હવામાન વિભાગની આગાહી: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક અતિભારે

હવામાન વિભાગની આગાહી: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉ. ગુજરાત તેમજ મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પાડ્યો છે.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

Heavy Rainfall Warning Maps for Gujarat State Dated 30 06 2023
હવામાન વિભાગની આગાહી: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક અતિભારે 2

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ


હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાંઃ હવામાન વિભાગ

આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. 1 લી જુલાઈનાં રોજ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાં ઓછી છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક અતિભારે

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જિલ્લાના વિવિધ જળાશયો છલકાયા છે. શહેરમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે જામનગરમાં આજે સવારે 6 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધીમાં કુલ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જામનગરમાં આવેલા લાખોટા તળાવની દીવાલ તૂટી પડી છે. જોકે, કાટમાળ પાણીમાં ગરકાવ થતાં કોઇ જાનહાનિ થઇ નથી. તો શહેરના માંડવી ટાવર નજીક વીજળી પડતા જૂની ઇમારત ધરાસાયી થઇ હતી તેમજ ગોવાળની મસ્જિદ પાસે મકાનનો કેટલો ભાગ તૂટતાં બાઇક દટાયું હતું. આ તરફ શહેરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દરેડ પાસે આવેલું ખોડીયાર માતાનું મંદિર પણ અડધું ડૂબી ગયું છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!