TAT Exam 2023: ગુજરાતના રાજ્યમાં અગાઉ લેવાયેલી TATની પરીક્ષામાં ક્વોલિફાય થયેલાં 60 હજાર શિક્ષકો આજે અમદાવાદ, સુરત અને વડોદરાના 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. TATની મુખ્ય પરીક્ષા આપનાર ઉમેદવારો સવારે 10:30થી 01:00 સુધી પહેલું પેપર આપશે. જે પ્રશ્નપત્ર તમામ ઉમેદવારો માટે કોમન હશે. ત્યાર પછી બપોરે 03:00થી 06:00 વાગ્યા સુધી ઉમેદવારે પસંદ કરેલા વિષયનું બીજી પ્રશ્નપત્ર આપવાનું રહેશે.
60 હજાર ઉમેદવારો 225 કેન્દ્રોમાં આપશે પરીક્ષા
ગુજરાતી માધ્યમના 60 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. અંગ્રેજી માધ્યમના 792, હિન્દી માધ્યમના 222 ઉમેદવારો છે. તેમજ અમદાવાદ શહેરમાં 13370 ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં 10160 ઉમેદવારો પરીક્ષા આપશે. અગાઉ 18 જૂને આ પરીક્ષાનું આયોજન કરાયું હતુ જેમાં બિપોરજોય વાવાઝોડાને લઈ પરીક્ષા મોકુફ રખાઈ હતી.
આજે શિક્ષકોની ભરતી માટે TAT ની પરીક્ષા
ગુજરાતમાં શિક્ષક માટે પ્રથમવાર TAT માધ્યમિક દ્રિસ્તરીય પદ્ધતિથી લેવાનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત પ્રિલિમના પરિણામ બાદ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારના રોજ રાજ્યનાં 5 જિલ્લામાં મેઈન્સ માટે આયોજન કરવામાં આવ્યું છે. પ્રિલીમના મેરીટમાં આવેલા 60.567 ઉમેદવારોની રાજ્યનાં કુલ 222 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષામાં 100-100 ગુણના બે પેપર માટે સવારે 10:30થી સાંજના 6 વાગ્યા સુધી કુલ બે તબક્કામાં પરીક્ષા લેવાશે.
માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી (TAT)ની પ્રિલિમનું ગત 13મી જૂનના રોજ જાહેર કરાયેલા પરિણામમાં 200 ગુણમાથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર 60,567 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરાયો હતો. મેઈન્સ 18મી જૂનના રોજ યોજાવાની હતી પરંતુ બિપોરજોય વાવાઝોડાંને લીધે તારીખ લંબાવીને 25મી જૂન કરાઈ હતી. જેમાં સવારના સેસશમાં 10:30થી 1 વાગ્યા દરમિયાન ભાષા ક્ષમતા અને બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું રહેશે. બંને પેપર 100-100 ગુણના પુછવામાં આવશે. કુલ 60,567 ઉમેદવારમાં ગુજરાતી માધ્યમના 59553, અંગ્રેજી માધ્યમના 792 અને હિન્દી માધ્યમના 222 ઉમેદરનો મેરિટમાં સમાવેશ થયો છે. આ પરીક્ષામાં અમદાવાદ શહેરમાં 13300 ઉમેદવાર, અમદાવાદ ગ્રામ્યમાં 10160, રાજકોટમાં 15957, વડોદરામાં 10754 અને સુરતમાં 10326 ઉમેદવાર પરીક્ષા આપશે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષા
અમદાવાદમાં મેઈન્સની પરીક્ષા માટે 45 સ્કૂલોને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આ રીતે 222 પરીક્ષા કેન્દ્ર નક્કી કરાયા છે. પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોમાં એક વર્ગમાં 30 ઉમેદવારો બેસી શકે તે રીતે વ્યવસ્થાગોઠવવામાં આવશે. અમદાવાદમાં 45 સ્કૂલોમાં 300 પ્રમાણે 13500 ઉમેદવાર બેસી શકે તેમ છે. જેથી 44 સ્કૂલમાં 13200 ઉમેદવાર અને એક સ્કૂલમાં 170 ઉમેદવાર મળી કુલ 13370 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી
આ પહેલા લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જે રાજ્યના 8 મહાનગરોમાં લેવામાં આવી હતી. શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી. જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં.