પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમા 2 જવાનોના મોત થયા. જ્યારે અન્ય 2 જવાનો ઘાયલ છે. બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જવાનો મણિપુરમની બટાલિયન છે.
Porbandar Firing: પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે બબાલ થઈ છે. બે જવાનોનું ઘટના સ્થળેજ મોત થયું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે.

ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન થયું ફાયરિંગ
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યો હતો. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની છે, જેમાં બે લોકોનું મોત થયું છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં બે લોકોના મોત થયા છે.
- પોરબંદર: ચૂંટણી ફરજ પર આવેલા જવાનો વચ્ચે ઘર્ષણ બાદ ફાયરિંગમાં ૨ જવાનના મોત,૨ ઇજાગ્રસ્ત
ફાયરિંગની ઘટનામાં બેના મોત
મળતી વિગતો પ્રમાણે આ ફાયરિંગની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ફાયરિંગમાં ખુમન્થેમ રોહિકાંતા મેથી(ઉંમર 35)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સુરજીત લુકીન થામયા (ઉંમર – 34) અને જીતેનસિંગ ખુમમથેમ (ઉંમર – 38)ને ઈજા પહોચતા તેઓને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે.
બે તબક્કામાં ચૂંટણી યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે.
