Rain Update in Gujarat: આગામી બે દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી, અતિભારે વરસાદની આગાહી

Rain Update in Gujarat: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે સુરત સહિતના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ નવસારી, વલસાડ, દાહોદ અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થઇ શકે છે.

આગામી બે દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

  • 30 June 2023: ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
  • 1 July: અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
  • 2 July: સુરત, નવસારી અને વલસાડમા ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
  • 3 July: કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
  • 4 July: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 48 કલાક જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અને આ ઘાતક આગાહી હાલમાં ખુબ ચર્ચાનો વિષય છે. અંબાલાલે જણાવ્યુ છે કે, આગામી 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે. આ વરસાદને કારણે દરેક લોકોને સજાગ રહેવું સારું રહેશે. બીજી તારીખ સુધી કેટલાક ભાગમાં વરસાદ રહેશે. આગામી બે દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેશે. આજે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે એ પણ કહ્યું કે મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે અને અહીંની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ અને ગાંધીનગર સુધી ભારે વરસાદ તો પંચમહાલમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!