Awas Yojana 2023: દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના @esamajkalyan.gujarat.gov.in

દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 – Pandit Din Dayal Upadhyay Awas Yojana : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના…

Pandit Dindayal Awas Yojana 2023

દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 – Pandit Din Dayal Upadhyay Awas Yojana : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000ની મકાન સહાય

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ :


દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2023-24) દરમ્યાન રૂ.1,20,000ની મકાન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ. હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાય છે તે અરજી ડોક્યુમેન્ટ પુરતાં ના હોય તેને પુરાંત માટે 10 પુર્તતા કરવાની હોય મોકલી આપવાના હોય છે ચકાસણી બાદ સ્થળ તપાસ કર્યા બાદ તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર ખાતે મોકલાય છે તેમાં વિધવા તેમજ અતિઆવશ્યક જરૂરીયાત તેવા લોકોને અગ્રિમતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરાશે તેમાં અરજી પાસ થયેલ લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે.

Awas Yojana 2023

છેલ્લા મકાનની તમામ કામગીરી તેમજ શૌચાલયના હોય તો શૌચાલય બનાવી મકાનને તકતી માર્યા બાદ રૂ.20,000નો હપ્તો મળતો હોય છે. પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?

  • આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે

સહાય કેવી રીતે મળશે ?


દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે.

  • પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
  • બીજો હપ્તો રૂ. 60,000 રૂપિયાનો આપવાં આવશે. આ હપ્તો મકાનનો હપ્તો લેટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
  • ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે .૧,૨૦,૦૦૦ / –
  • શહેરી વિસ્તાર માટે રૂ .૧,૫૦,૦૦૦ / – રાખવા ઠરાવેલ છે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો :

  • અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક )
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન / તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની , એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ .
  • જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્ય મંત્રી / સિટી તલાટી ક્ય મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPL નો દાખલો .
  • પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો )
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રિશ્રિ ) ની સહીવાળી .
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો
  • આરાજદારનો ફોટો

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા :


દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • તમારી સામે હોમ પેજ ખુલશે.
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/
દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી પત્રકઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

    Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/

  2. Din Dayal Upadhyay Awas Yojana નો લાભ કોણે મળે?

    દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ને મળશે.

  3. દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

    આ યોજનાનો લાભ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

  4. દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

    પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *