જૂને પરિણામ, પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે.

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે

  • પ્રથમ તબક્કો : 19 એપ્રિલ
  • બીજો તબક્કો : 26 એપ્રિલ
  • ત્રીજો તબક્કો : 7 મે
  • ચોથો તબક્કો : 13 મે
  • પાંચમો તબક્કો : 20 મે
  • છઠ્ઠો તબક્કો : 25 મે
  • સાતમો તબક્કો: 1 જૂન

2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી

વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024 ના રોજ પૂરો થાય છે. જ્યારે નવી લોકસભાની રચના તે પહેલા કરવાની રહેશે.

2019ની લોકસભા ચૂંટણી વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. 2019ની ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

Lok Sabha Election 2024 Date

ઈલેકશન કમીશન તરફથી આજે લોકસભા ની ચૂંટણી નો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. લોકસભાની ચૂંટણી જાહેર થતા જ આજથી જ આદર્શ આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે.

ભારતમાં કુલ મતદારો કેટલા?

લોકસભા ચૂંટણી 2024ને (2024 Indian General Election) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, ભારતમાં કુલ 97 કરોડ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 2 કરોડ નવા મતદારો નોંધાયા છે. 2019 લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા માં 6% (ટકા) નો વધારો થયો છે. ચૂંટણી પંચે કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ 96.88 કરોડ મતદારો લોકસભાની ચુંટણી માં મતદાન માટે નોંધાયેલ છે.

  • 49.7 કરોડ પુરુષ મતદારો
    47.1 કરોડ મહિલા મતદારો
  • કુલ 96.8 કરોડ મતદારો
  • 1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે
  • 20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો
  • 48000 ટ્રાન્સજેન્ડર
  • 82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના
  • 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે
  • 10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે
  • 1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે
  • 55 લાખ ઈવીએમ મશીન ઉપયોગ થશે