ભારતીય બંધારણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ ઓગસ્ટ પ્રરતાવ – ૧૯૪૦ કેબિનેટ મિશન

ભારતીય બંધારણ | ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ | ઓગસ્ટ પ્રરતાવ – ૧૯૪૦ | ક્રિપ્સ મિશન – ૧૯૪૨ | વેવેલ યોજના | કેબિનેટ મિશન | બંધારણસભાની રચનાં | વચગાળાની સરકાર

ભારતીય બંધારણ

આપણો દેશ ભારત આઝાદ થયો તે પહેલાં બ્રિટિશ સરકારે ઘણાં વર્ષો સુધી શાસન કર્યું હતું. પરંતુ આવડા મોટા દેશનો વહીવટ સરળતાથી ચલાવવા માટે તેમણે વિવિધ પ્રકારના અધિનિયમ(એક્ટ) પસાર કર્યા જેના વિશે જાણવું આપણા સૌના માટે અગત્યનું છે.

ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫

ભારતીય શાસન અધિનિયમ- ૧૯૩૫ સર જ્હોન સાયમનની ભલામણોને આપારે બ્રિટિશ સરકારે પસાર કર્યો હતો.
આ અધિનિયમમાં દ્વિમુખી શાસન પદ્ધતિ સૂચવવામાં આવી. જેમાં ઉપલાં ગૃહને રાજ્યપરિષદ અને નીચલા ગૃહને કેન્દ્રીય વિધાનસભા તરીકે ઓળખવામાં આવતી હતી.

ઓગસ્ટ પ્રરતાવ – ૧૯૪૦

ઓગસ્ટ પ્રસ્તાવ – ૧૯૪૦માં વાઇસરોયે જાહેર કર્યું કે બીજું વિાયુદ્ધ પૂરું થયા પછી ભારતનું બંધારણ ઘડવા માટે એક કમિટી બનાવવામાં આવશે. યુદ્ધ દરમિયાન તેની કારોબારી સમિતિમાં તથા યુદ્ધમાં સલાહકાર સમિતિમાં ભારતના નેતાઓને નીમવાની પણ વાઇસરોયે તૈયારી બતાવી હતી. પરંતુ કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો.

ક્રિપ્સ મિશન – ૧૯૪૨

ડીસેમ્બર – ૧૯૪૧માં જાપાનની સરકારે અમેરિકા સામે યુદ્ધની ઘોષણા કરી. જાપાનના સૈનિકોએ ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ચીન, મલાયા વગેરે પ્રદેશો જીતી લીધા. ત્યારબાદ ફેબ્રુઆરી ૧૯૪૨ના અંત સુધીમાં તો સિંગાપુર અને રંગૂન જતી લીધા. જાપાને ભારતના પૂર્વકાંઠાના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો. આથી ભારતમાં યુદ્ધ થવાની શરૂ થવાની અણીએ હતું. આ વિક્ટ પરિસ્થિતિમાં બ્રિટિશ સરકારે તેના એક પ્રધાન સ્ટેફર્ડ ક્રિપ્શને ભારતને યુદ્ધ માટે મનાવવા ભારત મોકલ્યા. યુદ્ધ પૂરું થયા પછી બંધારા પડવા માટે બંધારણસભાની રચના કરવામાં આવશે. નવું બંધારણ ઘડાય ત્યાં સુધી વાઇસરોયની કારોબારી સમિતિમાં અને સંરક્ષણ ખાતા સિવાયના બધા ખાતામાં ભારતના પ્રતિનિધિને નીમવામાં આવશે. અને યુદ્ધ દરમિયાન ભારતની સંપૂર્ણ જવાબદારી બ્રિટિશ સરકાર લેશે. એવી અગત્યની દરખાસ્તો આડક્તરી રીતે મુસ્લિમલીગની અલગ પાકિસ્તાનની માંગણી સ્વીકારવા જેવી લાગતી હતી. તેથી કોંગ્રેસે અને મુસ્લિમલીગે તેનો અસ્વીકાર કર્યો. એપ્રિલ – ૧૯૪૧ બ્રિટિશ સરકારે ક્રિષ્ણ દરખાસ્ત પરત ખેંચી લીધી.

વેવેલ યોજના

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ઈંગ્લેન્ડમાં ચૂંટણીઓ થઈ. તેમાં મજૂર પક્ષના નેતા ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન બન્યા.

તેઓ ભારતને સ્વતંત્રતા આપવા તૈયાર હતા. તેમના આદેશથી ભારતના રાજકીય સંઘર્ષનો ઉકેલ લાવવા વાઇસરોય વેવેલને વચગાળાની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વેવેલ યોજના ઉપર વિચારણા કરવા ભારતના બધા રાજકીય પક્ષોના આગેવાનોની એક પરિષદ સિમલામાં ભરવામાં આવી. પરંતુ મહમદ અલી ઝીણાએ વાઇસરોયની કારોબારી સમિતિમાં મુસ્લિમોની બેઠકો માટે મુસ્લિમ લીગ જે નેતાઓના નામ સૂચવે તેમના દ્વારા ભરાવી જોઈએ એવો આગ્રહ રાખ્યો. વેવેલ ચીજના પણ કિષ્ણ મિશનની જેમ નિષ્ફળ ગઈ.

કેબિનેટ મિશન

ઇંગ્લેન્ડના વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને પૂર્ણ સ્વતંત્રતા આપવાની વાટાઘાટો કરવા માટે કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાની (1) પેથીક લોરેન્સ (અધ્યક્ષ) (૨) એ.વી.એલેકઝાન્ડર (૩) સર સ્ટેફર્ડ ક્રિપ્શને ભારત મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ યોજનામાં લાંબાગાળાની યોજના અને વચગાળાની સરકાર બનાવવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. લાંબાગાળાની યોજના પ્રમાણે ભારતને (૧) હિન્દુ બહુમતીવાળા (૨) મુસ્લિમ બહુમતીવાળા (૩) મિશ્ર વસતિવાળા એવા જૂથીમાં વહેંચવામાં આવ્યું આ ત્રણેય જૂથને કેન્દ્ર સરકાર સાથે સ્વેચ્છાએ જોડાણ કરવાની સત્તા આપી. પરંતુ કેબિનેટ મિશને મુસ્લિમલીગ અને કૉંગ્રેસની માંગણી સંતોષવા માટે પ્રયાસ કર્યો,વચગાળાની યોજના પ્રમાણે તત્કાલ વચગાળાની સરકાર રચવામાં આવી. જેમાં મુસ્લિમ અને હિંદુ ધર્મના પ્રતિનિધિઓનું પ્રભુત્વ સરખું રાખીને અન્ય ધર્મના લોકોને વસતિ પ્રમાી પ્રતિનિધત્વ
આપવાનું હતું. અંતે બ્રિટિશ સરકારે આ બંને યોજના સ્વીકારવાની ના પાડી.

બંધારણસભાની રચનાં

બંધારણસભાની રચના કેબિનેટ મિશન પ્લાન – ૧૯૪૯ હેઠળ પરોક્ષ મતદાન દ્વારા થઈ. જુલાઈ ૧૯૪૯માં ચૂંટણી પૂરી થઇ જેમાં બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો પૈકી ૨૯૬ સભ્યોની ચૂંટણીઓ થઇ હતી. કૉંગ્રેસે ૨૧૦ બેઠકોમાંથી
૨૦૧ અને મુસ્લિમલીગે ૭૮ બેઠકોમાંથી ૭૩ બેઠકો મેળવી. આથી કોંગ્રેસ રાષ્ટ્રીય સંસ્થા અને મુસ્લિમલીગે મુસ્લિમોના પ્રતિનિધિ હોવાનું સાબિત કર્યું. ૯ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણસભાની પ્રથમ બેઠક નવી દિલ્લી મુકામે મળી. આ પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિહા હતા.

૧૧ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણસભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ના રોજ બંધારણીય સલાહકાર તરીકે બી.એન. રાવને પસંદ કરાયા.

વચગાળાની સરકાર

બંધારણીય સભાની રચના બાદ વાઇસરોયે મુસ્લિમલીગ અને કોંગ્રેસની વચગાળાની સરકાર બનાવવા આમંત્રણ મોકલ્યું પરંતુ મુસ્લિમલીગે આમંત્રણનો અસ્વીકાર કર્યો અને કોંગ્રેસે સ્વીકાર કર્યો. ૨જી સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ જવાહરલાલ નહેરુ વચગાળાની સરકારના વડાપ્રધાન બન્યા. આ વચગાળાની સરકારમાં હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન અને અન્ય પછાત જાતિ પ્રતિનિધિ ધરાવતી હતી. તેમ છતાં મુસ્લિમલીગના પાંચ સભ્યો સરકારમાં જોડાયા. અને અંદરખાને વિરોધ શરૂ થયો. પરિણામે મુસ્લિમલીગે બંધારણસભાનો વિરોધ શરૂ કર્યો.

Bharatiy Bandharan

SocioEducations Homepageઅહીં ક્લિક કરો
સરકારી યોજનાને લગતી માહિતી માટેઅહીં ક્લિક કરો
ભારતીય બંધારણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ ઓગસ્ટ પ્રરતાવ - ૧૯૪૦  કેબિનેટ મિશન
ભારતીય બંધારણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ ઓગસ્ટ પ્રરતાવ – ૧૯૪૦ કેબિનેટ મિશન

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!