Gujarat Bridge Collapse: CCTVમાં કેવી રીતે પડ્યો પૂલ અને સર્જાયું મોતનું તાંડવ

Gujarat Bridge Collapse CCTV Video: એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઉઠ્યો. રવિવાની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા.

  • મોરબી પંથકમાં શોકનો માહોલઃ લીલાપર રોડ પરના સ્મશાન ગૃહમાં એક સાથે 6 લોકોના કરાયા અગ્નિસંસ્કાર, મૃતકોના પરિવારના હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ
  • રેસ્ક્યૂ ઓપરેશનઃ મોરબીમાં બચાવ કામગીરીમાં રોબોટની લેવાશે મદદ, પાણીમાં રોબોટ ઉતારી કરાશે મૃતદેહની શોધખોળ
  • મોરબી દુર્ઘટનાઃ ઝુલતો પુલ મેઈન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો દાખલ, સિટી-બી ડિવિઝન PI પી.એ દેકાવાડીયા બન્યા ફરિયાદી
  • મોરબીની આ દુ:ખની ઘડીમાં સરકાર પીડિત પરિવારોની સાથે છે, ગુજરાત સરકારે શક્તિ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગી છે: PM મોદી

Gujarat Bridge Collapse CCTV Video:

177 લોકોનો બચાવ થયો છે

ઉલ્લેખનીય છે કે મચ્છુ નદી પર 140 વર્ષ પહેલા બનેલો ઝુલતો પુલ તૂટ્યો છે. જેમાં 177 લોકોનો બચાવ થયો છે. તથા 19 લોકોને નાની – મોટી ઈજા થઇ છે. તેમજ આર્મી, નેવી, એરફોર્સ, NDRFની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. તથા ગરુડ કમાન્ડો અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું છે. તેમજ સિવિલમાં 40 ડૉક્ટરો દ્વારા ઈમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે. તથા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જેમાં 5 જિલ્લાનું તંત્ર ખડેપગે છે.

ઘટનાની તપાસ માટે 5 સભ્યની કમિટી

  1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  2. કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  4. સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન
  5. સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

વર્ષ 1879માં પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું


આ બ્રિજ એક સમયે આખા સૌરાષ્ટ્રની શાન ગણાતો. આ પુલનું બાંધકામ યુરોપિયન શૈલીનું હતું. મહારાજા વાઘજી ઠાકોરે તેનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પૂલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે. 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Gujarat Bridge Collapse CCTV Video
CCTV footage shows people shaking Morbi bridge, moments before tragedy

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!