PM Awas Yojna 2023: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojna In Gujarati, પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.
PM Awas Yojna 2023
પોસ્ટનું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 (PM Awas Yojna) |
યોજના જાહેર થયાની તારીખ | 25 જૂન 2015 |
કોને લાભ મળી શકે | ભારતનો દરેક નાગરિક |
ઓફિશયલ વેબસાઇડ | pmaymis.gov.in |
આર્ટિકલ નો પ્રકાર | સરકારી યોજના |
કોને લાભ મળી શકે
આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની પાત્રતા (PM Awas Yojna 2023)
- જમીન ના માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
- અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
- કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ (PM Awas Yojana Documents List)
- જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
- લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
- અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
- આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની).
- મતદાનકાર્ડ ની નકલ.
- બેંક પાસબુક / કેન્સલ ચેક.
- રહેઠાણ નો લાભાર્થી સાથેનો ફોટો.
- લાભાર્થી નો પાસપોર્ટ સાઈઝ ફોટો.
- સંયુક્ત માલિકી ના કિસ્સા માં જમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતી આપતો રુ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર.
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ (PM Awas Yojana Form)
મેળવવા અરજી ક્યાં કરવી?
- મહાનગરપાલિકા વિસ્તારના રહીશો એ મહાનગરપાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
- જિલ્લા કો નગરપાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2023
PM Awas Yojna 2023, પ્રધાનમંત્રી આવાસ યોજના, ભારત સરકારની મુખ્ય આવાસ યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, અથવા PMAY, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ને પોસાય તેવા આવાસ વિકલ્પો પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2024 સુધીમાં ‘બધા માટે આવાસ’ના લક્ષ્યને હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
FAQs – વારંવાર પુછાતા પ્રશ્નો :
-
પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ થઈ હતી?
પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન 25મી જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જે વર્ષ ૨૦૨૩ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.
-
પ્રધાનમંત્રી આવાસ યોજના શા માટે શરૂ કરવામાં આવી?
ભારતના તમામ લોકો માટે શરૂ કરવામાં આવી છે જેમની પાસે ઘર નથી અથવા જેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે.
-
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે છે કે ગ્રામ્ય વિસ્તાર માટે?
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તાર માં રહેતા લોકો માટે છે.
-
PM Awas Yojna 2023 હેઠળ કુલ મળવાપાત્ર સહાય કેટલી છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ.ત્રણ લાખ પચાસ હજાર) છે.
-
PM Awas Yojna 2023 માટે હેલ્પલાઈન નંબર કયો છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800113377 છે.
NARENDRA MODI KI JAI
Narendra Modi alpeshbhai
har har modi ghar ghar modi par ab modi sir ka hath hi nai raha hamare sar par kam dhanda kuch raha nai karje me dub gaya hu Lone koi deta nai rulls kitne sare aa he bank ke modi ji ko mera etna hi kehna he jese hum Etni dil khol ke modi ji ko vote karte he vese modi ji bhi hamara man jane
હાલ આ યોજના ચાલુ છે ??? કેમ કે બેંકમાં તપાસ કરતા આ યોજના 2022 માં પુરી થઈ ગઈ છે એવું જણાવ્યું…ચોક્કસ માહિતી આપશો…
ગ્રામ વિસ્તાર માં આ યોજના નો લાભ કઈ રીતે લઈ સકાય