તેલંગાણા ત્રિપુરા નાગા લેન્ડ અને પશ્ચિમ બંગાળમાં આવેલા પ્રખ્યાત સ્થળો શ્ચિમ બંગાળની રાજધાની, ઔદ્યોગિક શહેર તેમજ બંદર છે. અહીં નૅશનલ લાઇબ્રેરી, ટાઉન હૉલ, સેંટ પોલ કેથેડલ, રાયટર્સ બિલ્ડિંગ, વિક્ટોરિયા મેમોરિયલ, ક્રિકેટનું મેદાન ઈડન ગાર્ડન, બૉટનિકલ ગાર્ડન તથા અહીંનું મહાકાય વટવૃક્ષ,
તેલંગણા
વરંગલઃ કાકતીય રાજ્યની પૂર્વ રાજધાની છે. હનમનકોંડા ટેકરી પર ચાલુક્ય વાસ્તુશૈલીનું એક હજાર સ્તંભવાળું અદ્ભુત મંદિર છે. પાસે અષ્ટભુજા મહાકાળીનું મંદિર જોવાલાયક છે.
ત્રિપુરા
અગરતલાઃ ત્રિપુરાની રાજધાની છે. અહીં શુભ્ર ઉજ્જયંતા પૅલેસ તથા રુદ્રસાગર તળાવ જોવાલાયક છે.
નાગાલૅન્ડ
કોહિમા : નાગાલૅન્ડની રાજધાની છે.
પશ્ચિમ બંગાળ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની, ઔદ્યોગિક શહેર તેમજ બંદર છે. અહીં નૅશનલ લાઇબ્રેરી, ટાઉન હૉલ, સેંટ પોલ કેથેડલ, રાયટર્સ બિલ્ડિંગ, વિક્ટોરિયા મેમોરિયલ, ક્રિકેટનું મેદાન ઈડન ગાર્ડન, બૉટનિકલ ગાર્ડન તથા અહીંનું મહાકાય વટવૃક્ષ, હુગલી નદી પર સ્થિત હાવડા બ્રિજ, ધાતુની ટંકશાળ, બેલુર મઠ, ફૉર્ટ વિલિયમ, નેતાજી સુભાષચંદ્ર બોઝનું નિવાસ સ્થળ, સેંટ જ્યૉર્જ ચર્ચ, શહીદ મિનાર, બિરલા પ્લેનેટોરિયમ, કાલી મંદિર, દક્ષિણેશ્વર મંદિર, અલીપુર પ્રાણીસંગ્રહાલય, રવીન્દ્ર સરોવર તથા રવીન્દ્રનાથ ટાગોરનું નિવાસસ્થાન જોવાલાયક છે. આ શહેર શણ ઉદ્યોગ મહત્ત્વનું કેન્દ્ર છે.
આસાનસોલઃ કોલસાની ખાણો આવેલી છે.
કાલિમ્પમાંગઃ હવા ખાવાનું સ્થળ છે. અહીં બૌદ્ધ મઠ આવેલો છે.
ટીટાગઢઃ કાગળ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર છે.
દાર્જિલિંગઃ 2134 મીટર ઊંચાઈ પર સુંદર વનરાજીમાં વસેલું ગિરિમથક છે. અહીં ટાઇગર હિલ, ઑબ્ઝબ્બેટરી હિલ, હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, પદમજા નાયડુ ઝૂઓલૉજિકલ પાર્ક, લૉઇડ્સ બૉટનિકલ ગાર્ડન, વિક્ટોરિયા ધોધ, બૌદ્ધ મઠ, ગંગામૈયા સરોવર તથા મિકિ સરોવર જોવા જેવાં છે.
નબદ્રીપ વૈષ્ણવ સંપ્રદાયનું યાત્રાધામ તેમજ ચૈતન્ય મહાપ્રભુજીનું જન્મસ્થળ છે.
રાણીગંજ :કોલસાની ખાણોનું મથક છે.
વિષ્ણુપુરઃ ત્રીસ ઐતિહાસિક ‘ટેરાકોટા’ મંદિરો ‘ટેરાકોટા ગાઉન’ અહીં આવેલાં છે.
શાંતિનિકેતનઃ રવીન્દ્રનાથ ટાગોર સ્થાપિત વિદ્યા-કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર તેમજ વિશ્વભારતી વિદ્યાપીઠ આવેલી છે.
સુંદરવનઃ ગંગા નદીનો વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણપ્રદેશ છે. આ વિશ્વનું સૌથી મોટું કર્દમવન ધરાવે છે. સુંદર નામના આ વનનો વિસ્તાર 2484 ચો કિમી છે. તે વિશાળ પ્રાણી ઉપવન છે. અહીં લશ બેટ, સજનખલી પક્ષી અભયારણ્ય, ભાગવતપુર મગરક્ષેત્ર, કાચબા અંડભૂમિ, શાર્ક સરોવર તથા સુંદરવન વાઘ અભયારણ્ય જોવા જેવાં છે.
ચિત્તરંજનઃ રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે.
Socioeducations | Click Here |
