Talati exam date 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. Talati exam date 2023 આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.

Talati exam date 2023
નોકરી ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જાહેરાત નંબર | 10/2021-22 |
પોસ્ટ | રેવન્યુ તલાટી ગુજરાત (વર્ગ 3) |
ખાલી જગ્યાઓ | 1800 |
નોકરીઓનો પ્રકાર | પંચાયત વિભાગ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 23 એપ્રિલ, 2023 (સંભવિત) |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in |
તલાટી ભરતીની સંભવિત પરીક્ષાની તારીખ જાહેર
રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ માટે એપ્રિલ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. ગુજરાતમાં તલાટીની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ પોસ્ટ માટે 23 એપ્રિલ માં (Talati exam date 2023) રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 16, 2023
તલાટી પરીક્ષા કોલ લેટર 2023
તલાટી પરીક્ષા કોલ લેટર 2023, Talati Hall ticket 2023 Exam date:જે ઉમેદવારોએ તલાટી મંત્રી અને પંચાયત સચિવની જગ્યાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન, GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (કોલ લેટર) ડાઉનલોડ કરી શકે છે. GPSSB એ તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષા કેન્દ્ર ચકાસવા માટે લિંક બહાર પાડી છે.
GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ બહાર પાડ્યા પછી તમને આ વેબપેજ દ્વારા જાણ કરવામાં આવશે. તમે નોંધણી નંબર અને DOB નો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકો છો, પરીક્ષા શહેર અને કેન્દ્રનું નામ ચકાસી શકો છો.
વારંવાર પુછાતા પ્રશ્નો FAQs
-
તલાટી પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
23 એપ્રિલ, 2023 (સંભવિત)
-
તલાટી મંત્રી નોકરી માં કેટલો પગાર હોય છે?
તલાટી કમ મંત્રી માટે પહેલા પાંચ વર્ષ માટે Rs.19,950 પગાર હોય છે.
-
તલાટી કમ મંત્રી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ શું છે?
તલાટી પરીક્ષા તારીખ 10-15 દિવસ પહેલા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.