આજે ત્રીજું નોરતું ગુજરાતમાં હવામાન વિભાગન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ગરબા આયોજકોમાં ચિંતા
આજે ત્રીજું નોરતું
ગુજરાતમાં નવરાત્રી તહેવારનો આજે ત્રીજો દિવસ એટલે આદ્યશક્તિ માં નું ત્રીજું નોરતું છે ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને કારણે ખૈલેયા અને ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે.
આ વરસાદની આગાહી વચ્ચે અત્યારે વડોદરા, રાજકોટ તેમજ દાહોદમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાય ગયા હતા અને કાદવ અને કીચડનું સામ્રાજ્ય જેવા દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત દાહોદમાં વરસાદના ઝાપટાને કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા.
ખૈલેયાઓના થનગનાટ વચ્ચે આજે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પાડવાની શક્યતા છે. જયારે ઉત્તર ગુજરાતમાં હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સામાન્ય પડી શકે છે. અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહેશે. ચોમાસાની વિદાય કચ્છમાં થશે જો કે હજુ સંપૂર્ણ ચોમાસુ વિદાય થતા સમય લાગશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

સવારથી વાતાવરણ ચોખ્ખું
આજે સવારથી જ રાજકોટનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. આકાશમાં ક્યાંય પણ વાદળો જોવા મળ્યા નથી. વહેલી સવારે ધુમ્મસનું થોડુક પ્રમાણ જોવા મળ્યું હતું. પરંતુ 8 વાગ્યા બાદ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવી શકે છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય તેવી શક્યતા છે. બાદમાં સાંજ પડતા જ બફારાનું પ્રમાણ જોવા મળશે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે.