CMA ની પરીક્ષામાં સુરતની સોનમ અગ્રવાલે ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ ક્રમ મેળવ્યો

સીએમએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું. અભ્યાસ કરો, ડરશો નહીં, કામ કરો, સફળતા મળશેઃ સોનમ. ઇન્ટરમીડિએટ પરીક્ષામાં સુરતના બે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50માં ઝળક્યા.

CMA ની પરીક્ષા

જુલાઇ,2022માં લેવામાં આવેલી સીએમએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના પાંચ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50માં આવ્યા હતા. સોનમ અગ્રવાલે ઓલ ઇડિયા રેન્કમાં પ્રથમ ક્રમ, પ્રાચી કરનાનીએ ચોથો ક્રમ અને રિદ્ધિમા અગ્રવાલે પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષા જુલાઇ, 2022માં લેવામાં આવી હતી. જેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. સુરતના પાંચ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં આવ્યા હતા. સોનલ અગ્રવાલએ 800માંથી 501 માર્ક્સ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પ્રાચીનઅગ્રવાલએ 489 સાથે પાંચમો ક્રમ, શશાંક ટંબોલીએ 462 માર્કસ સાથે15મો ક્રમ અને વિજયેશ ભટ્ટે 423 માર્ક્સ સાથે 48મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ઇન્ડિયા રેન્કમાં પ્રથમ ક્રમ

સુરતની વિદ્યાર્થીની સોનમ અગ્રવાલના પિતા સુરતમાં કાપડના ક્ષેત્રમાં યાર્નનો વ્યવસાય કરે છે. રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ રેન્ક મેળવવાની ખુશી સાથે સોનમે આક્ષેત્રની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની સલાહ આપી છે. દરરોજ સાતથી આઠ કલાક અને પરીક્ષાના પ્રથમ દસથી બાર કલાક અભ્યાસ કર્યા પછી જ આ પરિણામ મળે છે. ભણતા રહો, ગભરાશો નહીં, જો કોઈ શંકા હોય તો તેનો સામનો કરો, તો જ સફળતા મળશે. સીએ ફાઇનલ પૂર્ણ થયા બાદ એલએન્ડટીમાં નોકરી સાથે ફાઇલિંગની તૈયારી કરવામાં આવી હતી.

CMA ની પરીક્ષામાં સુરતની સોનમ અગ્રવાલે
ઇન્ડિયા રેન્કમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની ઇન્ટરમીડિએટ પરીક્ષા જુલાઇ, 2022માં લેવામાં આવી હતી. જેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. સુરતના બે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં આવ્યા હતા. જિનેશ સપાનીએ 800 માર્ક્સમાંથી505 માર્કસ સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં 15મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે સચિત જૈનએ467 માર્ક્સ સાથે 44મો ક્રમ કર્યો હતો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!