GO GREEN યોજના 2023: શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી, આ વેબ પોર્ટલ પર કરવી પડશે અરજી

GO-GREEN યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે. GO GREEN; ઔદ્યોગીક શ્રમિક ...

GO-GREEN યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.

GO GREEN; ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદવ માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.

GO GREEN યોજના 2023

યોજનાGo Green શ્રમીક યોજના
યોજનાનો ઉદ્દેશ્યશ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
લાભાર્થી જુથરાજયના નોંધાયેલા શ્રમીકો
સહાય ની રકમસ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.
અમલીકરણગુજરાત લેબર વેલ્ફેર ફંડ
ઓફીસીયલ વેબસાઈટwww.gogreenglwb.gujarat.gov.in

શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી

રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.

સ્કુટર સબસીડી યોજના નિયમો


આ યોજના હેઠળ સહાય માટે નીચે મુજબના નિયમો છે.

  1. FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
  2. એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
  3. ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
  4. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
GO-GREEN યોજના 2023

આ વેબ પોર્ટલ પર કરી શકાશે અરજી


તેમજ RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment