G20 શિખર સંમલેનની તૈયારીઓ પાછળ કેન્દ્ર સરકાર કેટલો ખર્ચ કર્યો? આંકડો જાણી નવાઈ પામશો, 12 શ્રેણીઓમાં થઈ વહેંચણી

G20 સમિટની રળિયામણી ઘડીને લઈને રાજધાની દિલ્હીને અનેક પ્રકારમાં શણગાર કરવામાં આવ્યા છે. જેની પાછળ રૂ. 4254.75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ વિગત જાણો આ અહેવાલમાં!

G20 summit
G20 શિખર સંમલેનની તૈયારીઓ પાછળ કેન્દ્ર સરકાર કેટલો ખર્ચ કર્યો? આંકડો જાણી નવાઈ પામશો, 12 શ્રેણીઓમાં થઈ વહેંચણી 2

દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ 2023નું જબરદસ્ત આયોજન કરવામાં આવી રહ્યું છે. 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાઈ રહી છે. ભારત માટે મોટી તક સમાન આ G20 મા સમુહમાં સમાવિષ્ટ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ અને નવ મહેમાન દેશોના સબંધીતો કોન્ફરન્સમાં સહભાગી થવા માટે દિલ્હી આવી રહ્યા છે. પરિણામે દિલ્હીને દુલ્હનની માફક શણગારવામાં આવ્યું છે. અહેવાલ મુજબ G20 સમિટ માટે શહેરને સજાવવા રૂ. 4254.75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તમામ માર્ગો G20ની થીમ પર શણગારાયા છે

એરપોર્ટથી લઈને હોટેલ્સ અને ઈવેન્ટ વેન્યુ ભારત મંડપમ સુધી તમામ માર્ગો G20ની થીમ પર શણગારાયા છે. દિલ્હીના તમામ રસ્તાઓ અને ચોકને ફૂલો અને ફુવારાઓથી સજાવ્યા છે. દેશના આંગણે મોટી તક સમાન ભારત પ્રથમ વખત વિશ્વના નેતાઓના આટલા શક્તિશાળી જૂથની યજમાની કરી રહ્યું છે. ભારતીય અધ્યક્ષતા હેઠળ, તેની થીમ વસુધૈવ કુટુમ્બકમ નક્કી કરાઈ છે.

1,30,000 પોલીસ અને પેરા-મિલિટરી કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત

દિલ્હીને ફૂલપ્રૂફ સુરક્ષા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ અને 1,30,000 પોલીસ અને પેરા-મિલિટરી કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. જાણવા મળતી વિગત અનુઆર G20 સમિટ માટે દિલ્હીને શણગારવા માટે 4254.75 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.સંરક્ષણ મંત્રાલય હેઠળના વિભાગો તથા NDMC અને MCD તથા ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (આઈટીપીઓ), માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય, લશ્કરી ઈજનેર સેવાઓ, દિલ્હી પોલીસ સહિત 9 એજન્સીઓએ કુલ ખર્ચના 98 ટકા ખર્ચ કર્યા છે.

75 લાખ રૂપિયાથી લઈને 3,500 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે

નવ સરકારી એજન્સીઓ દ્વારા હોર્ટિકલ્ચર રિફોર્મ્સથી લઈને G20 બ્રાન્ડિંગ સુધીના કામ પર લગભગ 75 લાખ રૂપિયાથી લઈને 3,500 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે.સરકારના વિભાગોએ મોટાભાગનો ખર્ચ ઉઠાવ્યો છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!