GPSSB Talati Exams 2023: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષાની તારીખમાં હવે ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી હતી અને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપી હતી. ખાસ વાત છે કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવી પડી છે. Talati Exams 2023 Date ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે
તલાટીની પરીક્ષા 7 મેં ના રોજ લેવાશે
- હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
- તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
- જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
- કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
GPSSB Talati Exams 2023
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
તલાટીની પરીક્ષા તારીખ | 7મી મે, 2023 |
સત્તાવાર વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. તો મારા તમામ મિત્રો જે લોકો તલાટી કમ મંત્રી પરીક્ષા ની તારીખ 2023 ની રાહ જોઈને બેઠા હતા ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે

-
પ્રશ્ન 1: GPSSB તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 ક્યારે લેવામાં આવશે?
7 મે 2023