Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, સંપૂર્ણ માહિતી જુઓ

Pradhan Mantri Awas Yojana: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા…

Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojana In Gujarati, પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.

Pradhan Mantri Awas Yojana

પોસ્ટનું નામપ્રધાનમંત્રી આવાસ યોજના 2023 (PM Awas Yojna)
યોજના જાહેર થયાની તારીખ25 જૂન 2015
કોને લાભ મળી શકેભારતનો દરેક નાગરિક
ઓફિશયલ વેબસાઇડpmaymis.gov.in
આર્ટિકલ નો પ્રકારસરકારી યોજના

કોને લાભ મળી શકે

આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની પાત્રતા (Pradhan Mantri Awas Yojana)

  • જમીન ના માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
  • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
  • કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ (PM Awas Yojana Documents List)

  1. જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
  2. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
  3. અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
  4. આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની).
  5. મતદાનકાર્ડ ની નકલ.
  6. બેંક પાસબુક / કેન્સલ ચેક.
  7. રહેઠાણ નો લાભાર્થી સાથેનો ફોટો.
  8. લાભાર્થી નો પાસપોર્ટ સાઈઝ ફોટો.
  9. સંયુક્ત માલિકી ના કિસ્સા માં જમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતી આપતો રુ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર.

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ (PM Awas Yojana Form)


મેળવવા અરજી ક્યાં કરવી?

  1. મહાનગરપાલિકા વિસ્તારના રહીશો એ મહાનગરપાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
  2. જિલ્લા કો નગરપાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
  3. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના, ભારત સરકારની મુખ્ય આવાસ યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, અથવા PMAY, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ને પોસાય તેવા આવાસ વિકલ્પો પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2024 સુધીમાં ‘બધા માટે આવાસ’ના લક્ષ્યને હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

FAQs – વારંવાર પુછાતા પ્રશ્નો :

  1. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ થઈ હતી?

    પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન 25મી જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જે વર્ષ ૨૦૨૩ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.

  2. પ્રધાનમંત્રી આવાસ યોજના શા માટે શરૂ કરવામાં આવી?

    ભારતના તમામ લોકો માટે શરૂ કરવામાં આવી છે જેમની પાસે ઘર નથી અથવા જેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે.

  3. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે છે કે ગ્રામ્ય વિસ્તાર માટે?

    પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તાર માં રહેતા લોકો માટે છે.

  4. Pradhan Mantri Awas Yojana હેઠળ કુલ મળવાપાત્ર સહાય કેટલી છે?

    પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ.ત્રણ લાખ પચાસ હજાર) છે.

  5. Pradhan Mantri Awas Yojana માટે હેલ્પલાઈન નંબર કયો છે?

    પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800113377 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *