google news

PM Kisan Samman Nidhi: 13મોં હપ્તો ક્યારે જમા થશે, જુઓ અહીંથી

PM Kisan Samman Nidhi 13th Installment: પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લગભગ તમામ ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. જેમનું KYC બાકી છે, તેવા ખેડૂતોને જોકે સમસ્યા નડી રહી છે. ત્યારે આગામી 13મો હપ્તો (13th Installment) ક્યારે આવશે અને તેના પહેલા તમારે શું કરી લેવું જોઈએ તે આજે જાણી લો અને અમલમાં મૂકી દો,

સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM KISAN SANMAN nidhi.gov.in) યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો છે. ખેડૂતો આ યોજના (PM-Kisan Samman Nidhi) ના આગામી 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

13મોં હપ્તો ક્યારે જમા થશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, દેશના તમામ ખેડૂત પરિવારને કૃષિ અને તે સંબંધિત એક્ટિવિટી માટે પૈસા આપે છે. ઉપરાંત ઘરેલુ જરૂરિયાત સબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે અને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે આવક પ્રદાન કરે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર દ્વારા તમામ નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે.

13મોં હપ્તો આવી રીતે જોઈ શકાય છે.

 • સ્ટેપ 1: pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
 • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
 • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરો.
 • સ્ટેપ 4: હવે ‘Get Data’ પર ક્લિક કરો.
 • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર ઈન્સ્ટોલમેન્ટનું સ્ટેટસ જોવા મળશે.
 • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 13મો હપ્તો નહીં મળે.

PM કિસાનની વેબસાઈટ અનુસાર ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. PMKISAN- pmkisan.gov.in પોર્ટલ પર OTP આધારિત eKYC ઉપલબ્ધ છે. બાયોમેટ્રીક રીતે eKYC અપડેટ કરવા માટે તમે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકો છો.

PM Kisan 13th Installment Release date
13મોં હપ્તો ક્યારે જમા થશે

PM KISAN ઓનલાઈન KYC અપડેટ કેવી રીતે કરવું?

 • સ્ટેપ 1: PM કિસાનની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
 • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
 • સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.

ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.

પીએમ કિસાન સન્માન નિધિ માં આ રીતે નોંધણી કરો.

સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતો PM કિસાન યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન પોતાની નોંધણી કરાવી શકે છે.

 • સૌથી પહેલા https://pmkisan.gov.in/ વેબસાઈટ ખોલો
 • નવી ખેડૂત નોંધણી ટેબ પર ક્લિક કરો
 • હવે તમારો આધાર નંબર દાખલ કરો
 • કેપ્ચા કોડ ભર્યા પછી તમારું રાજ્ય પસંદ કરો
 • તમારા બેંક એકાઉન્ટ અને ફાર્મની માહિતી દાખલ કરો
 • સબમિટ પર ક્લિક કરો

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ વિશે:


પથ્થર યુગથી આધુનિક વિશ્વમાં માનવ જાતિના સંક્રમણ છતાં, જમીનની માલિકી સત્તા, સત્તા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે. જો કે કૃષિએ ઉત્પાદન અને સેવાઓ ક્ષેત્રે તેની ચમક ગુમાવી દીધી છે, તેમ છતાં તે હજુ પણ રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાની કરોડરજ્જુ છે.
ભારતમાં 50 ટકા રોજગાર પ્રત્યક્ષ કે આડકતરી રીતે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો સાથે સંબંધિત હોવાથી, સરકાર ખેડૂતોને વિવિધ રીતે પ્રોત્સાહન આપવા અને ટેકો આપવા માટે પણ ઉત્સુક છે. PM કિસાન અથવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના) એવી એક યોજના છે જ્યાં ખેડૂતોને સહાયક નાણાકીય સહાયથી ટેકો આપવામાં આવે છે. PM કિસાન નાના અને સીમાંત ખેડૂતોની આવકની સંભાવનાને ટેકો આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો.

 1. PM Kisan Samman Nidhi નો 13મોં હપ્તો ક્યારે જમા થશે?

  PM કિસાન યોજનાના પૈસા કેન્દ્ર સરકાર તરફથી 23 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી શકે છે. (https://pmkisan.gov.in/)

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

1 thought on “PM Kisan Samman Nidhi: 13મોં હપ્તો ક્યારે જમા થશે, જુઓ અહીંથી”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો