google news

લાઈન, સચિવાત્મક અને સહાયક એકમો

લાઈન, સચિવાત્મક અને સહાયક એકમો સહાયક એકમ સચિવાત્મક સ્ટાફ ખાતું કે વિભાગ કદની દ્રષ્ટીએ માળખાની દ્રષ્ટીએ કાર્યના સ્વરૂપની દ્રષ્ટીએ જાહેર કોર્પોરેશન

રાજ્ય વહીવટના મહત્વના ખ્યાલોમાં લાઈન, સચિવાત્મક અને સહાયક એકમોનો સમાવેશ થાય છે. એક અર્થમાં ત્રણેય એકમો સિંધુ ખીણની સંસ્કૃતિ સમયે પણ હાજર હતો. પરંતુ,તેઓના શાસ્ત્રીય ખ્યાલ ૧૮મી સદીમાં ફેડરિકન આગેવાની નીચે પ્રશિયન લશ્કરમાં વિકસ્યો. ત્યાંથી યુરોપિયન લશ્કરોમાં અને છેલ્લે અમેરિકન લશ્કરોમાં આ એકમ સ્વીકાર થયો. આ ત્રણેય એકમો આજે મુખ્ય કારોબારીના વધતા જતા કાર્યોમાં સહાયક બની છે.

સચિવાત્મક અને સહાયક એકમો

લાઈન

લશ્કરી વહીવટમાં યુધ્ધના મેદાનમાં દુશ્મનને સીધે સીધો મુકાબલો કામકરવાનું કામજે એકમકરે છે તેને ‘લાઈન’ એકમ કહે છે. નાગરિક વહીવટી સંગઠનમાં સોપનીક ક્રમમાં ગોઠવાયેલા જે એકમો આદેશ આપે છે તથા આદેશ પ્રમાણે કામગીરી બજાવે છે તેને લાઈન એકમકહે છે.

કોઈપણ દેશનું વહીવટી તંત્ર જે મોટા વિભાગો કે ખાતાઓમાં વિભાજીત હાય તે લાઈન એકમો છે.ખાતાઓ ઉપરાંત નિયામકો, પંચો અને જાહેર કોર્પોરેસમાં પણ ‘લાઈન’ એકમો છે.

સહાયક એકમ

યુદ્ધના મેદાનમાં લડતા સૈનિકોને ખોરાક, દાકતરી સારવાર, શસ્ત્રો પુરા પાડવાનો અને માહિતી પૂરી પડવાનું કામ સહાયક એકમો કરેક છે. તેવી જ રીતે રાજ્ય વહીવટમાં લાઈન એકમોને તેના મૂળ પ્રાથમિક કાર્યોમાં મદદ કરવાનું કાર્ય સહાયક એકમો કરે છે. સહાયક એકમોના કાર્યો લોકોને સામાન્ય રીતે સ્પર્શતા ન હોવાથી સંગઠનની બહાર તેઓ ઓછા જાણીતા હોય છે.તેમનો પ્રભાવ સંગઠનની બહાર જળવાતો નથી.મધ્યસ્થ ખરીદ વિભાગ અને સિવિલ સેવાપંચ તેના ઉ.દાં છે.

સચિવાત્મક સ્ટાફ

લશ્કરી સંગઠનમાં લાઈન એકમોને સલાહસૂચન આપનાર અને વ્યૂહરચના ગોઠવનાર સચિવાત્મક એકમ છે.તેજ રીતે મુખ્ય કારોબારીને કે સંગઠનના વડાને વિચારવામાં કે નિર્ણય લેવામાં મદદ આપવાનું કે સલાહ આપવાનું જે એકમો કરે છે તેણે સચિવાત્મક એકમો કહે છે.

ખાતું કે વિભાગ

સોપાનીક તંત્રની રચનામાં મુખ્ય કારોબારી પછીનું સ્થાન ખાતાનું હોય છે.મુખ્ય કારોબારી સ્વરૂપે રાજકીય હોય છે, પરંતુ ખાતું સ્વરૂપે વહીવટ હોય છે. ખાતું એ વહીવટનું પરંપરાગત એકમછે. સરકારના વિવિધ વિભાગો કાર્ય વિભાજન અને કાર્ય સંકલનની મૂળભૂત પ્રક્રિયાના એકમો છે.

કદની દ્રષ્ટીએ

ખાતાની કદની દૃષ્ટિએ ખાતાના એક્તંત્રી અને સંવાયતંત્રી એવા પ્રકાર શકાય. સરકારના રેલવે,સરક્ષણ, તાર-ટપાલ વગેરે મોટા ખાતાના ઉં.દા. છે.જયારે રાજ્ય સ્તરે સમાજ કલ્યાણ ખાતું સંસદીય વિભાગ વગેરે નાના ખાતાના ઉ.દા. છે.

માળખાની દ્રષ્ટીએ

તંત્ર કે માળખાની દ્રષ્ટીએ ખાતાના એકતંત્રી અને સમવાયતંત્રી એવા પ્રકાર પાડી શકાય. એતંત્ર ખાતું એકજ હેતુની દ્રષ્ટીએ રચાયેલું હોય છે. સંરક્ષણ અને શિક્ષણ ખાતાને આ પ્રકારમાં ગણી શકાય. જયારે સમવાયતંત્ર ખાનું એવું ખાતું છે જેમાં અનેકવિધ કર્યો તથા અનેકવિધ પેટા વિભાગો જોડાયેલા હોય. ભારતમાં ગૃહ ખાતું આ પ્રકારનું ખાતું છે.તેમાં સિવિલોવા, કાયદો અને વ્યવસ્થા જેવા ઘણા પેટા વિભાગોનો સમાવેશ થાય છે.

કાર્યના સ્વરૂપની દ્રષ્ટીએ

કાર્યરત ખાતું અને દેખરેખ ખાતું

ભૌગોલિક પ્રદેશની દ્રષ્ટીએ

કેટલાક ખાતાઓ વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિસ્તરેલા જણાય છે. જયારે કેટલાક ખાતાઓ મુખ્ય કાર્યાલયમાં જ સમાય જાય છે.

જાહેર કોર્પોરેશન

જાહેર કોર્પોરેશન એ સરકારી સાહસ છે જેની સ્થાપના એ કોઈ વિશેષ વ્યાપારને ચલાવવા અથવા નાણાકીય ઉદેશને પ્રાપ્ત કરવા કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક કાયદા દ્વારા થાય છે. ભારતમાં કોર્પોરેશનનો પ્રારંભ સ્વતંત્રતા પછી ‘દામોદરવેલી કોર્પોરેશન’ અને ‘ઇન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પો.’ થી ૧૯૪૮ માં સ્થાપના થી પ્રારંભ થયો. ભારતમાં લોકસભાની ૧૯૬૩મા રચાયેલી જાહેર સાહસ સમિતિ ભારતમાં જાહેર કોર્પોરેશનના સુધારણા માટે ભલામણો કરે છે.

બોર્ડ

જયારે સતા અને સતાધિકાર એકજ વ્યક્તિને વિભાગમાં સોપાય ત્યારે તે બ્યુરો પ્રથા બને છે. પરંતુ, જયારે સતા અને સતાધિકાર બે કે તેથી વધુ વ્યક્તિને સોપાય ત્યારે બોર્ડ પ્રથા કહેવાય,ભારતમાં રેલ્વે બોર્ડ, મહેસુલ બોર્ડ, આંતરિક ઉદ્યોગો, વ્યાપાર, વાહનવ્યવહાર વગેરે માટે બોર્ડ પ્રથા જોવા મળે છે.

પંચ અથવા કમીશન

પંચ એ એવું સંગઠન છે જે સ્વવિવેકથી કાર્યો કરે છે. છતાં તે પ્રધાનની સતાથી સ્વતંત્ર હોય છે. તેનીરોજબરોજની કામગીરી ઉપર કારોબારીનો કોઈ અંકુશ હોતો નથી. તેના સભ્યની નિમણુક ચોક્કસ સમય માટે થાય છે અને તેમને સ્થાન પરથી દુર કરવા હોય તો ચોક્કસ પ્રક્રિયા હાથ ધરવી પડે છે. કર્મચારીની પસંદગી, સતના પ્રતીનીધાનની રચના, અર્થતંત્રના કેટલાક પાસા માટેના નિયમ ઘડતર જેવી બાબતોમાં જ્યાં કારોબારીના નિયંત્રણથી સ્વતંત્ર સંગઠનની જરૂર હોય ત્યાં પંચની રચના ઉપયોગી થાય છે. ભારતમાં ત્રણ પ્રકારના પંચો જોવા મળે છે.

જેમની રચના બંધારણીય જોગવાય પ્રમાણે થાય છે.જેમકે, ચૂંટણીપંચ, UPSC, GPSC વગેરે. ૨. એવા પંચો કે જેમની રચના સંસદના કાયદા દ્વારા થાય છે જેમ કે,નીતિપંચ,અનુદાનપંચ,અણુશક્તિપંચ વગેરે ૩.એવા પંચોનો સમાવેશ થાય છે કે જેમની રચના કારોબારીના નિર્ણયથી થઈ હોય પરંતુ તેના માટે કોઈ કાયદો પ્રસારિત થયો ન હોય, જેમકે, વિવિધ પ્રકારના તપાસપંચ આ પ્રકારમાં સમાવેશ થાય.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી યોજનાની માહિતી માટે અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો

લાઈન, સચિવાત્મક અને સહાયક એકમો

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો