google news

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023-24, જુઓ તમામ માહિતી

Gujarat Budget 2023: આજે નાણામંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે. બજેટના કદમાં 18થી 20 ટકા વધારો થવાની અપેક્ષા છે. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભા ગૃહમાંથી પાસ થયું હતું. ગુજરાત વિધાનસભાના સભ્યોએ વિધેયકને બહાલી આપી. વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું.

Gujarat Budget 2023
ગુજરાત બજેટ 2023-24

વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

Gujarat Budget 2023-24

રાજ્યગુજરાત
દસ્તાવેજGujarat Budget 2023
વર્ષ2023-24
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ
નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
અગ્ર સચિવશ્રી જેપી ગુપ્તા (IAS)
સચિવ (આર્થિક બાબતો) શ્રીમતી. મોના ખંધાર (IAS)
સચિવ (Expenditure)સુશ્રી મનીષા ચંદ્રા (IAS)
વેબસાઇટfinancedepartment.gujarat.gov.in

ગુજરાત બજેટ 2023-24

ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.

નવી સરકારનું પણ આ પહેલું બજેટ

Gujarat Budget 2023, ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 24 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. કનુભાઇ દેસાઇનું બીજું બજેટ (Gujarat Budget 2023) અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડપણ હેઠળ નવી રચાયેલી નવી સરકારનું પણ આ પહેલું બજેટ છે. રાજ્ય સરકાર આ વખતના બજેટ 2023-24માં રેકોર્ડ બ્રેક બજેટ ફાળવણી કરી શકે છે.

  1. ગુજરાતના મુખ્ય મંત્રી કોણ છે?

    શ્રી ભુપેન્દ્ર પટેલ

  2. ગુજરાતના નાણાંમંત્રી કોણ છે?

    શ્રી કનુભાઈ દેસાઈ

  3. ગુજરાતનું બજેટ 2023-24 નું ક્યારે જાહેર થશે?

    તારીખ 24 ફેબ્રુઆરી ના રોજ નવી રચાયેલ સરકારનું પ્રથમ બજેટ જાહેર થશે.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો