તામિલનાડુના પ્રખ્યાત સ્થળો અને તેના વિષે સંપૂર્ણ માહિતી

ચેન્નઈઃ તમિલનાડુની રાજધાની તેમજ ઔદ્યોગિક શહેર અને બંદર છે. અહીં 13 કિમી લાંબો મરીના બીચ, ખ્રિસ્તી સ્મારકો, કપાલેશ્વર શિવ મંદિર, પાર્થસારથિ વિષ્ણુ મંદિર, નૅશનલ આર્ટ ગૅલેરી, સ્નેક પાર્ક, ગિડી રાષ્ટ્રીય ઉદ્યાન તથા ક્રોકોડાઇલ પાર્ક જોવા જેવાં છે. આ શહેર દ્રવિડ સંસ્કૃતિનું કેન્દ્ર છે.

અડયારઃ થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્ય કેન્દ્ર છે. અહીં મહાકાય વટવૃક્ષ તેમજ ભરતનાટ્યમ્ નૃત્યની કલા શીખવનાર પ્રસિદ્ધ સંસ્થા આવેલી છે.

અવાડી: ટૅન્ક બનાવવાનું કારખાનું છે.

ઉદગમંડલમ્ઃ નીલિંગિર પર્વત પરનું 2286 મીટર ઊંચાઈ ધરાવતું રમણીય ગિરિમથક છે. અહીં દોડાબેટ્ટા પૉઇન્ટ, બૉટનિકલ ગાર્ડન, ધોધ, સરોવર, ગુલાબનો બગીચો (લગભગ ત્રણ હજાર જાતનાં ગુલાબ), ટૉય ટ્રેન વગેરે જોવાલાયક છે.

કન્યાકુમારીઃ અરબ સાગર, હિંદ મહાસાગર તથા બંગાળાની ખાડીનું સંગમસ્થળ છે. અહીં સ્વામી વિવેકાનંદ શિલા સ્મારક, મહાત્મા ગાંધી મેમોરિયલ, ‘વર્જિસ ગોડેસ’ કન્યાકુમારી દેવીનું મંદિર તથા તિરુવલ્લુવરની પ્રતિમા જોવાલાયક છે.

કરલકકુડી: કાષ્ટ કારીગરી માટે જાણીતું શહેર છે.

કાંચીપુરમ્ઃ હિન્દુ ધર્મીઓનું ધર્મસ્થળ તેમજ સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક છે. પૂર્વે આ પલ્લવ રાજાઓનું પાટનગર હતું. અહીં મંદિરોમાં કૈલાસનાથ, વૈકુંઠપેરુમલ, મુક્તેશ્વર, એકાંબરનાથ, કામાક્ષી અમ્મા, અર્ધનારીશ્વર અને 57 મીટર ઊંચું રાજગોપુરમ્ ઉપરાંત શતસ્તંભી મંડપવાળું વરદરાજ સ્વામી મંદિર, એકશિલા શિલ્પ અને મૂર્તિની શોભા જોવા જેવાં છે. આ સાડી ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર છે.

કુન્નુરઃ હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે. અહીં સિમ્સ પાર્ક, લેમ્બસ રૉક, ડોલ્ફિન્સ નોઝ, લેડી કેનિગ્ઝ સીટ જોવાલાયક છે.

કુંભકોણમઃ તમિલનાડુનું પ્રાચીન નગર તેમજ ચોલ રાજ્યની રાજધાની હતું. અહીંનાં મંદિરો તથા ગોપુરમ ભવ્ય છે. શંકરાચાર્યનો કાશીમઠ છે. તેમજ અહીં હસ્તઉદ્યોગો વિકાસ પામ્યાં છે.

કુંભકોણમઃ તમિલનાડુનું પ્રાચીન નગર તેમજ ચોલ રાજ્યની રાજધાની હતું. અહીંનાં મંદિરો તથા ગોપુરમ્ ભવ્ય છે. શંકરાચાર્યનો કાશીમઠ છે તેમજ અહીં હસ્તઉદ્યોગો વિકાસ પામ્યાં છે.

કોડઇકાનલઃ 2133 મીટર ઊંચાઈ પર આવેલું લોકપ્રિય ગિરિમથક છે. અહીં વિશાળ કોડાઈ સરોવર, ‘શોલા’, ‘ગ્લેન’, ‘સિલ્હર અને ‘ફેઅરી’સુંદર ધોધ છે. આ ઉપરાંત ગાઢ વનરાજી, ઊભી શિલાઓ, પ્રાકૃતિક સંગ્રહાલય, સૌર વેધશાળા, કકુંજી મંદિર, હરિયાળી ખીણનું દર્શન, સ્તંભશિલા, દૂરદર્શક વગે૨ે સુંદર સ્થળો છે.

કોઇમ્બતૂરઃ ભારતના માન્ચેસ્ટર તરીકે આ શહેર જાણીતું છે. ખેતીવાડી તેમજ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર છે.

ચિદંબરમ્ઃ ચેન્નઈની દક્ષિણે આવેલાં આ યાત્રાધામમાં પ્રસિદ્ધ નટરાજ મંદિર આવેલાં છે.

તંજાવુર: એક જ શિલામાંથી ઉતારેલું ચોલકાલીન ભવ્ય બૃહદેશ્વરનું શિવ મંદિર છે. આ મંદિરનો પડછાયો એક પણ વખત જમીન પર પડતો નથી. આ મંદિરની ઊંચાઈ 66.5 મીટર તથા તેનું વજન 81.3 ટન છે. અહીં સરસ્વતી મહાલ ગ્રંથાલય તથા શિવગંગા તળાવ આવેલાં છે.

તિરુચ્ચિરાપલ્લીઃ પલ્લવકાલીન ગણેશ મંદિર દર્શનીય છે.

તિરુવન્નમલાઈ : ૨મણ મહર્ષિ આશ્રમ, અરુણાગિરિ તથા અરુણાચલેશ્વર મંદિર આવેલાં છે.

પેરામ્બુરઃ રેલવેના ડબ્બા બનાવવાનું ભારત સરકારનું કારખાનું અહીં આવેલું છે. ♦ મુડુમલાઈ : આ કર્ણાટક-તમિલનાડુની સરહદ પર આવેલું અભયારણ્ય છે.

મદુરાઈઃ બાર ઊંચા ગોપુરવાળું માતા મીનાક્ષી(સુંદરેશ્વર)નું મંદિર તેમજ ત્યાં એક હજાર સ્તંભવાળો સભામંડપ, પેરુમલ મંદિર, તિરુમલ નાયક મહેલ, વાંડિયર મરિયમ્મા તળાવ તથા વૈગઈ નદી જોવાલાયક છે. આ શહેર હાથવણાટની સિલ્કની સાડીઓ માટે પ્રખ્યાત છે.

તામિલનાડુના પ્રખ્યાત સ્થળો

મહાબલિપુરમઃ ૨થ આકારનાં મંદિરો માટે આ શહેર જગપ્રસિદ્ધ છે. પથ્થરમાં કોતરેલાં મંદિરો અહીંની વિશેષતા છે. ટાઇગર ગુફા, હસ્તકલા હાટ વગેરે જોવાં જેવાં છે.

યેરકોડઃ 5000 ફૂટ ઊંચાઈ પર આવેલું ગિરિમથક છે. અહીંનું બૉટનિકલ ગાર્ડન જોવાલાયક છે.

રામેશ્વરમ્ઃ હિન્દુઓનું યાત્રાધામ છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક તેમજ દક્ષિણનું ‘વારાણસી’ કહેવાય છે. આ મંદિરની પરસાળ એક કિલોમીટર કરતાં વધુ લાંબી છે. ગોપુરમ્ 53.6 મીટર ઊંચું છે. અહીં 21 સ્નાનકુંડના સ્નાનનો મહિમા છે. પાસે સાગર પર સેતુબંધ છે. ધનુષકોડીમાં મંદિરો જોવાલાયક છે.

શિવકાશી: દારૂખાનું બનાવવાના અને ઑફસેટ પ્રિન્ટિંગના ઉદ્યોગનું કેન્દ્ર છે.

શ્રીપેરામ્બુદુર: વિશિષ્ટાદ્વૈત તત્ત્વજ્ઞાનના જનક શ્રી રામાનુજનું જન્મસ્થળ છે. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનું સ્મૃતિસ્થળ આવેલું છે.

શ્રીરંગમઃ રંગનાથ સ્વામીનું મંદિર જોવાલાયક છે.

SocioeducationsClick Here

તામિલનાડુના પ્રખ્યાત સ્થળો અને તેના વિષે સંપૂર્ણ માહિતી

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!