GPSSB Exams 2023: તલાટીની 23 એપ્રિલે જુનિયર ક્લાર્કની 10 એપ્રિલે, 1 તબક્કામાં પરીક્ષા લેવાશે

GPSSB Exams 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બાબતે કેટલીક દ્વિધા પ્રવર્તી છે. GPSSB Exams 2023 ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, બંને પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે.

GPSSB Exams 2023
તલાટીની 23 એપ્રિલે જુનિયર ક્લાર્કની 10 એપ્રિલે

GPSSB Exams 2023

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી અને જુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ10 એપ્રિલ, 2023
તલાટીની પરીક્ષા તારીખ23 એપ્રિલ, 2023 (સંભવિત)
સત્તાવાર વેબસાઇટgpssb.gujarat.gov.in

તલાટીની 23 એપ્રિલે જુનિયર ક્લાર્કની 10 એપ્રિલે પરીક્ષા

સૂત્રોના કહ્યા પ્રમાણે બંને પરીક્ષા પૈકી જુનિયર ક્લાર્કની પરીક્ષા 10 એપ્રિલે અને (GPSSB Talati Exam Date) તલાટીની પરીક્ષા 23 એપ્રિલે યોજવાનું આયોજન છે. હજુ પરીક્ષા ક્યારે લેવી તે બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી, પણ આ પ્રમાણેનું આયોજન છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની (Gujarat Panchayat Service Selection Board) જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા તેને લેવા માટે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે તલાટીની પરીક્ષા લેવા માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને પરીક્ષા એપ્રિલમાં યોજવાનું આયોજન છે.

જુનિયર ક્લાર્કની (GPSSB Junior Clerk) પરીક્ષામાં આશરે 10 લાખ અને તલાટીની પરીક્ષામાં આશરે 17 લાખ ઉમેદવાર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો (Exam Centers) નક્કી થઈ જાય પછી પરીક્ષા અંગેનો ચોક્કસ કાર્યક્રમ જાહેર થશે.

ઉમેદવારોને અપીલ

હસમુખ પટેલે (@Hasmukhpatelips) ઉમેદવારોને અપીલ કરી છે કે, કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં,પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં.

  1. તલાટી પરીક્ષા ક્યારે છે?

    તલાટીની 23 એપ્રિલે પરીક્ષા છે. (સંભવિત)

  2. જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે છે?

    જુનિયર ક્લાર્કની 10 એપ્રિલે છે. (સંભવિત)

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!