ભારતના રાષ્ટ્રપતિઓની યાદી અને રાષ્ટ્રપતિ વિશે ટૂંકમાં પરિચય

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી અને રાષ્ટ્રપતિ વિશે ટૂંકમાં પરિચય દ્રૌપદી મુર્મૂ (૨૦૨૨ ) રામનાથ કોવિંદ (૨૦૧૭ થી ૨૦૨૨) પ્રણવ મુખરજી (૨૦૧૨ થી.૨૦૧૭)

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી

ક્રમ વર્ષનામ
11950-1962ડો. રાજેન્દ્ર પ્રસાદ
21962-1967ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ
31967-1969ડો. ઝાકીર હુસૈન
41960-1974વી.વી.ગિરી
51974-1977ડો. ફકરુદિન અલી અહેમદ
61977-1982નીલમ સંજીવ રેડ્ડી
71982-1987જ્ઞાની ઝૈલમસિંહ
81987-1992આર. વેંટકરામન
91992-1997ડો. શંકર દયાલ શર્મા
101997-2002કે.આર નારાયણ
112002-2007ડો. એ. પી. જે અબ્દુલ કલામ
122007-2012પ્રતિભા દેવીસિંહ પાટિલ
132012-2017પ્રણવ મુખર્જી
142017-2022રામનાથ કોવિંદ
152022દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ વિશે ટૂંકમાં પરિચય

ડો.રાજેન્દ્ર પ્રસાદ (૧૯૫૦- ૧૯૬૨)

તેઓ સૌથી વધુ ૧૨ વર્ષ રાષ્ટ્રપતિના હોદ્દા પર રહ્યા હતા.તેઓ ‘બિહારના ગાંધી’ તરીકે ઓળખાય છે. ઈ.સ.૧૯૬૨માં તેમને ‘ભારતરત’ પુરસ્કાર મળ્યો હતો.ઈ.સ.૧૯૩૪માં મુંબઈ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ હતા.

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૧૨–૧૯૬૭)

તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા.તેઓ સૌથી વધારે સમય સુધી ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. ઈ.સ.૧૯૫૪માં ‘ભારતરત્ન’ થી સન્માનિત કરાયા હતા.ભારતરત્ન મેળવનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ ભારતના પ્રથમ વ્યક્તિ હતા તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતા.તેમના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય છે.

ડો.ઝાકીર હુસેન (૧૯૯૭–૧૯૬૯)

તેઓ સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.ઈ.સ.૧૯૬૩માં તેમને ભારતરત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વી.વી.ગીરી (૧૯૬૦- ૧૯૭૪)વી.વી.ગીરી દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા.ઉપરાષ્ટ્રપતિ પદે તેઓ સૌથી ઓછા સમય સુધી રહ્યા હતા. ઈ.સ.૧૯૭૫માં ‘ભારતરત્ન થી સન્માનિત કરાયા હતા. સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.પત્રકાર ખુશવંતસિંહે તેમને દુર્બળ રાષ્ટ્રપતિ કહ્યા હતા.

ડો.ફકરૂદીન અલી અહેમદ (૧૯૭૪ – ૧૯૭૭)

તેમણે ભારતમાં પ્રથમવાર કટોકટીની ઘોષણા કરી હતી.

નીલમસંજીવ રેડ્ડી (૧૯૭૭-૧૯૮૨)

ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ બે વખત લોકસભા અધ્યક્ષ પદે રહી ચૂક્યા હતા.
નીલમસંજીવ રેડ્ડી નાની વયે રાષ્ટ્રપતિ બન્યા હતા.

જ્ઞાની ઝૈલસિંહ (૧૯૮૨–૧૯૮૭)

ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે રાષ્ટ્રપતિ હતા.પોકેટ વિટોનો ઉપયોગ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા. જ્ઞાની ઝૈલસિંહ પ્રથમ શીખ રાષ્ટ્રપતિ હતા.

ડો.આર.વેંકટરમણ (૧૯૮૭ – ૧૯૯૨)

તેઓ પ્રખર અર્થશાસ્ત્રી હતા.તેમના કાર્યકાળ દરમિયાન ચાર વડાપ્રધાન બદલાઈ ગયા હતા. રાજીવ ગાંધી (૧૯૮૪ થી ૧૯૮૯).વિશ્વનાથ પ્રતાપસિંહ (૧૯૮૯ થી ૧૯૯૦), ચંદ્રશેખર (૧૯૯૦ થી ૧૯૯૧).પી.વી.નરસિંહરાવ (૧૯૯૧ થી ૧૯૯૬)

ડો. શંકરદયાળ શર્મા (૧૯૯૨ – ૧૯૯૭)

તેઓ જીવતા હતા છતાં તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે રહી ગયા છે.

ડો. કે.આર.નારાયણ (૧૯૯૭– ૨૦૦૨)

સૌપ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ બન્યા હતા. સૌથી વધુ મતોથી ચૂંટાઈ આવ્યા હતા.

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ(૨૦૦૨ – ૨૦૦૭)

તેમનું પૂરું નામ અવુલ પકીર જીનુલાબદિન અબ્દુલ કલામ હતું.તેમનો જન્મ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. ઈ.સ.૧૯૯૭માં ‘ભારત રત્ન’ એનાયત થયો હતો.લક્ષ્મી સહગલને હરાવી રાષ્ટ્રપતિ બન્યા હતા.

પ્રતિભા દેવીસિહ પાટિલ (૨૦૦૭- ૨૦૧૨)

રાજસ્થાનના રાજ્યપાલ બનનાર તેઓ પ્રથમમહિલા હતા. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.ભૈરવસિંહ શેખાવતને હરાવી રાષ્ટ્રપતિ બન્યા હતા.

પ્રણવ મુખરજી (૨૦૧૨ થી.૨૦૧૭)

ઈ.સ. ૨૦૦૯ થી ૨૦૧૨ કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી રહ્યા હતા.ઈ.સ.૨૦૦૪ થી ૨૦૦૬ સુધી મનમોહનસિંહની સરકારમાં સંરક્ષણમંત્રી રહ્યા હતા. વડાપ્રધાન પી.વી.નરસિંહરાવના સમયમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા.

રામનાથ કોવિંદ (૨૦૧૭ થી ૨૦૨૨)

(જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫) ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ હતા. તેઓ ૨૦૧૭ની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા હતા. કોવિંદ ભારતીય રાજકારણી અને દલિત નેતા છે. અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્ય છે. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બિહારના રાજ્યપાલ હતા

દ્રૌપદી મુર્મૂ (૨૦૨૨ )

(જન્મ ૨૦ જૂન ૧૯૫૮) એ એક ભારતીય રાજકારણી છે, જે ૨૫ જુલાઈ ૨૦૨૨થી ભારતના ૧૫મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.[૨] તેઓ અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.[૩] તેમણે અગાઉ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે.

રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે ૧૯૭૯ થી ૧૯૮૩ સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું, અને ત્યારબાદ ૧૯૯૭ સુધી રાયરંગપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી યોજના અને નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી અને રાષ્ટ્રપતિ વિશે ટૂંકમાં પરિચય
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી અને રાષ્ટ્રપતિ વિશે ટૂંકમાં પરિચય

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!