Loksabha Election Date; આવતી કાલે જાહેર થશે ચુંટણીની તારીખ, પેલા અથવા બીજા તબક્કા માં ગુજરાતમાં મતદાન થાય તેવી શક્યતા

Loksabha Election Date: આવનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે…

Loksabha Election Date

Loksabha Election Date: આવનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે LokSabha Election 2024ની તારીખોની જાહેરાત કરનાર છે. ઉલ્લેખનીય છે કે LokSabha Election ની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે.

Loksabha Election Date

કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણી ની જાહેરાત થનાર છે. લોકસભા ની ચૂંટણી 2024 સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી ની તારીખો પણ જાહેર કરવામાં આવશે. જેમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અરૂણાચલની વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરવામા આવશે. . ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી કાર્યક્રમ ની જાહેરાત કરવામા આવશે. જેમા ફોર્મ ભરવાથી લઇને ચૂંટણી ના પરિણામ તારીખ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામા આવશે.

રાજકીય પક્ષોએ પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવો

5 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા અને સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષો અને ઉમેદવારો પ્રત્યે શૂન્ય સહનશીલતા વ્યક્ત કરી છે.

2 કરોડ નવા મતદાર ઉમેરાયા

2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારાંશ સુધારણા 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો. પંચે જણાવ્યું હતું કે 18 થી 29 વર્ષની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા છે. યાદી. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6%નો વધારો થયો છે.

ચૂંટણી પંચે કહ્યું- 96.88 કરોડ મતદારો જે વિશ્વમાં સૌથી વધુ છે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે. આ ઉપરાંત લિંગ ગુણોત્તર પણ 2023માં 940થી વધીને 2024માં 948 થયો છે.