VIDEO – ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કોંગ્રેસના આ નેતાએ આપ્યું રાજીનામુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઉથલપાથલ શરુ, કોંગ્રેસ નેતા જોડાશે આમ આદમી પાર્ટીમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઉથલપાથલ શરુ, કોંગ્રેસ નેતા જોડાશે આમ આદમી પાર્ટીમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય સમીકરણ બદલી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આરોપ પ્રત્યારોપ, પક્ષમાં આંતિરક વિખવાદ તેમજ રાજીનામાંની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી નજીકના મહિનામાં હોય તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે.

કોંગ્રેસના આ નેતાએ આપ્યું રાજીનામુ
કોંગ્રેસના આ નેતાએ આપ્યું રાજીનામુ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાતના મહીસાગર જિલ્લાના કોંગ્રેસના નેતાએ રાજીનામાં આપતા કોંગ્રેસમાં ઉથલપાથલ થઇ હતી. એક તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના કોંગ્રેસના સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામુ આપ્યું છે અને આગામી સમયમાં તે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગુજરાતમાં કોંગ્રેસનું વિધાનસભાની ચૂંટણી પહેલા મોટું ભંગાણ છે અને આ રાજીનામાંથી કોંગ્રેસમાં ભડકો થયો છે. આ રાજીનામાંથી એક વાત ચોક્કસ કહી શકાય છે કે કોંગ્રેસમાં આંતિરક વિખવાદ યથાવત છે.

કોંગ્રેસના આ નેતાએ આપ્યું રાજીનામુ

ગુજરાતમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ માંગી હતી જો કે સગાવાદના કારણે ટીકીટ મળી ન હતી. આ માટે ઉદેસિંહ ચૌહાણે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસમાં અનેક પદો પર રહી ચુક્યા છે ઉદેસિંહ ચૌહાણ. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે તેવા સમયે જ કોંગ્રેસના ઉદેસિંહ ચૌહાણ દ્વારા રાજીનામુ ધરી દેતા કોંગ્રેસમાં ફરી ભંગાણ શરૂ થયું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જયારે દરેક પક્ષ ચૂંટણીઓમાં વ્યસ્ત છે તેવામાં કોંગ્રેસ પહેલેથી જ મોડે મોડે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે હવે કોંગ્રેસમાં રાજીનામાંથી અસર આગામી ચૂંટણીમાં થશે કે કેમ એ તો સમય જ બતાવશે પણ આ રાજીનામાંથી કોંગ્રેસમાં બધું ઠીક નથી ચાલી રહ્યું એ સ્પષ્ટ કહી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!