ભારતના શહેરોની રસપ્રદ માહિતી અને તેના પ્રવાશનના સ્થળો

ભારતના શહેરોની રસપ્રદ માહિતી અને તેના પ્રવાશનના સ્થળો અરુણાચલ પ્રદેશ ના ફરવા લાયક સ્થળો

અરુણાચલ પ્રદેશ

 • ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશની રાજધાની છે. નયનરમ્ય ટેકરીઓની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું આ શહેર સુંદર છે. ૦ તવાંગ પ્રસિદ્ધ બૌદ્ધ મઠ અહીં આવેલો છે.

અસમ

 • દિસપુરઃ અસમની રાજધાની છે.
 • જોરહાટઃ અહીં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એકશિંગી ગેંડા, હાથી તેમજ અન્ય પ્રાણીઓ માટે જાણીતું છે.
 • ગુવાહાટીઃ આ શહેર કામખ્યા માતાના મંદિર (51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ) માટે જાણીતું છે. ભુવનેશ્વરી મંદિર, નવગ્રહ મંદિર, વસિષ્ઠાશ્રમ, શંકરદેવ કલાક્ષેત્ર વગેરે જોવાલાયક સ્થળો છે. નૂનમતી રિફાઇનરી અહીં આવેલી છે.
 • દિગ્બોઈ : ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે.
 • મજુલી: બ્રહ્મપુત્રા નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો નદીનો બેટ છે. શંકરદેવે સ્થાપેલું કલાશિક્ષણ કેન્દ્ર તથા વૈષ્ણવ મઠ જોવાલાયક છે. અહીંની હસ્તકલાની વસ્તુઓ તથા લોકપર્વોની ઉજવણી માણવાલાયક છે. અહીં વિરલ પક્ષીઓ જોવા મળે છે.
 • મનાસઃ વાઘ માટેનું અભયારણ્ય છે.
 • શિવસાગરઃ 129 એકરમાં પથરાયેલું પ્રાચીન તળાવ જોવાલાયક છે.

આંધ્ર પ્રદેશ

 • હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યની સંયુક્ત રાજધાની છે. પૂર્વે નિઝામના રાજ્યની રાજધાની હોવાના કારણે અનેક ભવ્ય બાંધકામો આ શહેરમાં જોવા મળે છે. અહીં ચાર મિનાર, ટેકરી પર શ્વેત આરસનું દક્ષિણ શૈલીનું બિરલા મંદિર, હુસેન સાગરમાં 17.5 મીટર ઊંચી અને 350 ટનની શિલામાંથી કંડારવામાં આવેલી બૌદ્ધ ભગવાનની મૂર્તિ, સાલારજંગ સંગ્રહાલય, શિલ્પગ્રામ, નેહરુ પ્રાણી સંગ્રહાલય, પુરાતત્ત્વ સંગ્રહાલય, મક્કા મસ્જિદ, ગોવળકોંડાનો કિલ્લો, ઉસ્માનિયા વિદ્યાપીઠ, બિરલા પ્લેનેટોરિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ નૅશનલ પોલીસ ઍકેડેમી, રામોજી ફિલ્મસીટી વગેરે જોવાલાયક છે.
 • અમરાવતીઃ આંધ્ર પ્રદેશની નિર્માણાધીન નવી રાજધાની. ગુંટૂર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે વસેલું આધ્યાત્મિક અને પૌરાણિક શહેર. સાતવાહન રાજાઓની રાજધાની તરીકે રહેલા આ શહેરનું નામ ભગવાન અમરેશ્વરના નામ પરથી પડ્યું છે. સાતવાહન રાજાઓના શાસનકાળ(આશરે 400 વર્ષ)માં તે હિન્દુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું અને ‘દક્ષિણના કાશી’ તરીકે ઓળખાતું હતું. બૌદ્ધ અને જૈન ધર્મનું પણ મહત્ત્વનું કેન્દ્ર હતું.
 • કોલ્લેરુઃ પક્ષીઓનું અભયારણ્ય છે.
 • ગુંટૂર આ શહેર તમાકુના વેપાર માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે.
 • તિરુપતિ તિરુમાલા ટેકરીઓ પર ભગવાન વેંકટેશ્વર(બાલાજી ભગવાન)નું ભવ્ય મંદિર છે. આ મંદિરનાં દ્વાર 24 કલાક ખુલ્લા રહે છે. આ મંદિરને ભારતનું સૌથી શ્રીમંત મંદિર માનવામાં આવે છે. પ્રતિદિન હજારો યાત્રીઓ દર્શનાર્થે આવે છે. ભગવાનને માથાના વાળ ભેટ ધરવાનું માહાત્મ્ય છે.
 • નાગાર્જુનકોડાઃ બૌદ્ધકાલીન સંસ્કૃતિના અવશેષો જોવાલાયક છે. ♦ નાગાર્જુનસાગરઃ નંદીકોંડા પાસે કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો બંધ તેમજ જળાશય જોવાલાયક છે.
 • વિજયવાડાઃ આ શહેરમાં પાંચમી સદીના ગુફા મંદિરો છે. ગાંધી સ્તૂપ, તારા મંદિર, કનક દુર્ગા મંદિર, મહેશ્વર મંદિર, નરસિંહ મંદિર, મંગલરાજાપુરમ ગુફા, હજરતબાલ મસ્જિદ, દેવળ જોવાલાયક છે. ૭ વિશાખાપટ્નમ : ભારતના પૂર્વ કાંઠા પર આવેલું બંદર છે. ભારતનું સૌથી મોટું નૌકાનિર્માણ કેન્દ્ર છે. અહીં ડૉલ્ફિન્સ નોઝ પ્રાકૃતિક શિલાનું આકર્ષણ છે. ભારતનું પહેલું અને દુનિયાનું પાંચમું સબમરીન સંગ્રહાલય છે. વિશાખાપટ્નમ પાસે સિંહાચલમ ટેકરી પર ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર છે.
 • શ્રીશૈલમઃ કૃષ્ણા નદીના કિનારે આવેલું તીર્થસ્થળ છે. અહીં સુંદર કુદરતી પરિવેશમાં ભગવાન મલ્લિકાર્જુનનું મંદિર છે જે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. મલ્લિકાર્જુન મંદિરની પાછળ મહાશક્તિનું ભવ્ય મંદિર છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક (શિવાજી પ્રેરણા કેન્દ્ર) આવેલું છે.
 • શ્રી હરિકોટાઃ ભારતીય ઉપગ્રહ તથા રૉકેટ છોડવાનું મુખ્ય મથક છે.

ભારતના શહેરોની રસપ્રદ માહિતી

ઓડિશા

• ભુવનેશ્વરઃ મંદિરોના શહેર તરીકે જાણીતું આ શહેર ઓડિશાની રાજધાની છે. 40 મીટર ઊંચા શિખરવાળા, 12મી સદીના લિંગરાજ મંદિરમાં 50 જેટલાં અન્ય મંદિરો પણ છે. અહીં બ્રહ્મેશ્વર મંદિર, મુક્તેશ્વર મંદિર, પરશુરામ મંદિર જોવા જેવાં છે. અહીં વસંતઋતુમાં વાર્ષિક રથયાત્રા પર્વ ઊજવાય છે. ભુવનેશ્વર પાસે ‘નંદનકાનન’ રાષ્ટ્રીય ઉદ્યાન જોવાલાયક છે.

• ઉદયગિરિ મોર્ય રાજાઓના સમયની બૌદ્ધ અને હિન્દુ ધર્મની હાથી ગુફાઓ, વાઘ ગુફા, સ્વર્ગ ગુફા, સર્પ ગુફા તથા ત્રણ માળની પાતાળ ગુફા જોવાલાયક છે. કટક નેતાજી સુભાષચંદ્ર બોઝનું જન્મસ્થળ છે. સોના-ચાંદીના નકશીદાર કામ અને લાખકામ માટે જાણીતું છે. અહીં જાનકીનાથ ભવન તથા નેતાજી સુભાષચંદ્ર બોઝની વસ્તુઓનું સંગ્રહસ્થાન જોવાલાયક છે.

 • કોર્ણાકઃ 13મી સદીના વૈદિક સ્થાપત્યનું સુંદર બાંધકામ કોર્ણાકમાં જોવા મળે છે. રથના આકારનું બાર વિશાળ શિલ્પ કંડારેલા પૈડાંવાળું, સાત ઘોડા અને દ્વારે બે રક્ષક સિંહોવાળું ભવ્ય સૂર્યમંદિર ભારતના વિશ્વવારસામાં સમાવેશ પામેલું છે. અહીં નવગ્રહ મંદિર, સંગ્રહાલય તેમજ સાગરતટ જોવા જેવાં છે.
 • ચિલિકાઃ સાગરકિનારે તટબંધ રચાવાથી બનેલું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું (લગૂન) સરોવર છે. વચ્ચે બેટ પર વિવિધ જળસૃષ્ટિનું આકર્ષણ છે.
 • ધૌલી: સમ્રાટ અશોકનો શિલાલેખ તથા જાપાની બૌદ્ધ સંઘોએ સ્થાપેલ શાંતિ સ્તૂપ જોવાલાયક છે.
 • પુરીઃ આ શહેર જગન્નાથ પુરી તરીકે જાણીતું ચાર ધામોમાં પૂર્વનું એક તીર્થધામ છે. અહીં સુપ્રસિદ્ધ જગન્નાથજીનું મંદિર આવેલું છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ તથા સુભદ્રાજીની રથયાત્રા નીકળે છે. જેના દર્શનાર્થે અનેક ભક્તો આવે છે. અહીં શ્રી શંકરાચાર્યનો મઠ તથા બીચ જોવાલાયક છે.
 • રાઉરકેલાઃ આ શહેર સ્ટીલ ઉદ્યોગનું કેન્દ્ર છે.

ભારતના શહેરોની રસપ્રદ માહિતી અને તેના પ્રવાશનના સ્થળો

SocioEducation HomepageClick Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!