ગુજરાતમાં સામાજિક અને સાંસ્કૃતિક નવજાગૃતિ | માનવધર્મ સભા | બુધ્ધિવર્ધક સભા | ગુજરાત વર્નાક્યુલર સોસાયટી | પ્રાર્થનાસમાજ | વિધવાવિવાહ ઉત્તેજક મંડળી | બાળલગ્ન નિષેધક મંડળી | ગુજરાત હિંદુ સંસાર–સુધારણા સમાજ | અન્ય સામાજિક સુધારણા કાર્યક્રમો
ઈ.સ ૧૮૨૬ થી ૧૮૫૭ સુધીમાં ગુજરાતમાં સામાજિકઅને સાંસ્કૃતિક નવજાગૃતિ થઈ. સાહિત્ય, સમાજ,શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં નવા પરિવર્તનો, નવા પરિમાણો સર્જાયા.
માનવધર્મ સભા
સુપ્રસિધ્ધ સમાજસુધારક દુર્ગારામ મંછારામ દવે દુર્ગારામ મહેતા : ઈ.સ (૧૮૦૯ -૧૮૭૬ )એ જૂન ૧૮૪૪માં સુરતમાં ‘માનવધર્મ સભાની સ્થાપના કરી હતી. ગુજરાતના સમાજમાં પ્રચલિત ધાર્મિક વહેમો તથા સામાજિક દૂષણો સામે ઝુંબેશ ચલાવીને સામાજિક – ધાર્મિક સુધારણા કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ હતો. આ સંસ્થાએ દુર્ગારામ મહેતા અને દદોબા ઉપરાંત મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળ, કવિ નર્મદ, નંદશંકર તુળજાશંકર મહેતા જેવા પ્રખર સમાજ ધર્મસુધારકો ગુજરાતને આપ્યા. આ સંસ્થાની સુધારક પ્રવૃતિઓની ગુજરાતના કેટલાક શહેરો પૂરતી જ મર્યાદિત હતી, ગ્રામ્ય-વિસ્તારોમાં તેની કોઇ અસર પડી નહિ.
બુધ્ધિવર્ધક સભા :
એલ્ફિન્સ્ટન કોલેજ(૧૮૨૭)ના વિદ્યાર્થીઓએ જુન ૧૮૪૮ માં મુંબઈમાં સ્થાપેયી સાહિત્યિક અને મનોવૈજ્ઞાનિક સંસ્થા તથા તેની ગુજરાતની શાખા ‘જ્ઞાનપ્રચારક મંડળીની સ્થાપના માટે પ્રેરણા પૂરી પાડી. આ મંડળીના પ્રથમ પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈ ગુજરાતની શિક્ષણ તેમજ સુધારક સંસ્થાઓના આઘપ્રેરક તરીકે જાણીતા બન્યા. તેમની પ્રેરણા હેઠળ કવિ નર્મદદ અને તેમના સાથીઓને જૂન૧૮૫૦ માં સુરતમાં ‘બુધ્ધિવર્ધક સભા શરૂ કરી હતી.બુધ્ધિવર્ધક સભાના પ્રથમ પ્રમુખપદે કવિ નર્મદ(નર્મદાશંકર દવે)ની વરણી કરાઈ. આ સંસ્થાએ પોતાની વિચારસરણીના પ્રચાર-પ્રસાર માટે‘બુધ્ધિવર્ધક ગ્રંથ નામે માસિક પ્રસિધ્ધ કરવાનું શરૂ કર્યું. ટૂંકમાં ‘બુધ્ધિવર્ધકસભાના પ્રયાસોથી ગુજરાતનો શહેરી સમાજ સામાજિક અનિષ્ટો પ્રત્યે વધારે સજાગ બન્યો તેમ જ કન્યા-કેળવણીને ઉત્તેજન મળ્યું.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
અમદાવાદમાં ઈ.સ ૧૮૪૬ માં મદદનીશ ન્યાયાધીશ તરીકે નિયુક્તત થયેલા એલેકઝાન્ડર કિનલોક ફાર્બસને ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિમાં ખૂબ જ રસ હતો. તેમણે કવિ દલપતરામ પાસેથી જ્ઞાન મેળવ્યું અને તેમની મદદથી અમદાવાદમાં ડિસેમ્બર ૧૮૪૮ માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. ગુજરાતી ભાષાસાહિત્યને ઉત્તેજન, અંગ્રેના પ્રમાણભૂત ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાન્તર, ‘બુધ્ધિપ્રકાશ સામયિકનું પ્રકાશન(તંત્રીપદે કવિ દલપતરામ, ઈ.સ ૧૮૫૫-૧૮૯૭ દરમિયાન રહ્યા),ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓની સ્થાપના, પ્રાચીન હસ્તપ્રતોની ખરીદી અને જાળવણી, પુસ્તકાલયો અને વાંચનાલયોનો પ્રારંભ વગેરેથી આ સંસ્થા ધમધમતી હતી. સંસ્થાનો કન્યાકેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો રહ્યો હતો.જેમ કે, કરૂણાશંકર દયાશંકર મહેતતાની ગૃહવિજ્ઞાનનું શિક્ષણ આપતી ગુજરાતી શાળાનું સંચાલન ઈ.સ ૧૮૫૯ થી હસ્તક લીધેલુ, હઠીસિંહ કેસરીસિંહના વિધવા પત્ની હરકુંવર શેઠાણીના દાનમાંથી ઈ.સ ૧૮૫૦માં શહેરમાં એક કન્યાશાળા શરૂ કરાઈ, અમદાવાદમાં રાયપુર વિસ્તાર શેઠ મગનભાઈ કરમચંદના દાનથી R.B.M.K Girls High School સોસાયટીએ ઈ.સ ૧૮૫૧માં શરૂ કરી, નગરશેઠ હીમાભાઈએ મોટી રકમનું દાન આપતા (ભ વિસ્તારમાં) ‘શ્રી હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ નામનું એક સમૃધ્ધ પુસ્તકાલય શરૂ કર્યું જે અમદાવાદનું સૌપ્રથમ પુસ્તકાલય હતું.
પ્રાર્થનાસમાજ
અમદાવાદમાં નાગર બ્રાહ્મણ સુધારક ભોળાનાય સારાભાઈએ ડિસેમ્બર ૧૮૭૧માં તેમના મિત્ર મહિપતરામ રૂપરામની સહાયથી પ્રાર્થનાસમાજની સ્થાપના કરી હતી. હિંદુ સમાજ અને ધર્મમાં દાખલ થઈ ગયેલા વહેમો અને કયાકાંડોને નાબૂદ કરવાનો તેમજ શુધ્ધ ધર્મના પ્રચાર કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો.ભોળાભાઈએ તેમના યુવાન પુત્ર આપારાવના મૃત્યુ સમયે શ્રાધ્ધવિધિનો ખર્ચ ન કરતા, રાયપુર દરવાજા બહાર કામનાપ મહાદેવ મિદિર પાસે “આપારાવ ભોળાનાથ લાઈબ્રેરી ઊભી કરી. ઉપપ્રમુખ શ્રીગોપાળારિ દેશમુખના પ્રયાસોધી શ્રી બેચરદાસ અમ્બાઈદાસ જેવા દાનવીરોની સહાયથી અમદાવાદમાં પ્રાર્થનાસમાજ નામે સમાજનું પોતાનું મકાન તૈયાર કરાયું, ત્યારબાદ પાર્થના સમાજની સુધારણાની પ્રવૃત્તિઓને વેગ મળ્યો. સુરત, ભરૂચ,ખેડા, માતર, પેટલાદ વગેરે નગરોમાં શાખાઓ સ્થપાઈ, તેમ જ મહિપતરામે ‘જ્ઞાનસુધા સામયિક શરૂ કર્યું. જે રમણભાઈ નીલકંઠે ચાલુ રાખ્યું.
વિધવાવિવાહ ઉત્તેજક મંડળી
ઓક્ટોબર ૧૮૬૬ માં અમદાવાદમાં ‘વિધવાવિવાહ ઉત્તેજક મંડળીની સ્થાપના કરવામાં આવી હતી.તેના સ્થાપકો ભોળાભાઈ, મહિપતરામ, બેચરદાસ,રણછોડલાલ વગેરે અગ્રણી સમાજસુધારકો હતા,જ્યારે તેના સમર્થકોમાં શ્રી ગોપાલ હરિ દેશમુખ,સત્યેન્દ્રનાથ ટાગોર વગેરે હતા. મંડળીનું મુખ્ય કાર્ય વિધવાવિવાહને ઉત્તેજન આપવાનું તથા તેના માર્ગમાં આવતા વિઘ્નો દૂર કરવામાં સહાય કરવાનું હતું.ગુજરાતમાં સર્વપ્રથમ વિધવા પુનઃલગ્ન ૪૧ વર્ષના શ્રીમાધવદાસ રુગનાથદાસે કર્યું હતું. તેમણે મે ૧૮૭૧માં વિધવા ધનકુંવર સાથે કર્યાં.
બાળલગ્ન નિષેધક મંડળી
ભરૂચ જિલ્લાના કોરવાડા ગામની ખડાયતા વણિક જ્ઞાતિની કન્યાશાળાની શિક્ષિકા અને વિધવા વકોરાના પુનર્લગ્ન તેની જ જ્ઞાતિના વિધુર લલ્લુભાઈ મથુરદાસ સાથે ૧૮૭૦માં અમદાવાદમાં યોજાયા. તેઓ એક સમાજસેવિકા હતા. અમદાવાદના મલ્લિનગરમાં વકોરબા લલ્લભાઈના નામે એક શાળા આવેલી છે. અમદાવાદમાં ઈ.સ ૧૮૭૧માં બાળલગ્ન નિષેક મંડળીની સ્થાપના કરવામાં આવી. તેના પ્રથમ પ્રમુખ શ્રી ગોપાલ હરિ દેશમુખ હતા અને શ્રી નવલરામ લક્ષ્મીરામ પંડયા તથા શ્રી અંબાલાલ સારાભાઈ મંત્રીઓ હતા. આ સંસ્થાએ પુત્રની લગ્નની વય ૧૬ વર્ષ નિશ્ચિત કરી. જેઓ આ શરત પાળવા તૈયાર હોય તેમ જ છોકરા-છોકરી વચ્ચે ૫ વર્ષનો તફાવતનો સ્વીકાર કરે તેઓ જ આ સંસ્થાના સભ્ય બની શકતા. આ સેવાના શરૂઆતમાં ૩૦૦ જેટલા સભ્યો થયેલા હતા. બાળલગ્નના દૂષણની સામે લોકમત જાગ્રત કરવા ‘બાળલગ્ન બત્રીસી અને ખાળ ગરબાવલી જેવા પુસ્તકો નવલરામેલખ્યા, જેમાં કાર્ટૂન્સ એટલે કે ઠઠાચિત્રો પણ હતા. મંડળીએ વિસ્તારોમાં આ મંડળીની ઝુંબેશની સારી એવી અસર થવા પામી હતી.
ગુજરાત હિંદુ સંસાર–સુધારણા સમાજ
અગાઉની સંસ્થાઓમાંથી પ્રેરણા પામીને એપ્રિલ ૧૮૮૮ માં ‘ગુજરાત હિંદુ સંસારસુધારણા સમાજની સ્થાપના થઈ હતી. કવિશ્રી દલપતરામ તેના મંત્રી હતા, અને અમદાવાદના સુપ્રસિધ્ધ સુધારક તથા ન્યાયાધીશ સિપી દયારામ ગોદુમલ તેના પ્રેરણાદાતા હતા. જાણીતા પારસી સમાજસુધારક બહેરામ મલબારીએ બાળલગ્નો અને ફરજિયાત વૈપદ્મ પર લાંબો નિબંધ લખી, તેની ૪૦૦ નકલો છપાવીને વહેચતા, એક જબરદસ્ત લોકમત તૈયાર થયો. તદુપરાંત ઈ.સ ૧૮૮૭માં મુંબઈમાં સામાજિક સુધારણા પરિષદની સ્થાપના કરનાર શ્રી મહાદેવ ગોવિંદ રાનડેની પણ ખૂબ સારી અસર પડી.
અન્ય સામાજિક સુધારણા કાર્યક્રમો
ઈ.સ ૧૮૨૬માં સુરત, ભરૂચ, અમદાવાદ, ખેડા,નડિયાદમાં પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. ઈ.સ ૧૮૪૨માં સુરત, ઈ.સ ૧૮૬૪ માં અમદાવાદ અને ઈ.સ ૧૮૫૪માં ખેડા, નડિયાદ, વડોદરા,ભાવનગર, જૂનાગઢ અને અન્ય શહેરોમાં અંગ્રેજી શાળાઓ પણ સ્થપાઈ હતી. ‘બુધ્ધિપ્રકાશ માસિક છપાતું થયું. ગુજરાતનું આ સામયિક સૌથી જૂનામાં જૂનું છે. ઈ.સ ૧૮૫૯માં અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ શરૂ થઈ હતી. ઈ.સ ૧૮૫૯ માં અમદાવાદમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ, જેના સ્થાપક શ્રી રાછોડલાલ છોટાલાલ રેટિંયાવાળા હતા. ગુજરાતમાં શ્રી અરવિદ અને બારિન્દ્ર ઘોષે કાંતિકારી પ્રવૃતિઓ ચલાવી હતી.
SocioEducations Homepage | અહીં ક્લિક કરો |
સરકારી યોજનાને લગતી માહિતી માટે | અહીં ક્લિક કરો |
