74મું પ્રજાસત્તાક પર્વ: પ્રજાસત્તાક દિવસની લાઈવ પરેડ, અહીંથી જુઓ લાઈવ

74મું પ્રજાસત્તાક પર્વ: આજે અમે આ પોસ્ટ માં પ્રજાસત્તાક દિવસની લાઈવ પરેડ (Republic Day Parade 2023)બતાવીશું. અને પ્રજાસતાક દિવસ વિષે ટૂંકમાં માહિતી આપીશું તમારા મિત્રોને પણ શેર કરો ,26 જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું અધિવેશન લાહોરમાં યોજાયું હતું. જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા લાહોર અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી પૂર્ણ સ્વરાજ આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. ૨૬ જાન્યુઆરીના દિવસ નજીક આવ્યો તેમ છતાં અંગ્રેજ સરકારે કોઇ જ પગલા ન ભરતા સમગ્ર દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.

પ્રજાસત્તાક દિવસની લાઈવ પરેડ

પ્રજાસત્તાક દિવસની લાઈવ પરેડ: પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા લાહોર અધિવેશન મુજબ દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો.

74મું પ્રજાસત્તાક પર્વ 2023 (Republic Day 2023 Parade Live Updates)

Republic Day 2023 Parade Live Updates: ભારતમાં આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસની (Republic Day 2023) ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ હશે. જોકે આ વખતે પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થશે. પહેલા આ જગ્યા રાજપથ તરીકે જાણીતી હતી. આ પરેડમાં ‘ન્યૂ ઈન્ડિયા’ની ઝલક જોવા મળશે. આ સાથે સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન પણ થશે. રાજ્યોના ટેબ્લોક્સમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળશે. આ સાથે વાયુસેનાના 50 વિમાન પોતાની તાકાત બતાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્યપથથી રાષ્ટ્રનું નેતૃત્વ કરશે.

VVIPs પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે પ્રથમ લાઇનમાં નહીં હોય


આ પ્રથમ વખત હશે જ્યારે VVIPs પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે પ્રથમ લાઇનમાં નહીં હોય. આ વખતે રિક્ષાચાલકો, ફૂટપાથના દુકાનદારો, ફરજ માર્ગ વિકસાવતા મજૂરો અને તેમના સંબંધીઓ પ્રથમ હરોળમાં બેસશે. ભારત સરકારે તેમને શ્રમજીવી નામ આપ્યું છે. અગાઉ પ્રજાસત્તાક દિવસની પરેડની પ્રથમ હરોળ હંમેશા વીવીઆઈપી માટે અનામત રાખવામાં આવતી હતી, પરંતુ આ વખતે પ્રથમ હરોળમાં શ્રમજીવીને જગ્યા આપવામાં આવશે.

લાઈવ પરેડ જોવા માટેની લિંક (Republic Day 2023 Parade Live Link)

Live Parade 2023: પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10.30 વાગ્યે તમે લાઈવ જોઈ શકશો. આમાં લશ્કરી શક્તિ અને દેશની સાંસ્કૃતિક વિવિધતાનું અનોખું મિશ્રણ જોવા મળશે. જે દેશની વધતી જતી સ્વદેશી ક્ષમતાઓ, મહિલા શક્તિ અને ‘નવા ભારત’ (New India) ની ઝલક બતાવશે. પરેડની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલની મુલાકાત સાથે થશે. પીએમ મોદી અહીં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ વડાપ્રધાન અને અન્ય મહાનુભાવો પરેડ જોવા માટે કર્તવ્ય પથ પર સલામી પ્લેટફોર્મ તરફ આગળ વધશે.

Republic Day 2023 Parade Live
પ્રજાસત્તાક દિવસની પરેડ
લાઈવ પરેડ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
તિરંગા આલ્ફાબેટ 2023અહીં ક્લિક કરો
સોસીયો એજ્યુકેશન હોમ પેજઅહીં ક્લિક કરો

૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો


૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ ૨૬ મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!