Tribute to Soldiers: દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરો @અમેઝિંગ દ્વારકા

By Vijay Jadav

Published On:

Follow Us
Amazing Dwarka YotuTube

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા લઈને આવ્યું છે, દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરોની ડોક્યુમેન્ટરી, આપ અમેઝિંગ દ્વારકા ના YouTube ચેનલ પર નિહાળી શકશો.

દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરોની ડોક્યુમેન્ટરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરો

  • શહીદ રમેશભાઈ જોગલ
  • શહીદ કરશનભાઈ કાનાભાઈ આંબલિયા
  • શહીદ દિલીપભાઈ નકુમભાઈ
  • શહીદ મોહનભાઈ ડાભી
  • શહીદ જેસાભાઈ મારખીભાઈ વાઘેલા
  • શહીદ મહિપતસિંહ નટુભા જાડેજા
વિડિઓ ડોક્યુમેન્ટરી જોવા અહીં ક્લિક કરો

સ્વતંત્રતા દિવસ (૧૫મી ઓગસ્ટ)

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment