ભારતીય સુપ્રીમકોર્ટ વિશે સંપૂર્ણ માહિતી ન્યાયાધિશની યોગ્યતા ન્યાયાધીશની સંખ્યા

ભારતીય સુપ્રીમકોર્ટ વિશે સંપૂર્ણ માહિતી ન્યાયાધિશની યોગ્યતા ન્યાયાધીશની સંખ્યા ન્યાયાધીશનો કાર્યકાળ ન્યાયાધીશ પર મહાભિયોગ નઝીરી અદાલત

ભારતીય સુપ્રીમકોર્ટ વિશે સંપૂર્ણ માહિતી

સુપ્રિમકોર્ટની સ્થાપના ૨૮મી જાન્યુઆરી ૧૯૫૦માં નવી દિલ્લી મુકામે થઇ હતી. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત એક સાર્વભૌમ લોકશાહી ગળતંત્ર બન્યું તેના બે દિવસ બાદ સુપ્રિમકોર્ટે તેના કામકાજનો પ્રારંભ કર્યો હતો. ઉદઘાટન પ્રસંગે સંસદભવનમાં ચૈમ્બર ઓફ પ્રિન્સેસ (Canon Prices)માં યોજાયો હતો. ચેમ્બર ઓફ પ્રિન્સેસ અગાઉ ૧૯૩૭થી ૧૯૫૦ના મધ્ય સુધી ૧૨ વર્ષ સુધી ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની બેઠક રહી હતી. અને જ્યાં સુધી સુપ્રિમકોર્ટે તેની હાલની ઈમારત ૧૯૫૮માં નહોતી ખરીદી ત્યાં સુધી કોર્ટની બેઠક રહી હતી. ૨૮ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેના ઉદઘાટન બાદ સુપ્રિમકોર્ટે સંસદના મુડમાં ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં તેની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે હાલના મકાનમાં ૧૯૫૮માં સ્થળાંતર કર્યું હતું.

સુપ્રિમકોર્ટની ઈમારતની ડિઝાઇન સ્થપતિ ગણેશ ભિખારુ દિયોલાલીકર દ્વારા કરવામાં આવી હતી. સુપ્રિમકોર્ટની ડિઝાઇન ઇન્ડો – બ્રિટિશ શૈલીમાં છે. ઈમારતમાં કોર્ટ ખંડો છે.

ન્યાયમૂર્તિ કે.જી.બાળક્રિષ્ણન દલિત સમાજમાંથી આવતા સૌપ્રથમ ન્યાયમૂર્તિ હતા. ૨૦૦૭માં તેઓ ભારતના પ્રથમ દલિત મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા.

ન્યાયાધિશની યોગ્યતા

ભારતના નાગરિક હોવા જોઈએ. ૩૫ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ. ભારતની કોઈપણ હાઇકોર્ટમાં ૧૦ વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ. અથવા કોઈપણ હાઇકોર્ટમાં ૫ વર્ષનો ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી હોવી જોઈએ.

ન્યાયાધીશની સંખ્યા

સુપ્રિમકોર્ટના ન્યાથાધીશની કુલ સંખ્યા ૩૧ હોય છે. જેમાં ૧ મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ૩૦ ન્યાયાધીરા હીય છે. ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે. નવી કોલેજીયમ પદ્ધતિ મુજબ કેંદ્ર સરકાર અને રાષ્ટ્રપતિ ભેગા મળીને ન્યાયાધીશની નિમણૂક કરશે.

ન્યાયાધીશનો કાર્યકાળ

ન્યાયાધીશનો કાર્યકાળ ૬૫ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધીનો હોય છે, પરંતુ મભિયોગ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

ન્યાયાધીશ પર મહાભિયોગ

સંસદના બંને ગૃહના સભ્યો ૨/૩ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરે તો બહુમતીથી પ્રસ્તાવ પસાર કરે તો ન્યાયાધીશ તરીકેનું પદ છીડવું પડે છે.

નઝીરી અદાલત (કોર્ટ ઓફ રેકોર્ડઝ)

જુદી જુદી અદાલત દ્વારા આપવામાં આવતા ચુકાદા, કાયદોના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલીઓ

વગેરે દસ્તાવેજો સર્વોચ્ચ અદાલત દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે. અને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ટાંકવામાં આવે છે. જો કોઈપણ

વ્યક્તિ સર્વોચ્ચ અદાલતના નિર્ણયો કે ચુકાદાઓનું પાલન નહીં કરે તો સુપ્રિમકોર્ટ તેને અદાલતના અપમાન માટે સજા કરી શકે છે.

કેગ – (૧૪૮)

  • ભારતમાં કંગની સ્થાપના ૧૮૬૦માં થઈ હતી.
  • કેગની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે. કેંગની નિવૃત્તિની વય ૬ વર્ષ તથા ૬૫ વર્ષની ઉંમરની મર્યાદા હોય છે,
  • ભારત સરકારના નાણાકીય વહીવટની તપાસ કરે છે.
  • ભારતના પ્રથમ કેગ વી.નરહરિરાવ હતા અને હાલના કેગ શિશકાંત શર્મા છે.

પ્રોટેમ સ્પીકર

નવી લોકસભાની પ્રથમ બેઠક પહેલા નવા અધ્યક્ષની નિમણુંક ન થાય ત્યાં સુધી લોકસભાના સૌથી સિનિયર સભ્યને અધ્યક્ષ

તરીકે ચુંટવામાં આવે છે. તેને પ્રોટેમ સ્પીકર કહેવામાં આવે છે. નવા અધ્યક્ષની પસંદગી થતા પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે.

લેમડક સત્ર

નવી લોકસભાની રચના પૂર્વે વર્તમાન સમાનું અંતિમસત્ર તેને લેમડક સત્ર કહેવામાં આવે છે.

સંસદીય કાર્ય કાળ

૧. પ્રશ્ન કાળ – સંસદનો પ્રથમ કલાક પ્રશ્નનો કાળ હોય છે. આ સમયગાળા માં પ્રશ્ન પુછવામાં આવે છે. તેનો જવાબ સંબંધીત મંત્રી આપે છે.

૨. શૂન્ય કાળ – પ્રશ્નકાળ પછીને એક અથવા બે કલાકના સમયને શૂન્યકાળ કહેવામાં આવે છે. તેમાં આખા દિવસની કાર્યવાહી બાબતે આયોજન કરવામાં આવે છે,

૩.પોઈન્ટ ઓફ ઓર્ડર-

જયારે સંસદનું કાર્ય સામાન્ય નિયમો પ્રમાણે થતું ન હોય ત્યારે કોઈ એક સભ્ય પોઈન્ટ ઓફ ઓર્ડરથી

૪. સંસદની સંયુક્ત બેઠક –

સંયુક્ત બેઠક સામાન્ય ખરડા કે નાણાકીય ખરડા માટે બોલાવવામાં આવે છે, બંધારણીય સુધારા માટે નહી. તેની અધ્યક્ષતા લોકસભાનાં અધ્યક્ષ કરે છે. અત્યાર સુધીમાં ત્રણ વખત સંયુકત બેઠક બોલાવાઈ છે.

૧. દહેજ પ્રતિબંધક વિષયક ૧૯૬૦ માટે ૨. બેંકિંગ સેવા આયોગ વિષયક – ૧૯૭૭ માટે
૩. આતંકવાદ વિરોધી વિષયેક – ૨૦૦૦ માટે

  1. અનુચ્છેદ – ૧૫૨ રાજ્યની વ્યાખ્યા
  2. અનુચ્છેદ – ૧૫૩ રાજ્યના રાજ્યપાલ
  3. અનુચ્છેદ – ૧૫૪ રાજયની કારોબારી સત્તાઓ
    અનુચ્છેદ – ૧૫૫ રાજ્યપાલની નિમણૂક
  4. અનુચ્છેદ – ૧૫૬ રાજયપાલનો કાર્યકાળ
    અનુચ્છેદ – ૧૫૭ રાજ્યપાલના હોદ્દા માટેની લાયકાતો
    અનુચ્છેદ – ૧૫૮ રાજયપાલના હોદ્દા માટેની શરતો
  5. અનુચ્છેદ – ૧૫૯ રાજ્યપાલના શપથ
    અનુચ્છેદ – ૧૬૦ રાજયપાલની ફરજોનું વર્ણન
  6. અનુચ્છેદ – ૧૬૧ રાજ્યપાલની ન્યાયિક સત્તાઓ સત્તાઓ
  7. અનુચ્છેદ – ૧૬૨ રાજ્યની કારોબારી
    અનુચ્છેદ – ૧૬૩ રાજ્યપાલને સલાહ આપવા રાજ્યનું મંત્રીમંડળ
  8. અનુચ્છેદ – ૧૬૪ મુખ્યમંત્રીની નિમણૂક
  9. અનુચ્છેદ – ૧૬૫ એડવોકેટ જનરલ

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી યોજના ની માહિતી માટે અહીં ક્લિક કરો

ભારતીય સુપ્રીમકોર્ટ વિશે સંપૂર્ણ માહિતી ન્યાયાધિશની યોગ્યતા ન્યાયાધીશની સંખ્યા

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!